પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાટૅર ૯૫ વર્ષની ઉંમરમાં પણ ગરીબો માટે ઘર બનાવડાવી રહ્યા છે જાણો વિગત.

જોર્જીયા – ૧૯૭૭ થી ૧૯૮૧ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલ જિમી કાર્ટર મંગળવારે ૯૫ વર્ષના થઈ ચૂક્યા છે. આ અવસરે એમણે પોતાના જોર્જીયા સ્થિત ઘર પર કોઈ આયોજન કર્યું નહિ. જિમી આ ઉંમરમાં પણ થાક્યા વગર ગરીબોનું જીવન સરળ બનાવવા કામ કરી રહ્યા છે. તે અને તેમની પત્ની રોજલીન અમેરિકા, એશિયા અને આફ્રિકા સહિત ઘણા દેશોમાં પાછલા ૩૬ વર્ષથી હઝારો ગરીબ લોકોને ઘર અપાવી ચુક્યા છે. કાર્ટર પોતાના જન્મદિવસ કામથી આગળના અઠવાડિયે નૈશવિલેમાં માનવતા માટે આશ્રય નામથી એક કાર્યક્રમમાં શામિલ થશે.

૧ ઓક્ટોબર ૧૯૨૪ જે જન્મ લેનાર કાર્ટર આજે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમર સુધી જીવિત રહેનાર રાષ્ટ્રપતિ છે. એમના પહેલા જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશના નામ પર આ રેકોર્ડ હતો. બુશનું ગયા વર્ષે નવેમ્બરમાં ૯૪ વર્ષ ૧૭૧ દિવસની ઉંમરમાં નિધન થયું છે. કાર્ટરે આ વર્ષે માર્ચ મહિનામાં જ બુશના રેકોર્ડને પાછળ પાડી દીધો છે.

કસ્બામાં ફિઝિશિયન હતો નહિ. જીમીએ ક્લીનિક ખોલાવડાવ્યું.

૧. નોબેલ પુરસ્કાર જીતનાર થોડા અમેરીકી રાષ્ટ્રપતિઓમાં કાર્ટરનું નામ શામેલ છે. હાલમાં જ એક નાના કસ્બામાં એક નવું હેલ્થ ક્લીનિક શરૂ કર્યું હતું, કેમ કે આ શહેરમાં ઘણા મહિનાઓથી કોઈ ફિઝિશિયન હતા નહિ , આટલું જ નહીં તેમના હોમ ટાઉનમાં અડધા લોકોને વીજળી ઉપલબ્ધ કરાવવા માટે પોતાની અંગત સંપત્તિને પણ સોલાર વીજળી ઘર બનાવવા આપી દીધું.

કાર્ટર દુનિયામાં પોતાના પ્રભાવથી ગરીબો માટે કામ કરાવે છે.

૨. કાર્ટરને ૨૦૧૬ માં ચોથા સ્ટેજનું કેન્સર થઈ ગયું હતું. તેમના ઈલાજ દરમિયાન પણ તેઓ પોતાનો સમય જરૂરિયાતમંદ લોકો માટે ઘર બનાવવાના કામ કરવામાં પસાર કરતા હતા. જો કે હવે તેમની આ બીમારી પુરી રીતે સારી થઈ ગઈ છે. કાર્ટર સેન્ટરના એક પ્રવક્તા એ જણાવ્યું કે કાર્ટર દુનિયામાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરી ગરીબો માટે કામ કરી રહ્યા છે. તેમણે હમણાં સુધી લાખો લોકો માટે ઘર ઉપલબ્ધ કરાવવા મદદ કરી ચુક્યા છે.

મુખ્ય મુદ્દા :

જિમી અને તેમની પત્ની રોજલીન ૩૬ વર્ષથી હજારો ગરીબોને ઘર અપાવી રહ્યા છે.

અમેરિકા, એશિયા અને આફ્રિકા સહિત ઘણા દેશોના નાગરિકોને મળી મદદ.

જિમી અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે ઉંમર સુધી જીવિત રહેવા વાળા રાષ્ટ્રપતિ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.