આ 10 સવાલોના જવાબ આપીને તમારું જ્ઞાન ચકાશો, અને ચેક કરો કે તમે આપણી સંસ્કૃતિ અને આપણાં શસ્ત્રો વિષે કેટલું જાણો છો?

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, અમે તમારા માટે ઘણા અલગ અલગ પ્રકારના લેખ, ન્યુઝ, કુકીંગ રેસિપી, જાણવા જેવી વાતો, કોયડા વગેરે લઈને આવતા રહીએ છીએ. એવામાં આજે અમે તમારા માટે અમુક એવા પ્રશ્નો લઈને આવ્યા છીએ જે આપણા દેશ, આપણી સંસ્કૃતિ અને આપણા શાસ્ત્રો સાથે જોડાયેલા છે.

આ પ્રશ્નો આપણા અમૂલ્ય વારસામાંથી લેવામાં આવ્યા છે. આપણે બાળપણથી જ આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોના પાઠ સાંભળતા આવ્યા છીએ. તો એવામાં તમારા માટે આ પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ નહિ હોય. આ સવાલ-જવાબની નાનકડી રમતથી તમે તમારું જ્ઞાન ચકાશી શકશો. મિત્રો નીચે કેટલાક પ્રશ્નો છે જેના જવાબ તમારે આપવાના છે.

આ પ્રશ્નોના જવાન આમ તો નીચે આપવામાં આવ્યા જ છે, પણ તમે પહેલા તમારી રીતે તેના જવાબ મનમાં વિચારી રાખો અને પછી અંતમાં તેની સરખામણી કરો કે તમારા કેટલા જવાબ સાચા છે અને કેટલા ખોટા. તો ચાલો શરૂ કરીને આજની રમત.

પ્રશ્ન 1 : ડો.આંબેડકરે ભારતની કઈ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની ભલામણ કરેલી?

પ્રશ્ન 2 : કાલયવન નામનો રાક્ષસ પાછળ પડેલો ત્યારે કૃષ્ણ તેનાથી ભાગીને સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ છુપાયેલા?

પ્રશ્ન 3 : વિશ્વનું સૌથી મોટું મંદિર કયું છે અને ક્યાં આવેલું છે?

પ્રશ્ન 4 : રામાયણની સૌ પ્રથમ કથા કોણે કોને કહી હતી?

પ્રશ્ન 5 : બુદ્ધ ભગવાનને જ્ઞાન ક્યાં અને કયા વૃક્ષ નીચે પ્રાપ્ત થયું હતું?

પ્રશ્ન 6 : શ્રીમદ્ ભગવદ્ ગીતાનું બીજું નામ શું છે?

પ્રશ્ન 7 : શ્રીમદ્દ ભાગવતમહાપુરણની સૌ પ્રથમ કથા કોણે કોને કયા સ્થળે કરી હતી?

પ્રશ્ન 8 : રામાયણમાં યુદ્ધ પહેલાં વાનર સમૂહની ઓળખ કરાવનારા મંત્રીનું નામ શું હતું?

પ્રશ્ન 9 : કવિ કાલિદાસ કોના રાજકવિ હતા?

પ્રશ્ન 10 : ‘અણીના સમયે મારી આપેલી શસ્ત્ર વિધા તું ભુલી જઇશ’ આ શ્રાપ કોણ કોને આપે છે?

ઉપરના પ્રશ્નોના જવાન નીચે આપવાના આવ્યા છે. તેની સાથે તમે તમારા જવાબ સરખાવી શકો છો.

જવાબ 1 : સંસ્કૃત.

જવાબ 2 : જુનાગઢ, મુચકુંદની ગુફા.

જવાબ 3 : અંગકોર વાટ મંદિર. આ મંદિર કંબોડિયામાં આવેલું છે.

જવાબ 4 : શિવજીએ પાર્વતીજીને.

જવાબ 5 : બોધી ગયામાં પીપળાના વૃક્ષ નીચે.

જવાબ 6 : ગીતોપનિષદ.

જવાબ 7 : નારાયણ ભગવાને બ્રહ્માજીને. સ્થળ : સાગરમાં.

જવાબ 8 : સારણ મંત્રી.

જવાબ 9 : ચંદ્રગુપ્ત દ્વિતીય (વિક્રમાદિત્ય).

જવાબ 10 : પરશુરામજીએ કર્ણને.

આ લેખ તમારા બીજા મિત્રો અને સંબંધીઓ સાથે શેયર કરો અને તેમની પણ પરીક્ષા લો કે તેમને કેટલું આવડે છે.