પુરુષ હોવાને નાતે અંડરવેયર વિષે તમને પણ આ વાતો ખબર હોવી જોઈએ જાણી લો ખાસ વાત

અંડરવેયર એટલે જાંગીયા કે પેન્ટની નીચે પહેરવામાં આવતું વસ્ત્ર છે, જેની ઉપર પહેલા કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું ન હતું. પણ ઝડપથી ગલેમરાઈઝ થવાથી સમાજમાં અંડરવેયર ની પસંદગી અને પહેરવામાં ઘણો ફેરફાર આવેલ છે. આમ તો અંડરવેયર એક રીતે આરોગ્ય સાથે પણ જોડી શકાય છે, તેની પસંદગીમાં રસ હોવો ખોટું પણ નથી.

ઘણા લોકોનું માનવું છે કે અંડરવેયરની પસંદગી પુરુષ પ્રજનન ક્ષમતાને અસર કરે છે, પણ શું પુરુષોના ખિસ્સા અને તેમના જાંગીયા વચ્ચે પણ કોઈ સબંધ હોઈ શકે છે? અમને તો ખબર નથી, પણ અમેરિકાના વિદ્વાન અર્થશાસ્ત્રી એલન ગ્રીનસ્પેન એ ક્યારેક કહ્યું હતું કે અર્થવ્યવસ્થાના આરોગ્યનો અંદાજ પુરુષોના જાંગીયાના વેચાણથી લગાવી શકાય છે. ઠીક છે જે પણ હોય અંડરવેયરનું રહ્સ્ય આજ ના સમયમાં એક ખાસ મહત્વ છે, જેની સાથે જોડાયેલ ઘણી બાબતોની આપણને માહિતી હોવી જોઈએ, તો આવો આજે અંડરવેયર અને તેની સાથે જોડાયેલ શોધ વિષે વાત કરીએ

જાંગીયાની બાબતમાં આપણા જ્ઞાનવર્ધન કરે છે.

અંડરવેયરની પ્રજનન ક્ષમતા ઉપર અસર?

શોધમાં જણાવેલ છે કે ઘણા ઊંચા તાપમાન શુક્રાણુ માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. અને બની શકે છે કે આ કારણે હાલમાં જ પુરુષોના શુક્રાણુઓની સંખ્યા કે એકાગ્રતા માં ઉણપ ના ડર થી અંડરવેયર પહેરવાથી બચવા માટે કહેવામાં આવેલ છે. આમ તો હાલ માં જ બે અધ્યયનો મુજબ અંડરવેયરની પસંદગીથી આ વાત ઉપર કોઈ ફરક પડતો નથી.

ટાઈટ અંડરવેયર છોડો, નહી તો થઇ શકે છે નપુંસક :

શોધ

ફ્રાન્સમાં થયેલ એક શોધમાં જણાવવામાં આવેલ હતું કે ૧૯૯૦ ના દશકા પછી આખા વિશ્વમાં સ્પર્મ કાઉંટ એટલે કે પ્રતિ મી.લિ. વીર્યમાં શુક્રાણુઓ ની સંખ્યા ઘટી ગઈ છે. એટલું જ નહિ તે દરમિયાન શુક્રાણુઓની ગુણવત્તામાં પણ ઉણપ આવેલ. આ શોધમાં જાણવા મળેલ છે કે ૧૯૮૫ થી ૨૦૦૫ વચ્ચે પુરુષોમાં સ્પર્મ કાઉંટમાં ૩૦ ટકા સુધીની ઉણપ નોંધાયેલ છે. શોધ મુજબ સ્વસ્થ શુક્રાણુ પણ હાલમાં સરળતાથી નથી મળી શકતા. ફ્રાંસના શોધકોનું કહેવું હતું કે ફ્રેંચી અંડરવેયર પહેરવાવાળા ઉપર તેની અસર વધુ પડે છે.

ફ્રાંસના પુરુષોમાં સ્પર્મ કાઉંટ એક તૃતીયાંશ ઘટાડો જોવા મળેલ. શોધકર્તાઓ એ તેની પાછળ લગભગ ખાવા પીવા, ડાયેટિંગ અને ટાઈટ ફીટીંગ કપડા પહેરવા વગેરેને મોટા કારણો દર્શાવ્યા છે. તેમના મુજબ ખાસ કરીને ટાઈટ અંડરવેયર પહેરવાથી વીર્ય ઉપર અસર પડે છે.

અંડરવેયર માટે મહિલાઓ ઉપર વધુ વિશ્વાસ

એક અધ્યયનમાં એ વાત સામે આવેલ હતી કે બ્રિટેન માં દર ત્રણ માં એક પુરુષ અંડરવેયર ની ખરીદી માટે પોતાની માં, પત્ની કે મહિલા મિત્ર ઉપર વિશ્વાસ કરે છે. સ્ટાઈલ અધ્યયન મુજબ મહિલાઓ નક્કી કરે છે બ્રિટીશ પુરુષ કેવી સ્ટાઈલની અંડરવેર પહેરે. આ અધ્યયન સેન્સબરી દ્વારા કરવામાં આવેલ હતું. સેન્સબરીના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે અનુભવ કરેલ કે છેલ્લા થોડા વર્ષોમાં પુરુષોના અંડરવેયરના વેચાણમાં ૩૦ ટકાનો વધારો નોંધવામાં આવેલ છે. અમારા સ્ટોરોએ અમને જણાવેલ કે ‘મહિલાઓ પોતાના જીવનસાથીઓ કે મિત્રો માટે અંડરવેયર શોધે છે.’

સિન્થેટીક અંડરવેયર પહેરવી

આપણે બધા જાણીએ છીએ કે જનનાંગો ની સ્વચ્છતા ઉત્તમ આરોગ્ય માટે ખુબ આધાર રાખે છે. કેમ કે સેન્થેટીક અંડરવેયર જલ્દી સુકાતી નથી, જેથી પરસેવાને કારણે જ ત્યાં યીસ્ટ ઇન્ફેકશન, ભીનાશ ને કારણે જ ખંજવાળ થવી દુર્ગંધ આવવાનો ભય હમેશા રહે છે. હા ક્યારે ક્યારે સેન્થેટીક અંડરવેયર પહેરવામાં કોઈ વાંધો નથી, પણ રોજ પહેરવા માટે સુતરાઉ અંડરવેયર ની જ પસંદગી કરવી જોઈએ.

બધું મળીને વાત એટલી છે કે સુતરાઉ અંડરવેયર આરોગ્ય ની દ્રષ્ટીએ પણ અને પહેરવામાં પણ આરામદાયક હોય છે તો પુરુષોને જરૂરી છે કે સામાન્ય રીતે કાયમ માટે સુતરાઉ અંડરવેયર જ પહેરો. હા ક્યારે ક્યારે ખાસ સમયે સ્ટાઇલીશ સેન્થેટીક અંડરવેયર પહેરવામાં કોઈ વાંધો નથી.

અને આ બધા કરતા હેલ્ધી રીત છે જે વર્ષો થી પહેરવામાં આવે છે તે છે લંગોટ જો તમે ઈચ્છો તો લંગોટ પણ પહેરી શકો છો. લંગોટ ની પણ ફેશન છે પણ હમણા ભારત માં છે જ્યારે વિદેશી લોકો પહેરવાનું શરુ કરશે એટલે પછી આપણે શરુ કરીશું. પણ જો તમે આજેજ લંગોટ પહેરવા માંગતા હોય તો નીચે વિડીયો થી શીખી શકો છો

વિડીયો