જાણો ક્યાં થઇ હતી રાધા કૃષ્ણની પહેલી મુલાકાત, નઇ જાણતા હોય તેમના લગ્નની કહાની

પ્રેમને પારિભાષિત કરવા માટે રાધાકૃષ્ણ ઉપરાંત કોઈ બીજો શબ્દ કદાચ કોઈ મળી જ નથી શકતો. કૃષ્ણ ભગવાને કેટલા પણ ખેલ કેમ ન ખેલ્યા હોય, રાધા માટે તેમનો પ્રેમ નિસ્વાર્થ હતો. એવું માનવામાં આવે છે કે રાધાકૃષ્ણ બે નહિ એક જ હતા. માત્ર માનવ સમાજ માટે તે પુરુષ અને નારીના રૂપમાં હતા. અલૌકિક દ્રષ્ટિએ બન્ને એક હતા. પરંતુ લૌકિક દ્રષ્ટિમાં રાધા અને કૃષ્ણ પ્રેમી પ્રેમિકા હતા અને કૃષ્ણના પત્ની અને મહારાણી હતા રૂક્ષ્મણી.

આમ તો સાક્ષાત રૂપમાં ક્યાંય પણ કૃષ્ણ અને રાધાના લગ્નનું વર્ણન નથી કરવામાં આવતું. પરંતુ અલૌકિક રીતે બન્નેએ એક બીજા સાથે લગ્ન પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કેવી હતી રાધા કૃષ્ણની પહેલી મુલાકાત અને ત્યાર પછી કેવી રીતે થયા લગ્ન.

ઘોડિયામાં મળ્યા હતા રાધા-કૃષ્ણ :

ઘણા ઓછા લોકો તે વાત વિષે જાણતા હશે કે રાધા અને કૃષ્ણમાં રાધા કૃષ્ણથી પુરા ૧૧ મહિના મોટા હતા. તેમની પહેલી મુલાકાત તે દિવસે થઇ હતી જે દિવસે કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણના જન્મના દિવસે રાધા પોતાની માં કીર્તિ સાથે નંદગામ આવી હતી. તે સમયે ક્રષ્ણ ઘોડિયામાં ઝૂલી રહ્યા હતા અને ૧૧ મહિનાની રાધા પોતાની માં ના ખોળામાં બેઠી હતી. તેમના પ્રેમની શરુઆત તે દિવસથી થઇ ગઈ જે દિવસે બન્નેએ પહેલી વખત એક બીજાને જોયા હતા.

જેમ જેમ બન્ને મોટા થતા ગયા બન્નેમાં પ્રેમ વધતો ગયો. બન્ને સાથે સાથે રમતા અને સાથે સાથે ઘોડિયામાં ઝુલતા. રાધા કૃષ્ણના પ્રેમમાં એટલી દીવાની હતી કે કોઈ બીજાને નજીક જવા દેતી ન હતી. ત્યાં સુધી કે તેમણે એક વખત કૃષ્ણના પ્રેમની પરીક્ષા પણ લીધી હતી. આ પરીક્ષામાં તેમણે એક અગ્નિ કુંડ બનાવ્યો હતો. જેમાં તમામ ગોપીઓને કુદવાનું કહેવામાં આવ્યું હતું. રાધાએ કહ્યું કે જે તમારી સાથે વધુ પ્રેમ કરતી હશે તે અગ્નિમાં જ ભષ્મ થઇ જશે. બધી ગોપીઓ કુદે છે અને એક પણ બળતી નથી. તો કૃષ્ણ કહે છે કે આ ગોપીઓમાં તું છે રાધા. બીજા દરેક પ્રેમ કરવા વાળા જીવમાં તારો જ વાસ છે.

રાધા અને કૃષ્ણના લગ્ન :

તેમના લગ્ન પાછળની પણ એક વાર્તા છે. એક વખત નંદરાય બાળ કૃષ્ણને ખોળામાં લઇને ભાંડીર વન માંથી પસાર થઇ રહ્યા હતા. જયારે તે વનમાં આગળ જવા લાગ્યા તો અચાનક તેમની સામે એક જ્યોતિ પ્રગટ થઇ અને તે રાધાજી હતા. રાધાના દર્શન કરી નંદરાય આનંદમય બની ગયા. રાધાજીએ કૃષ્ણ માગ્યા તો તેમણે તરત સોંપી દીધા. રાધાજીના ખોળામાં આવતા જ કૃષ્ણ વયસ્ક રૂપમાં આવી ગયા. બ્રહ્મ દેવએ બન્નેના તરત લગ્ન પુરા કરાવી દીધા. ત્યાર પછી રાધા ફરી બાલિકા બની ગઈ અને કૃષ્ણ નંદરાયના ખોળામાં આવી ગયા.

સમાજ સામે રાધા કૃષ્ણ ક્યારે પણ પતિ પત્ની તરીકે નથી રહ્યા.

રાધા અને કૃષ્ણના પ્રેમનું વર્ણન જો કરવામાં આવે, તો ન જાણે કેટલી સદીઓ પસાર થઇ જશે. કૃષ્ણ ભગવાન હંમેશા રાધા રાણી સાથે પ્રેમ કરતા રહ્યા, અને તેમની છેલ્લી ઘડીમાં તેમના માટે વાંસળી પણ વગાડી અને જે ક્ષણે રાધાનો જીવ નીકળી ગયો, કૃષ્ણએ પણ પોતાની વાંસળી તોડી નાખી હતી.