કડવા ચોથથી લઈને દિવાળી સહીત નવેંબરમાં આવશે આ મુખ્ય વ્રત-તહેવાર.

આવી રહ્યા છે મોટા અને પ્રમુખ વ્રત-તહેવાર, જાણો દરેક તહેવારની તારીખો. નવેમ્બર 2020 તહેવારોની રજાઓનું કેલેન્ડર તારીખ : નવેમ્બરમાં કરવા ચોથથી લઈને દિવાળી પર્વ જેવા મોટા તહેવાર આવી રહ્યા છે. મહિનાની શરુઆતમાં કરવા ચોથ વ્રત આવશે અંતમાં કારતક પુનમ રહેશે. તે ઉપરાંત આ મહીને રમા એકાદશી, ધનતેરસ, નરક ચોથ, ગોવર્ધન પૂજા, દિવાળી, ભાઈબીજ, છઠ્ઠ પૂજા, જેવા મોટા તહેવાર આવશે. આવો જાણીએ નવેમ્બર મહિનાના વ્રત અને તહેવારની તારીખો.

કડવા ચોથ : નવેમ્બરની 4 તારીખ મહત્વની છે. આમ તો 4 નવેમ્બરના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. દર વર્ષે આ વ્રત કારતક મહિનામાં વદ પખવાડિયાની ચોથના દિવસે આવે છે. અખંડ સૌભાગ્યવતિ મહિલાઓ આ વ્રત પતિના લાંબા આયુષ્ય અને તેમના સ્વસ્થ જીવન માટે રાખે છે.

રમા એકાદશી : રમા એકાદશી વ્રત કારતક મહિનાના વદ પખવાડિયાની અગિયારસે કરવામાં આવે છે. આ વર્ષે 11 નવેમ્બરના દિવસે રમા એકાદશી વ્રત કરવામાં આવશે. રમા એકાદશી ઉપર લક્ષ્મીજી સાથે વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવાથી ધન વર્ષા અને શુભ લાભની પ્રાપ્તિ થાય છે.

maha lakmi mata
laxmi mata puja

ધનતેરસ : ધનતેરસનો તહેવાર 13 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે કારતક માસના વદ પખવાડિયાની તેરસ તિથીના રોજ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. તેને ધન તેરસ પણ કહે છે.

દિવાળી : દિવાળી હિંદુ ધર્મનો મોટો મહત્વનો તહેવાર છે. પ્રકાશ અને ખુશીઓનો આ તહેવાર કારતક માસની અમાસ તિથીના દિવસે દર વર્ષે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 14 નવેમ્બર શનિવારના દિવસે ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે માં લક્ષ્મી અને ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નરક ચતુર્દશી પણ છે.

ગોવર્ધન પૂજા : ગોવર્ધન પૂજા 15 નવેમ્બરના રોજ છે. કારતક માસના સુદ પખવાડિયાની એકમના રોજ ગોવર્ધન પૂજાનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસ ધન એટલે કે ગૌમાતાની પૂજા કરવામાં આવે છે.

ભાઈ બીજ : ભાઈ બીજ નવેમ્બર માસની 16 તારીખના રોજ મનાવવામાં આવશે. ભાઈ બીજ પર્વ, ભાઈ બહેનનો પવિત્ર સંબધ અને સ્નેહનું પ્રતિક છે. ભાઈ બીજ કે ભાઈ ટીકા, યમ દ્વિતીયા, ભાત્રુ દ્વિતીયા વગેરે નામોથી મનાવવામાં આવે છે.

છઠ્ઠ પૂજા : છઠ્ઠ પૂજાને સૂર્ય ષષ્ઠી તરીકે પણ મનાવવામાં આવે છે. આ તહેવાર કારતક સુદ છઠ્ઠના રોજ મનાવવામાં આવે છે. આ વર્ષે છઠ્ઠ પર્વ 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે.

દેવ ઉઠી એકાદશી : દેવ ઉઠી એકાદશી 25 નવેમ્બરના રોજ છે. દેવઉઠી નો અર્થ છે દેવનું ઉઠવું એટલે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિંદ્રા માંથી ઉઠી જાય છે. જેથી શુભ કાર્યોનો ફરી થી આરંભ થઇ જાય છે.

પ્રદોષ વ્રત (સુદ) : 27 નવેમ્બરના રોજ સુદ પ્રદોષ વ્રત છે. હિંદુ ધર્મમાં પ્રદોષ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્વ હોય છે. દર માસમાં બે પ્રદોષ વ્રત અને બે એકાદશીઓ જરૂર આવે છે. પડોશ ભગવાન શિવને સમર્પિત થતું વ્રત છે.

કારતક પુનમ : કારતક પુનમ 30 નવેમ્બરના રોજ છે. હિંદુ પંચાંગ મુજબ કારતક માસના સુદ પખવાડિયામાં આવતી પુનમને કારતક પુનમ કહે છે. આ દિવસે મહાદેવજીએ ત્રિપુસાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો, એટલા માટે તેને ‘ત્રિપુરી પુનમ’ પણ કહે છે.