PUBG : 45 દિવસ સુધી સતત પબજી રમવાથી કેવી રીતે થયું 20 વર્ષના યુવકનું મૃત્યુ.

આજના ડીઝીટલ યુગમાં સાયન્સ દ્વારા ઘણી સારી સારી સુવિધાઓ આપણેને પૂરી પાડવામાં આવી રહી છે અને તેની મદદથી આપણી ઘણી કામગીરી સરળ થઇ ગઈ છે અને તેનાથી આપણે ઘણા બધા ફાયદા મેળવી રહ્યા છીએ, અને સાથે સાથે તેના નુકશાન પણ સામે આવી રહ્યા છે.

જેમ કે મોબાઈલ દ્વારા નાના અને માસુમ એવા ઘણા બાળકોના ભવિષ્ય બગડી રહ્યા છે, જેમ કે આજના સમયમાં મોબાઈલ ઉપર ઘણી એવી ગેમો આવી રહી છે. જેની નાના બાળકોના મગજ ઉપર તેની ઊંડી અસર થાય છે. એવી જ એક ગેમ વિષે આજે અમે તમને જણાવીશું.

ભારતમાં પબજીને લઇને સમગ્ર વિશ્વની સરખામણીમાં સૌથી વધુ વિરોધ થઇ રહ્યો છે, પરંતુ તેમ છતાં તે પબજી રમવા વાળા લોકોની સંખ્યામાં ઘટાડો નથી થઇ રહ્યો. ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં પણ પબજી રમવાના ગુનામાં 16 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવ્યા છે, ત્યાં હવે સમાચાર છે કે તેલંગાનામાં 45 દિવસ સુધી સતત પબજી ગેમ રમવા થી એક 20 વર્ષનો યુવકનું મૃત્યુ થઇ ગયું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ યુવા તેલંગાનાના જગતિયાલ શહેરનો રહેવાસી એક શાળાનો વિદ્યાર્થી હતો અને તેની ઉંમર ફક્ત 20 વર્ષ હતી. તે 45 દિવસથી સતત પબજી ગેમ રમી રહ્યો હતો. સતત પબજી રમવાને કારણે તેની ગરદનમાં ભયંકર પીડા થઇ ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર દરમિયાન દરમ્યાન મૃત્યુ પામ્યો હતો.

ડૉક્ટર્સના માનવા મુજબ તે સતત ગેમ રમવાને કારણે કે તેની ગરદનની નસો ખરાબ થઈ ગઈ હતી, ત્યાં એક બીજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનું મૃત્યુ પબજી રમવાથી નહી, પણ એક બીમારીને કારણે થયું છે.

બીજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના ગળામાં ગંભીર સંક્રમણ થયું હતું અને ઘણા સમયથી તેની સારવાર પણ ચાલી રહી હતી અને તેના કારણે તે મૃત્યુ પામ્યો હતો અને નહિ કે પબજી રમવાથી. આ કેસ ઉપર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.

નોંધનીય છે કે પબજીથી લઇને ભારતમાં ઘણા મોટા બનાવો થઇ ગયા છે. જેમાં પિતાના ખાતા માંથી 50 હજાર રૂપિયા ગુમ કરવાથી લઇને પબજી માટે મોબાઈલ ન મળવા ઉપર આત્મહત્યા સુધીની ઘટનાઓ રહેલી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.