આર.માધવને શેયર કર્યો પત્ની સાથેનો એક જૂનો અને ક્યૂટ ફોટો, જેણે લોકોનું દિલ જીતી લીધું

લોકોનું દિલ જીતી રહ્યો છે આર. માધવન અને તેની પત્નીનો આ જૂનો ફોટો, ફોટામાં દેખાઈ રહ્યા છે એકદમ ક્યૂટ

કહેવાય છે કે, કોઈ કામને કરવા માટે કોઈ ખાસ સમયની જરૂર નથી પડતી. જ્યારે તમારું દિલ કરે ત્યારે તમે તે કામ કરી દો. જેવું કે અભિનેતા આર. માધવને કર્યું. આર. માધવને પોતાનો જૂનો ફોટો શેયર કરવા માટે થ્રો બેક થર્સડે (Throwback Thursday) ની રાહ જોઈ નહિ. તેમણે ગયા મંગળવારે જ એક એવો ફોટો શેયર કર્યો જેણે તેમના ફેંસનું દિલ ગદગદ કરી દીધું.

માધવને પોતાની પત્ની સાથેનો એક ફોટો શેયર કર્યો હતો. ફોટામાં બંને ઘણા સારા અને ખુશ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાના યાદગાર ફોટા શેયર કરતા માધવને લખ્યું કે, ‘ત્યારે મને ખબર હતી…. જે અત્યારે અમે જાણીએ છીએ.’ ફોટામાં માધવને નારંગી રંગની સ્લીવલેસ ટી-શર્ટ પહેરી છે. તેમજ સરિતા ટોપમાં ઘણી આકર્ષક દેખાઈ રહી છે.

માધવન અને સરિતાએ 1999 માં લગ્ન કર્યા હતા. હવે તેમનો 14 વર્ષની દીકરો વેદાંત પણ છે. માધવન ઘણીવાર પોતાની પત્ની અને દીકરા સાથે ફોટા શેયર કરીને ફેંસને સરપ્રાઈઝ આપતા રહે છે.

પત્ની સાથે માધવનનો આ ફોટો જોઈને ઘણા લોકો કપલ ગોલ વિષે વિચારવામાં લાગ્યા હશે, બરાબર ને? આમ તો આ ફોટો ખરેખર ક્યૂટ છે, જેમાં ફક્ત અને ફક્ત પ્રેમ છલકાઈ રહ્યો છે.

જો એમના અંગત જીવનની બીજી વાત કરીએ તો, તે અભિનેતા હોવાની સાથે સાથે તે લેખક, નિર્માતા અને ટીવી પ્રસ્તુતકર્તા છે. તે બે વાર હિંદી સિનેમામાં ફિલ્મફેયર એવોર્ડ જીતી ચુક્યા છે. સાથે જ તેમને તમિલનાડુ સ્ટેટ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.

વર્ષ 1997 માં માધવને પોતાના કરિયરની શરૂઆત એક ચંદનની ટીવી એડથી કરી હતી. એ પછી નિર્દેશક મણિ રત્નમે તેમને પોતાની એક ફિલ્મની ઓફર આપીને સ્ક્રીન ટેસ્ટ માટે કહ્યું, પણ પછીથી તેમને ફિલ્મમાંથી એ કહીને કાઢી મુકવામાં આવ્યા કે, તે રોલ માટે ફિટ નથી થતા. પછી માધવને નાના પડદાની મદદ લીધી અને ઘણા ટેલી શો માં કામ કર્યું.

લોકોને તેમનું કામ ઘણું પસંદ આવ્યું અને 1998 માં માધવન એક ઈંગ્લીશ ફિલ્મ ઇન્ફર્નોમાં ભારતીય પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળ્યા. પણ તેમને કોઈ ખાસ પ્રસિદ્ધિ નહિ મળી, અને ન તો તે દર્શકોની નજરમાં આવ્યા. ત્યારબાદ માધવને ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું. તેના માટે તેમને સાઉથ ફિલ્મ ફેયર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. માધવનને હિંદી ફિલ્મોમાં ઓળખ ‘રહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મથી મળી. જો કે ઘણા સમયથી તેમની કોઈ નવી હિંદી ફિલ્મ આવી નથી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.