આ મંદિરમાં પ્રવેશવા પુરુષ બની જાય છે મહિલા જાણો આ અનોખા ભારત નું રહસ્ય

આ મંદિરમાં પ્રવેશ કરતા જ પુરુષ બની જાય છે મહિલા, કારણ છે ચોંકાવનારૂ

દેશમાં તમામ એવા મંદિરો છે જેની માન્યતાઓ, પૂજાની વિધિઓ અને તેમની પરંપરા જુદી જુદી છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મંદિરમાં પૂજા કરવા માટે તમારી જાતને બદલવી પડે. એટલે કે પુરુષને સ્ત્રી બનવું પડે. હિંદુ દેવી દેવતાઓના મંદિરોમાં મહિલાઓ સાથે જોડાયેલ પણ થોડા નિયમ કાયદા પહેલાથી જ છે. અમે આજે તમને એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં પુરુષોને પ્રવેશ કરવો, પૂજા કરવાની મનાઈ છે. જો પૂજા કરવાની ઈચ્છા હોય તો પુરુષને પહેલા સ્ત્રી બનવું પડે છે.

મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓનો વેશ ધારણ ફરજીયાત

આ નિયમ સાંભળીને તમે પણ અમારી જેમ ચોંકી ઉઠ્સો, કે છેવટે આ કેવો વિકટ નિયમ છે. જેના માટે લોકોને પુરુષમાંથી મહિલા બનવું પડે છે. તો તમને જણાવી આપીએ કે દક્ષીણ ભારતમાં એક મંદિર છે જ્યાં મહિલાઓ જ પૂજા થઇ શકે છે. કેરળના ‘કોટનકુલગરા શ્રીદેવી મંદિર માં થતા ખાસ તહેવારમાં માન્યતા છે કે પુરુષ સાચા દિલથી દેવીની પૂજા કરે છે, તો તેની તમામ મનોકામના પૂરી થાય છે.

પણ શરત એવી છે કે પુરુષને મહિલાનું રૂપ ધારણ કરવું પડે છે. કોત્તાનકુલાગરા દેવી મંદિર આખા દેશમાં એટલા માટે પ્રખ્યાત છે. ખાસ કરીને આ મંદિર નો રીવાજ છે કે તેમાં પૂજા કરવા માટે માત્ર મહિલાઓ જ જઈ શકે છે. પુરુષોના પ્રવેશની શરત છે કે તેમણે મહિલા માંથી પુરુષ બનવું પડે છે. પુરુષ ત્યારે મંદીરની અંદર જઈ શકે છે જયારે સંપૂર્ણ રીતે મહિલાઓનો વેશ ધારણ કરે.

મહિલાઓની જેમ સોળે શણગાર કરે છે પુરુષ

આ કોત્તાનકુલાગરા શ્રીદેવી મંદિરમાં દર વર્ષે ચામ્યવિલકકું તહેવાર મનાવવામાં આવે છે. જેમાં દેવીની પૂજા કરવા માટે પુરુષ પહોચે છે. કોત્તાનકુલાગરા દેવી મંદીરમાં પુરુષો માટે એક જુદો ભાગ પણ છે. જ્યાં કપડા અને મેક અપ ની વ્યવસ્થા છે. મંદીરમાં પ્રવેશ પહેલા બધા પુરુષ સાડી અને ઘરેણા જ નથી પહેરતા પણ પૂરો સોળે શણગાર કરે છે. ખાસ વાત એ છે કે આવી રીતે મહિલા બનવાની પ્રથા પછી પણ અહિયાં પુરુષોની સારી એવી ભીડ રહે છે અને પુરુષ મોટી સંખ્યામાં ખાસ પૂજામાં ભાગ લે છે. તેમાં પુરુષ ન માત્ર સાડી પહેરે છે કે ખાસ લીપ્સ્ટીક અને વાળમાં ગજરો પણ લગાવે છે. સંપૂર્ણ રીતે શણગાર કર્યા પછી જ તેને મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવે છે. આ મંદીરમાં ટાંસજેન્ડર પણ આવે છે.

આવી છે જૂની માન્યતા

મુની માન્યતા મુજબ અમુક ચરવાવાળાઓએ જયારે આ મુર્તીને પહેલી વખત જોઈ તો તેમણે મહિલાઓના કપડા પહેરીને પથ્થર ઉપર ફૂલ ચડાવેલ હતા. જેનાથી ત્યાં એક દિવ્ય શક્તિ પ્રગટ થઇ હતી. ત્યાર પછી જ તે સ્થાનને મંદિર તરીકે આપવામાં આવેલ. એક માન્યતા એ પણ છે કે અમુક લોકો પથ્થર ઉપર નારીયેલ ફોડી રહ્યા હતા અને તે દરમિયાન પથ્થર માંથી લોહી નીકળવા લાગી ગયું. ત્યાર પછી અહીયાની પૂજા થવા લાગી.

કોત્તાનકુલાગરા શ્રીદેવી મંદિર કેરળનું એક એવું મંદિર છે જેની ઉપર છત નથી બનેલ. લોકો મુજબ મંદીરમાં સ્થાપિત દેવીની મૂર્તિ પોતાની જાતે જ ઉત્પન થયેલ હતી. એક વખત અમુક લોકોએ અહિયાં એક પથ્થર ઉપર નારીયેલ ફોડ્યું હતું, જેનથી અહિયા લોહીની ધારા નીકળી પડી હતી. ત્યાર પછી આ સ્થળને મંદિર નું સ્વરૂપ આપી દેવામાં આવેલ.