પ્રેરક વાર્તા, ચાર સાચ્ચા મિત્રોએ મળીને આ રીતે કર્યો એક શિકારીનો સામનો.

જીવનમાં સાચા મિત્રો હોવા ઘણા જરૂરી હોય છે. કારણ કે સાચા મિત્ર જ મુશ્કેલીમાં સાથ આપે છે. તમે નીચેની વાર્તા પરથી આ વાત સારી રીતે સમજી શકશો.

ઉંદર, કાગડો, હરણ અને કાચબો એક બીજાના ઘણા સારા મિત્ર હતા, અને તે ચારે હંમેશા એક બીજાની મદદ કરતા હતા. આ ચારેયની મિત્રતાની ચર્ચા જંગલમાં ઘણી કરવામાં આવતી હતી. એક દિવસ તેમના જંગલમાં એક શિકારી આવી જાય છે, અને તે શિકારી રોજ જંગલમાં આવીને શિકાર કરતો હતો. એક દિવસ શિકારીનું ધ્યાન હરણ ઉપર પડી જાય છે, અને તે શિકારી હરણને પકડવા માટે એક જાળ પાથરી દે છે.

હરણ શિકારીની આ જાળમાં ફસાઈ જાય છે. ત્યાર બાદ શિકારી વિચારે છે કે હરણ તો મારી જાળમાં ફસાઈ ગયું છે, હું કોઈ બીજા જાનવર માટે પણ જાળ પાથરી દઉં. અને આ શિકારી બીજી એક તરફ જાળ પાથરવા માટે થોડે દુર જતો રહે છે.

આવી રીતે બચાવ્યો હરણનો જીવ :

હરણનો મિત્ર કાગડો કોઈ કામ માટે ક્યાંક જઈ રહ્યો હોય છે, અને તેનું ધ્યાન હરણ ઉપર પડી જાય છે. કાગડો મોડું કર્યા વગર પોતાના બીજા મિત્ર ઉંદર અને કાચબાને આ વાતની જાણકારી આપે છે. અને આ ત્રણે ભેગા મળીને હરણને બચાવવાની રણનીતિ તૈયાર કરે છે.

ત્યાર બાદ કાગડો હરણ પાસે જઈને તેને પોતાની ચાંચથી મારે છે, જેથી તેના શરીરમાંથી લોહી નીકળવા લાગે. અને ઉંદર હરણને બેભાન થવાનું કહે છે, અને હરણ પોતાના મિત્રોની વાત માનીને બેભાન થઇ જાય છે.

થોડી વાર પછી શિકારી હરણને લેવા માટે આવે છે. પરંતુ તેણે હરણને બેભાન અને ઈજાગ્રસ્ત હાલતમાં જુવે છે. શિકારીને લાગે છે કે તે હરણ તો મરી ગયું છે, અને તેને લઇ જવાથી કોઈ ફાયદો નથી. એટલા સમયમાં શિકારી સામેથી કાચબો પસાર થાય છે. શિકારી કાચબાને જોતા જ તેને પકડવા માટે તેનો પીછો કરવા લાગે છે. એટલી જ વારમાં ઉંદર હરણની જાળને સંપૂર્ણ કાપી નાખે છે અને હરણ પોતાની જાળમાંથી નીકળી જાય છે.

અને બીજી તરફ શિકારી કાચબાને પકડી લે છે. ત્યારપછી કાચબાને છોડાવવા માટે હરણ, ઉંદર અને કાગડો એક પ્લાન બનાવે છે. જેમાં હરણ શિકારી સામેથી પસાર થાય છે. હરણને જોઈ શિકારી કાચબાને છોડી દે છે, અને હરણની પાછળ દોડવા લાગે છે.

પરંતુ આ હરણ ઘણું ઝડપથી દોડે છે અને શિકારીના હાથમાં નથી આવી શકતું. બીજી તરફ ઉંદર, કાચબાની જાળને પણ કાપી નાખે છે અને કાચબા સાથે ભાગી જાય છે. જયારે તે શિકારી પાછો કાચબા પાસે જાય છે, તો ત્યાં જઈને એણે જોયું કે કાચબો ત્યાં ન હતો. આવી રીતે શિકારીને ન તો હરણ મળી શક્યું અને ન તો કાચબો.

આ વાર્તામાંથી મળેલો બોધપાઠ :

આ વાર્તામાંથી આપણને બે બોધપાઠ મળે છે. પહેલા બોધપાઠ મુજબ જીવનમાં સાચા મિત્ર હોવા જરૂરી હોય છે, કારણ કે સાચા મિત્રો મુશ્કેલીમાં આપણો સાથ આપે છે. એટલા માટે તમે તમારા જીવનમાં સાચા મિત્ર જરૂર બનાવો. જો કે બીજા બોધપાઠ મુજબ જો સાથે મળીને કોઈ કાર્ય કરવામાં આવે તો તે કાર્યમાં સફળતા જરૂર મળે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.