પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

રિયા ચક્રવર્તીએ 5 વખત પૂજા-પાઠના નામથી કાઢ્યા હતા પૈસા, પરિવારનો દાવો : પૈસાનો ઉપયોગ સુશાંત પર મેલીવિદ્યા માટે કરવામાં આવ્યો.

સુશાંત રાજપૂત અને રિયા ચક્રવર્તી દોઢ વર્ષ સુધી સંબંધમાં રહ્યા. અભિનેતાના કૂક અને બોડીગાર્ડનો દાવો છે કે ડિસેમ્બરમાં આ કપલ યુરોપ ફરવા ગયું હતું, ત્યાંથી પરત ફર્યા બાદ સુશાંતની તબિયત લથડી હતી.

સુશાંતના બેંક સ્ટેટમેન્ટ અનુસાર, 90 દિવસમાં બેલેન્સ 4.64 કરોડ રૂપિયાથી ઘટીને 1.4 કરોડ રૂપિયા રહ્યું હતું.

ખાતામાંથી મોટાભાગના નાણાંનો ઉપયોગ રિયા ચક્રવર્તીના મેકઅપ, ખરીદી અને તેના ભાઈના ખર્ચ ઉપર થયા હતા

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લઈને આંચકો લાગે, તેવો ખુલાસો થયો હતો. કોટક મહિન્દ્રા બેંક તરફથી અભિનેતાના ખાતાની વિગતો બહાર આવી છે, જે મુજબ 5 વખત પૂજા પાઠ માટે લગભગ 3 લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. પંડિતને પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સુશાંતના કુટુંબે આરોપ લગાવ્યો છે કે રિયાએ આ પૈસાનો ઉપયોગ અભિનેતા ઉપર મેલી વિદ્યા માટે કર્યો હતો.

કોટક મહિન્દ્રા બેંકમાંથી સુશાંતના ખાતામાંથી જે કાગળ આવ્યો છે, તેમાંથી 2019 માં 14 અને 22 જુલાઈના રોજ, ત્યાર પછી 2, 8 અને 15 ઓગસ્ટના રોજ સુશાંતના કાર્ડથી પૂજા પાઠની સામગ્રી માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ પછી કોઈ નાણા આવા કામ માટે ઉપાડવામાં આવ્યા ન હતા. અહેવાલમાં તારીખ વાઈઝ પાંચ વખતની માહિતી પણ આપવામાં આવેલી છે. જે નીચે મુજબ છે :-

તારીખ 14 જુલાઈ 2019 – 45 હજાર રૂપિયા (પૂજાની વસ્તુ માટે)

22 જુલાઈ 2019 – 55 હજાર રૂપિયા (પૂજાની વસ્તુ માટે)

22 જુલાઈ 2019 – 36 હજાર રૂપિયા (પૂજાની વસ્તુ માટે)

2 ઓગસ્ટ 2019 – 86 હજાર રૂપિયા (પૂજાની વસ્તુ માટે)

8 ઓગસ્ટ 2019 – 11 હજાર રૂપિયા (પંડિતની દક્ષિણા)

15 ઓગસ્ટ 2019 – 60 હજાર રૂપિયા (પૂજાની વસ્તુ માટે)

90 દિવસમાં 3.24 કરોડ રૂપિયાની લેવડ-દેવડ

14 ઓક્ટોબર, 2019 ના રોજ સુશાંતના બેંક ખાતામાં 4.64 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું, જે ફક્ત 90 દિવસમાં ઘટીને 1.4 કરોડ રૂપિયા થઇ ગયું હતું. જે પૈસા સુશાંતના ખાતામાંથી ઉપાડ્યા અથવા ટ્રાન્સફર થયા, તેનો મોટા ભાગે ઉપયોગ રિયા ચક્રવર્તી અને તેના કુટુંબીજનો માટે કરવામાં આવ્યો. કેટલાક ખર્ચની વિગતો નીચે મુજબ છે :-

14 ઓક્ટોબર 2019 નું બેલેન્સ 4.64 કરોડ રૂપિયા.

14 ઓક્ટોબર 2019ના રોજ રિયાના ભાઈ શોવિકના ખાતામાં 81,901 રૂપિયા ટ્રાન્સફર થયા.

15 ઓક્ટોબર 2019ના રોજ 4.7 લાખ રૂપિયા રિયાના ભાઈ શોવિકના હોટલ ખર્ચ માટે મોકલવામાં આવ્યા.

15 ઓક્ટોબર 2019 ના રોજ 4.3 લાખ રૂપિયા દિલ્હીની હોટલ તાજમાં રહેવા માટે મોકલવામાં આવ્યા.

16 ઓક્ટોબર 2019 ના રોજ રિયા અને શોવિકની દિલ્હીની વિમાનની ટિકિટ માટે 76 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા.

તેની આગળના થોડા દિવસો માટે થોડી થોડી રકમ દ્વારા લાખો રૂપિયા લેવડ-દેવડ થઇ.

14 નવેમ્બર 2019 ના રોજ રિયાના નામે દોઢ લાખ રૂપિયાની લેવડ-દેવડ થઈ.

20 અને 21 નવેમ્બર 2019 ના રોજ રિયાના મેકઅપની અને ખરીદી ઉપર 75 હજાર રૂપિયા ખર્ચ થયો.

24 નવેમ્બર 2019 ના રોજ રિયાની ખરીદી ઉપર 22,220 રૂપિયા ખર્ચ થયો.

25 નવેમ્બરના રોજ આ ખાતામાંથી રિયાના ભાઈની ટ્યુશન ફી ચૂકવવામાં આવી.

સુશાંતના ખાતા માંથી ઘણી લેવડ-દેવડ થઇ, જે રિયા અને તેના કુટુંબના સભ્યોના નામ ઉપર હતી. એક મોટી એવી રોકડ રકમ પણ ઉપાડવામાં આવી હતી, પરંતુ તેનું કારણ જાણી શકાયું નથી. પૈસાનો મોટો ભાગ સુશાંતના અંગત ખર્ચ અને કરની ચૂકવણી માટે થયો હતો. 1.5 કરોડ રૂપિયાથી વધુની ચુકવણી તેમણે જીએસટી તરીકે કરી હતી.

કુટુંબની રજૂઆત – આર્થિક લેવડ-દેવડની તપાસ કરવામાં આવે

સુશાંતના કુટુંબનો દાવો છે કે અભિનેતાના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની લેવડ-દેવડ રિયા અને તેના નજીકના લોકો માટે થઇ. તેમના વકીલ વિકાસસિંહે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસે સુશાંતની નાણાંકીય લેવડ-દેવડની તપાસ કરવી જોઈએ. સુશાંત સંપૂર્ણપણે રિયાના નિયંત્રણમાં હતો. તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ રિયા કરતી હતી. “જો કે, રિયા કહે છે કે તે અને સુશાંત લિવ-ઇનમાં હતાં. તેની સામે લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે.

સુશાંતનો સીએનો દાવો – અભિનેતાના ખાતામાં 15 કરોડ રૂપિયા ન હતા

તાજેતરમાં સુશાંતના સીએ સંદીપ શ્રીધરે તેના કુટુંબના આક્ષેપો નકારી કાઢ્યા હતા. શ્રીધરે કહ્યું હતું, સુશાંત સામાન્ય લોકોની જેમ ખરીદી, ભાડા અને બીજી વસ્તુઓ જેવી કે સાથે સાથે મુસાફરીમાં ખર્ચ કરતો હતો. તેની આવક એટલી ન હતી જેટલો દાવો કરવામાં આવી રહ્યો છે. પાછલા એક વર્ષથી તેની કમાણી ઓછી થઈ ગઈ હતી. “જો કે અહેવાલો અનુસાર એક વર્ષ પહેલા સંદીપ શ્રીધરને રિયાના ભાઈએ જ સુશાંતને ત્યાં નિમણૂક કરાવ્યો હતો.”

ઇડીએ કેસ નોંધી તપાસ શરૂ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ 31 જુલાઇના રોજ રિયા ચક્રવર્તી સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. અહેવાલો મુજબ આવતા અઠવાડિયે તેને સમન્સ પાઠવવામાં આવશે. રિયાની શંકાસ્પદ વ્યવહાર અંગે પૂછપરછ કરવામાં આવશે. આ સાથે જ તેમના ખર્ચા, કંપનીઓ અને બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે.

શું છે સુશાંતના પિતાનો આરોપ?

25 જુલાઈના રોજ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આમાં તેમણે ઘણા આક્ષેપો કર્યા. તેમાંના એકમાં તેમણે દાવો કર્યો છે કે સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા અને છેલ્લા એક વર્ષમાં તેમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. જે જગ્યાએ આ પૈસા સ્થાનાંતરિત થયા હતા તેની સાથે તેમના પુત્રને કોઈ સંબંધ ન હતો. સિંહે તમામ ખાતાઓની તપાસની માંગણી કરી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.