પ્રિયંકા ચોપડાનો ખુલાસો કે ‘નિકને કારણે એ કેટલીક વાર રાતે પણ સુઈ શકતી નથી’

નિકને કારણે રાતે સુઈ શકતી નથી પ્રિયંકા ચોપડાનો મોટો ઘંસ્પોટ.

કોરોનાએ આખી દુનિયામાં પોતાની જડો મજબૂત કરી લીધી છે. દુનિયાના તમામ દેશવાસીઓ કોરોના મહામારીને કારણે ડરેલા છે. રોજ હજારો લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, તેમજ દરરોજ ઘણા લોકો કોરોનાને કારણે પોતાનું જીવન ખોઈ રહ્યા છે. છેલ્લા લગભગ 80 દિવસોથી ચાલી રહેલા લોકડાઉનમાં હવે ઢીલ આપવામાં આવી છે, અને અનલોકનું પહેલી ચરણ લાગુ કરવામાં આવ્યું છે, પણ લોકોના મગજમાંથી ડર હજી પણ નીકળ્યો નથી. એટલા માટે લોકો કારણ વગર બહાર નથી નીકળી રહ્યા.

એજ રીતે બોલીવુડ સેલિબ્રિટી પણ આ સમયે ઘરની અંદર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. એવામાં તેમની સાથે જોડાયેલા કિસ્સા, સ્ટોરી, ફોટા, વિડીયો વગેરે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ કડીમાં બોલીવુડની દેશી ગર્લ કહેવાતી પ્રિયંકા અને તેના પતિ નિક જોનસનું એક જૂનું ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે. આ ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા નિક સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા રહસ્ય ખોલે છે, જેને જાણીને તમે પણ ચક્તિ રહી જશો.

નિકને કારણે આખી રાત નથી સુઈ શકતી – પ્રિયંકા :

પ્રિયંકાએ જણાવ્યું કે, તે પોતાના પતિ નિક જોનસને કારણે આખી રાત સુઈ નથી શકતી. પ્રિયંકાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. પ્રિયંકા પોતાના પતિની ડાયાબિટીસ બીમારીને લીધે પરેશાન રહે છે. પ્રિયંકા કહે છે કે, પહેલા તો મને કાંઈ સમજાતું ન હતું. જોકે નિક પોતાની બીમારીને લઈને ઘણા સંવેદનશીલ રહે છે. નિકને ઊંઘમાં પણ શુગર લેવલ ખબર રહે છે.

પ્રિયંકા જણાવે છે કે, હું આખી રાત એટલા માટે નથી ઊંઘી શકતી, કારણ કે હું રાત્રે ઘણી વાર ઉઠીને જોઉં છું કે નિક ઠીક છે કે નથી. નિક ઘણી નાની ઉંમરના હતા ત્યારથી તેમને આ બીમારી છે. ડાયાબિટીસ એક ખતરનાક બીમારી છે. એટલા માટે નિક પોતાના જીવનમાં ઘણા અનુશાસિત રહે છે. પ્રિયંકા કહે છે કે, નિક આને લઈને ક્યારેય ગભરાતા નથી. તેમનું આ સકારાત્મક વલણ મને ઘણી હિમ્મત આપે છે.

પ્રિયંકા અને નિકના લગ્ન ડિસેમ્બર 2018 માં થયા હતા. તેમણે 2 રીતિ રિવાજો સાથે જોધપુરના ઉમ્મૈદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન 3 દિવસ સુધી ચાલ્યા હતા. અને લગ્ન પછી પ્રિયંકા અને નિકે 3 વેડિંગ રિસેપશન ગોઠવ્યા હતા.

પ્રિયંકા શું ખરેખર પ્રેગ્નેન્ટ હતી?

લગ્ન પછી પ્રિયંકાની પ્રેગ્નેન્સીના પણ સમાચાર ઉડ્યા. હકીકતમાં પ્રિયંકા પોતાના પતિ સાથે ન્યુયોર્કના એક ફેશન શો માં ગઈ હતી. આ ઇવેન્ટ સાથે જોડાયેલા થોડા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. આ ફોટાના આધાર પર સોશિયલ મીડિયા પર સમાચાર ઉડ્યા કે પ્રિયંકા પ્રેગ્નેન્ટ છે. આ ફોટામાં પ્રિયંકા ચોપડાનું બેબી બમ્પ દેખાઈ રહ્યું હતું. ત્યારબાદ દીકરીની પ્રેગ્નેન્સીના સમાચાર પર પ્રિયંકાની માં મધુ ચોપડાએ સ્પષ્ટતા કરી હતી.

પરિવાર ભગવાનના આશીર્વાદથી જ આગળ વધશે – પ્રિયંકા :

ત્યારબાદ પ્રિયંકા ચોપડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તે જલ્દી જ નિક સાથે ફેમેલી પ્લાનિંગ કરવા માંગે છે. પ્રિયંકાએ કહ્યું હતું કે, મારા માટે સૌથી મહત્વપૂર્ણ પરિવાર છે, અને હું મારા પરિવારને આગળ વધારવા માંગુ છું, પણ અત્યારે યોગ્ય સમય નથી કારણ કે તે આખું વર્ષ વ્યસ્ત છે. તે પહેલા પ્રિયંકાએ કહ્યું હતું કે, ભગવાનના આશીર્વાદથી જ આ થશે.

હાલમાં જ ફોર્બ્સની લિસ્ટ આવી હતી, જેમાં પ્રિયંકાના પતિ નિક 20 માં નંબર પર છે. તેમણે બોલીવુડના ખેલાડી એટલે કે અક્ષય કુમારને પછાડી દીધા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અક્ષય કુમાર ફોર્બ્સની લિસ્ટમાં 52 માં નંબર પર છે અને તેમની કમાણી 364 કરોડ રૂપિયા છે. જયારે નિક પોતાના ભાઈઓ સહીત 20 માં નંબર પર છે. નિક બ્રધર્સની વાર્ષિક કમાણી 517 કરોડ રૂપિયા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.