પ્રિયંકા ચોપડા અને નિક જોનસનું ઘર કોઈ લક્ઝરી મહેલથી ઓછું નથી, કિંમત તમને ચકિત કરી દેશે.

કોઈ લક્ઝરી મહેલથી ઓછું નથી પ્રિયંકા ચોપડા અને નિક જોનસનું ઘર, જુઓ અંદરના ફોટાઓ, ને કિંમત કલ્પી નહીં શકો. બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ટૉપ એન્ડ હોટ કપલની યાદીમાં શામેલ છે. નિક અને પ્રિયંકાની જોડીને ફેન્સ ખુબ પસંદ કરે છે. તેમજ બંનેના લગ્ન પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. તેમણે 1 ડિસેમ્બર, 2018 ના રોજ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા જોરદાર વાયરલ થયા હતા. લગ્ન પછી પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનસ સાથે લોસ એન્જેલસમાં આવેલા ઘરમાં રહે છે. ત્યાં તેમનું ઘર ઘણું વધારે સુંદર છે.

ફેન્સ હંમેશાથી જ સ્ટાર્સના ઘરને લઈને ઘણા ઉત્સાહિત રહે છે. તેઓ જોવા માંગે છે કે, છેવટે તેમના મનપસંદ સ્ટારનું ઘર અંદરથી કેવું દેખાય છે. તેઓ કેવા પ્રકારના આલીશાન ઘરમાં રહે છે. આ દરમિયાન હવે નીક જોનસ અને પ્રિયંકા ચોપડાના ઘરના અંદરના ફોટા સામે આવ્યા છે. ચાલો જોઈએ તેમનું ઘર કેવું દેખાય છે.

નિક જોનસે પોતાની સુંદર પત્ની પ્રિયંકા ચોપડાને લોસ એન્જેલસમાં એક ઘર ગિફ્ટમાં આપ્યું છે. આ ઘર ઘણું જ સુંદર હોવાની સાથે જ તેમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી બધી સુવિધાઓ છે. નિકનું આ ઘર કોઈ લક્ઝરી મહેલ કરતા ઓછું નથી. સૂત્રોનું માનીએ તો નિક અને પ્રિયંકાનું આ ઘર 20,000 વર્ગ ફૂટમાં બનેલું છે. તેમજ આ આલીશાન ઘરમાં 7 રૂમ, 11 બાથરૂમ, મુવી થિએટર, બાર, ઈનડોર બાસ્કેટબોલ કૉર્ટ, સ્વિમિંગ પુલ વગેરે છે.

આ ઘરનું ઇન્ટિરિયર પણ ઘણું શાનદાર છે. ઘરના દરેક ખૂણાને ઘણી સારી રીતે શણગારવામાં આવ્યા છે. તેમજ ઘરની અંદર હરિયાળીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, આ આલીશાન ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડા અને નિક જોનસ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. બંને જણા થોડા થોડા દિવસે પોતાના લેટેસ્ટ ફોટા અને વિડીયો શેયર કરતા રહે છે. તેમજ બંનેના આ ફોટાને તેમના ફેન્સ ખુબ પસંદ કરે છે. બંને જણા સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા એક-બીજા પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરવાની એક પણ તક નથી છોડતા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.