વૃષભ રાશિમાં રાહુ 23 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, આવી રીતે દૂર કરો રાહુની અશુભતા

મિથુન રાશિ માંથી 23 સપ્ટેમ્બરે વૃષભ રાશિમાં થશે રાહુનું આગમન, રાહુની અશુભતા આવી રીતે કરી શકો દૂર. વૃષભ રાશિમાં રાહુનું ગોચર 23 સપ્ટેમ્બર 2020 થી શરૂ થવા જઈ રહ્યું છે. રાહુ અત્યારે મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મિથુન રાશિમાં પોતાની યાત્રા પુરી કર્યા પછી રાહુ વૃષભ રાશિમાં આવી જશે.

રાહુનો સ્વભાવ :

રાહુને વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. રાહુનું પોતાનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી, તેમ છતાં પણ જ્યોતિષ શાસ્ત્રમાં રાહુના પ્રભાવને ઓછો નથી આંકવામાં આવ્યો. કળિયુગમાં રાહુને વધારે પ્રભાવી માનવામાં આવ્યો છે. માન્યતા છે કે, રાહુ વ્યક્તિને જીવનમાં જયારે પણ કંઈક આપે છે, તો અચાનક આપે છે. લાભ આપે તો વ્યક્તિને રંકમાંથી રાજા બનાવી દે છે, તેમજ જયારે રાહુ અશુભ હોય તો રાજાને પણ એક ક્ષણમાં રંક બનાવી દે છે.

માન સમ્માન પણ અપાવે છે રાહુ :

રાહુ વિષે લોકો મોટાભાગે નકારાત્મક વાતો કરે છે, પણ જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને ફક્ત નુકશાન પહોંચાડનારો ગ્રહ જ નથી માનવામાં આવ્યો, રાહુ શુભ ફળ પણ આપે છે. જન્મ કુંડળીમાં જો રાહુ શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિના માન-સમ્માન અને ધન સંપત્તિમાં પણ વૃદ્ધિ કરે છે.

વૃષભ રાશિમાં રાહુનું ગોચર :

રાહુ 23 સપ્ટેમ્બર 2020 ના રોજ મિથુન રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં આવશે. રાહુ 23 સપ્ટેમ્બરે સવારે 8 વાગીને 20 મિનિટ પર વૃષભ રાશિમાં પોતાની યાત્રા શરૂ કરશે.

વૃષભ રાશિફળ :

વૃષભ રાશિમાં રાહુનું ગોચર બીજા ભાવમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્મ કુંડળીનો બીજો ભાવ ધન અને વાણીનો માનવામાં આવ્યો છે. રાહુના ધનના ભાવમાં ગોચર કરવાથી તે વૃષભ રાશિના લોકોની જમા મૂડી ઓછી કરી શકે છે. એટલા માટે રાહુના ગોચર કાળમાં ધનના વ્યયને લઈને સાવચેત રહેવાની જરૂર છે. ધન સાથે જોડાયેલ બાબતોમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નુકશાન પહોંચાડી શકે છે.

આ દરમિયાન રાહુ વાણીને દુષિત કરી શકે છે. જેના લીધે સગા સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. એટલા માટે જૂઠું બોલવાથી બચો. રાહુ તમને અજ્ઞાત ભય, માનસિક તણાવની સમસ્યા પણ આપી શકે છે. બીજાની વાતો પર સમજી વિચારીને વિશ્વાસ કરવો.

રાહુના ઉપાય : વૃષભ રાશિ વાળા રાહુની અશુભતાથી બચવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરો. ધન સંબંધિત મુશ્કેલીને દૂર કરવા માટે લક્ષ્મીની પૂજા કરો. ખોટી સંગત અને ખોટી આદતોથી દૂર રહો. જરૂરિયાતમંદ લોકોની મદદ અને દાન કરવાથી લાભ પ્રાપ્ત થશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.