કિચનમાં આ રીતે રાખો તાવડી બદલી જશે તમારું નશીબ, ધનની ઉણપ પણ થશે નહિ

દરેક ઘરમાં તવાનો એટલે કે તાવડીનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે રસોડામાં ઉપયોગમાં લેવાતી સૌથી જરૂરી વસ્તુ હોય છે. તાવડી પર જ રોટલી બનાવવામાં આવે છે, જેનાથી ઘરના લોકોનું પેટ ભરાય છે. તમે કઈ રીતે તાવડીનો ઉપયોગ કરો છો એની સીધી અસર તમારા અને તમારા ઘરના સભ્ય પર પડે છે. જો તમે પોતાના ઘરમાં તાવડીને સારી રીતે રાખો છો, તો તમારા જીવનમાં ધન અને ખુશીઓની ક્યારેય કમી નહિ થાય. તાવડી રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે એને ગંદી રાખવાથી રાહુનો ખરાબ પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે.

રસોડામાં આ રીતે તાવડી રાખવાથી બદલાય જશે તમારું નસીબ :

હંમેશા સાફ તાવડીનો કરો ઉપયોગ :

તમે જયારે પણ રોટલી બનાવવા માટે રસોડામાં જાવ છો, તો તાવડીને સાફ કર્યા પછી જ એમાં રોટલી બનાવો. ઘણીવાર લોકો ગંદી તાવડી પર રોટલી બનાવે છે, જે એકદમ ખોટું હોય છે. એવી માન્યતા છે કે જો ગંદી તાવડી પર ખાવાનું બનાવવામાં આવે છે, તો એનો સીધો પ્રભાવ પતિના સ્વાસ્થ્ય પર પડે છે. તાવડીની જેમ જ હંમેશા સાફ કડાઈમાં જ ખાવાનું બનાવવું જોઈએ.

સવારે સૌથી પહેલા તાવડીને ધોઈ લેવી :

સવારે રસોડામાં ખાવાનું બનાવતા પહેલા તમારે તાવડીને જરૂર ધોવી જોઈએ. ભલે તે સાફ કેમ ન હોય પણ એકવાર ફરી ધોઈ લેવી જોઈએ. જો તમે સવારે ખાવાનું બનાવતા પહેલા તાવડી નહિ ધોવ, તો એની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે, અને ઘરમાં રાહુનો ખરાબ પ્રભાવ પણ પડે છે.

રાત્રે કયારેય પણ તાવડી ગંદી ન રાખવી :

રાત્રે જમવાનું બનાવ્યા પછી હંમેશા તાવડીને સાફ કરીને જ રાખવી જોઈએ. સાથે જ રસોડાને પણ રાત્રે ગંદુ રાખવું જોઈએ નહિ. રસોડાની સારી રીતે સફાઈ કર્યા પછી જ તમારે ઊંઘવું જોઈએ. આખી રાત રસોડામાં ગંદી તાવડી રહેવાથી એની અસર ઘરની શાંતિ પર પડે છે અને ઘરમાં લડાઈ થવા લાગે છે.

તાવડી પર નાખો મીઠું :

સવારે તાવડી સાફ કર્યા પછી તમે સૌથી પહેલા તાવડીને હલકી ગરમ કરી એમાં થોડું મીઠું નાખો. પછી એ મીઠાને થોડું શેકી લો. ત્યારબાદ તમે સ્વચ્છ કપડું લઈને તાવડીને સાફ કરી દો. એવું કર્યા પછી જ તમે તાવડી પર રોટલી બનાવો. તેમજ તાવડી પર બનેલી પહેલી રોટલીને તમે કોઈ પ્રાણીને ખવડાવી દો. અને જયારે તમે તાવડી પર મીઠું નાખો તો એ વાતનું ધ્યાન રહે કે, મીઠાની સાથે અન્ય કોઈ મસાલો અથવા લાલ મરચું ન હોય. આ ટોટકો કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઇ જશે અને ઘરમાં શાંતિ બની રહેશે.

છુપાવીને રાખો તાવડી :

જયારે તમે તાવડીનો ઉપયોગ નથી કરી રહ્યા, ત્યારે એને કોઈ એવી જગ્યા પર મુકો કે જ્યાં કોઈ બીજાની તેમજ તમારી નજર પણ એની(તાવડી પર) ઉપર ન પડે. એની સાથે જ તાવડીને કયારેય પણ તમારે ઊંધી કરીને મુકવાની નથી. રસોડામાં ઊંધી તાવડી મુકવાથી ઘરમાં લડાઈ ઝગડા થાય છે અને ઘરની શાંતિ દૂર થઇ જાય છે.

ગરમ તાવડી પર પાણી ન નાખો :

હંમેશા લોકો રાંધવાનું પૂરું થયા પછી ગરમ તાવડીને સીધી ધોવા માટે મૂકી દે છે, અને એને ઠંડી કરવા માટે એના પર પાણી નાખે છે. જે એકદમ ખોટી રીત છે. એવું કહેવામાં આવે છે કે ગરમ તાવડી પર પાણી નાખવાથી જે અવાજ આવે છે તે શુભ નથી હોતો, અને એને લીધે તમારા જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે.

જેટલી થઇ શકે એટલી તાવડીને સાફ રાખો :

તમારી તાવડી જેટલી ચમકતી હશે એટલું સારું તમારું નસીબ પણ ચમકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે તાવડીને હંમેશા સારી રીતે ઘસીને સાફ કરો, અને એને સાફ કરતા સમયે લીંબુનો ઉપયોગ કરો. એટલે એ વધારે માં વધારે ચમકે. અને તમે એ વાતનું પણ ધ્યાન રાખો કે એને સાફ કરતા સમયે કોઈ ધારદાર કે અણીદાર વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે એની પર ઉઝરડા પાડવાથી તમારા નસીબ પર ખરાબ પ્રભાવ પડે છે.