પુરુષોની દાઢીમાં રહે છે કુતરાના વાળથી વધુ ઘાતક બેકટેરીયા.

આજ કાલના લોકો ઘણા પ્રકારના શોખ ધરાવતા હોય છે, પરંતુ તે શોખ કરવાની સાથે તેની કાળજી પણ ઘણી જ જરૂરી છે, જો તેની કાળજી ન રાખવામાં આવે તો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તાજેતરના દિવસોમાં દાઢી વધારી રાખવી “મર્દાનગી” દેખાડવાનો નવો શોખ બની ગયો છે. રસ્તા પર દેખાય તેમાં દરેક માંથી 5 મો વ્યક્તિ દાઢી વધારી બેઠા છે. સાથે સાથે દાઢીની સાર સંભાળ પણ થઇ રહી છે.

પણ એક રીસર્ચ રીપોર્ટ એવી આવી છે, જેના વિષે જાણીને આજે જ અસ્ત્રો લઈને બેસી જશો. સ્ટડી રીપોર્ટ મુજબ, પુરુષોની દાઢીમાં કુતરાઓના વાળથી પણ વધુ ઘાતક બેક્ટેરિયા મળ્યા છે. આ બેક્ટેરિયા માણસને બીમાર અને ખુબ બીમાર બનાવી શકે છે.

લીધા 18 પુરુષ અને 80 કુતરાઓના સેમ્પલ :-

સંસોધન એ જાણવા માટે કર્યુ હતું કે માણસોને પણ કુતરાઓ માંથી ઉત્પન્ન થતા રોગનો ખતરો છે? ‘ધ મેલ ઓન સંડે’ ની રીપોર્ટ મુજબ, તેની તપાસ માટે એમઆરઆઈ સ્કેનરનો ઉપયોગ કર્યો. 18 દાઢી વાળા માણસોના સેમ્પલ લીધા હતા, જયારે 30 કુતરાઓના ગળાના વાળનું સેમ્પલ પણ લુધુ. વિજ્ઞાનીઓએ તારવ્યુ કે માણસોની દાઢીમાં મળતા માઈક્રોબ્સનું સ્તર કુતરાઓના વાળોની સરખામણીમાં વધારે છે.

‘તો કુતરા વધુ સાફ સફાઈ વાળા થયા’

સ્વિત્ઝરલેન્ડના Hirslanden Clinic ના પ્રોફેસર Andreas Gutzeit કહે છે, ‘શોધ કર્તાઓના કુતરાઓની વાળની સરખામણીમાં પુરુષોની દાઢી માંથી દીધેલા નમૂનાઓમાં ઘણા વધારે જીવાણું મળ્યા. આ અધ્યયનના આધાર પર અમે એ કહી શકીએ છીએ કે કુતરાઓ પુરુષોની સરખામણીમાં વધુ સાફ સફાઈ વાળા છે.

મળ્યા માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક જીવાણું :-

સંસોધાનામાં સમાવિષ્ટ બધા 18 પુરુષ જે 18 થી 76 વર્ષની ઉંમરના હતા. સાત પુરુષોના સેમ્પલમાં માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક જીવાણું દેખાયા. જયારે 30 કુતરાઓના સેમ્પલ માંથી 20 માં મોટી માત્રામાં બેક્ટેરિયા મળ્યા.

પણ તેમણે આપ્યું કઈક અલગ જ તર્ક :-

બીયર્ડ લીબરેશન ફ્રંટની ફાઉન્ડર ફીથ ફ્લેટ આ રીસર્ચ રીપોર્ટ સાથે સહમત નથી. તે કહે છે, ‘દાઢી વિધે સતત નકારાત્મક કિસ્સા આવતા રહે છે. આ બીજું કઈ નહિ, બસ પોગોનોફોબીયા (દાઢીનો ડર) છે.’

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી નવભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.