પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરવી રહ્યું હતું કપલ, ઉંધી વળી ગઈ નાવડી.

આજકાલના મોબાઈલ યુગમાં યુવાનો મોબાઈલ પાછળ ઘણા પાગલ થઇ ગયા છે અને અનેક પ્રકારના એવા કીમિયા કરતા હોય છે. જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા, આ એક પ્રકારનું ગાંડપણ જ કહેવાય છે. જેવું કે સેલ્ફી, સેલ્ફી લેવું કોઈ ખોટુ નથી પરંતુ સેલ્ફી સલામત સ્થળે લેવી જોઈએ, તો તે સારી માનવામાં આવે છે નહિ તો તે આપણા માટે નુકશાનકારક બની રહે છે. અને ફોટો પાડવા માટે પણ ધ્યાનથી જો ફોટા પાડવામાં આવે તો તે યાદગાર બની જાય છે અને જો બેજવાબદાર રીતે ફોટોશૂટ પાડવામાં આવે તો બીજા માટે આપણો ફોટો મજાક જેવું બની જાય છે.

લગ્ન પહેલા પ્રીવેડીંગ ફોટોશૂટનો ક્રેજ હાલના દિવસોમાં લોકોના માથા ઉપર ચડીને બોલી રહ્યો છે. પોતાની યાદગાર ઘડીને કેમેરામાં કેદ કરવા માટે લોકો ફોટોશૂટનું લાંબુ પ્લાનિંગ કરે છે. પરંતુ જો પ્રીવેડીંગ ફોટોશૂટ કરવું મોંઘુ પડી જાય તો તમે શું કરશો. કાંઈક એવું જ બન્યું કેરળના એક કપલ સાથે જે ફોટોશૂટ દરમિયાન અકસ્માતનો ભોગ બની ગયા અને તેનો વિડીયો વાયરલ થઇ ગયો.

ખાસ કરીને કેરળમાં તિરુવલ્લાના રહેવાસી તીજીન અને શિલ્પાના ૬ મેં ના રોજ લગ્ન થવાના છે. બન્નેના લગ્ન પહેલા પઠાનમથિટ્ટા જીલ્લાની પંબા નદીમાં ફોટોશૂટ કરાવ્યો.

તીનીજ અને સીલ્પા હોડી ઉપર બેસીને ફોટોશૂટ કરાવી રહ્યા હતા. તેમણે પોતાના માથાને કેળાના પાંદડાથી ઢાંકી દીધા હતા. ત્યારે ફોટોશૂટ દરમિયાન તેની હોડી ઉંધી થઇ ગઈ. બન્ને નદીમાં પડી ગયા.

સમય રહેતા જ તેને ત્યાં રહેલા લોકોએ બહાર કાઢ્યા. આ ઘરનાનો વિડીયો જયારે વેડપ્લાનર વેડિંગ સ્ટુડિયોની ફેસબુક પેજ ઉપર શેર કરવામાં આવ્યો, તો તે સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઇ ગયો. અત્યાર સુધી ૨ લાખથી વધુ લોકો આ વિડીયોને જોઈ ચુક્યા છે. જો કે હજારો લોકો તેને શેર કરી ચુક્યા છે.

તમે શું આવું ગાંડપણનું સમર્થન કરો છો? તમારા મતે કેટલું યોગ્ય છે? કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

વીડિઓ :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.