23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.

રાહુ-કેતુના રાશિ પરિવર્તનના કારણે દરેક રાશિઓ પર પડશે તેની અસર, કેવી ઉથલપાથલ મચવાની છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુ-કેતુનું પરિવર્તન વ્યક્તિના જીવનમાં સૌથી વધુ અસર કરે છે. જાણો આ રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ ઉપર શું અસર પડશે તે જાણીએ.

રાહુ-કેતુનું 23 સપ્ટેમ્બરના રોજ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુ-કેતુનું પરિવર્તન વ્યક્તિના જીવનમાં સૌથી વધુ અસર કરે છે. શની પછી રાહુ-કેતુ જ એવા ગ્રહ છે, જે એક રાશિમાં લાંબો સમય સુધી એટલે કે 18 મહિના સુધી રહે છે. 23 સપ્ટેમ્બરના રોજ રાહુ વક્રી અવસ્થામાં મિથુનમાંથી વૃષભ રાશિમાં અને કેતુનું વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ થવા જઈ રહ્યું છે. કેતુ હાલમાં ધનુ રાશિમાં છે. જાણો આ રાશિ પરિવર્તનની તમામ રાશિઓ ઉપર કેવી અસર પડશે.

મેષ રાશિ : મેષ રાશિના લોકો માટે આ ભ્રમણ શુભ પરિણામ લઈને આવશે. તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે. તમારામાં સકારાત્મકતા અને સાહસમાં વૃદ્ધી થશે. કૌટુંબિક જીવનમાં થોડો ઉતાર ચડાવ આવી શકે છે. લગ્નજીવનમાં તમારે મતભેદની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. રાહુનું ભ્રમણ આ રાશિના બીજા ભાવમાં થશે.

આ ભ્રમણ તમારી આર્થિક સ્થિતિને સારી બનાવશે. ધંધામાં સફળતા મળશે. નવી યોજના તરફ તમે આકર્ષિત થશો. આર્થિક લાભ થવાની સંભાવના છે. કેતુ આ રાશિમાંથી આઠમાં ગૃહમાં ભ્રમણ કરશે. તેને લીધે થોડો તણાવ રહી શકે છે. કુટુંબના અમુક સભ્યો સાથે મતભેદ થઇ શકે છે. પ્રવાસ દરમિયાન થોડા અશુભ સમાચાર મળી શકે છે. ખર્ચમાં વધારો થશે. ધીરજ રાખવી પડશે.

ઉપાય : ભગવાનની આરાધના કરો. તલનું દાન કરો. હનુમાનજીની પૂજા કરો.

વૃષભ રાશિ : રાહુનું ભ્રમણ વૃષભ રાશિમાં થશે, તેને લીધે આ રાશિના લોકોને તકલીફ થઇ શકે છે. ખર્ચમાં ઘણો વધારો થઇ શકે છે. ઓફીસમાં વાતાવરણ સારું નહિ રહે, તેને લઈને કૌટુંબિક જીવન ઉપર અસર પડી શકે છે. ઉધાર આપતી વખતે જાગૃત રહેવું પડશે. અજાણ્યા લોકોથી સાવચેત રહો. નુકશાન થવાની સંભાવના છે. જોખમ લેવાથી દુર રહેવું પડશે.

ઉપાય : ॐ રાહવે નમઃ મંત્રના જાપ કરો. માં દુર્ગા અને ભૈરવ દેવની પૂજા કરો.

મિથુન રાશિ : આ રાશિમાં બારમાં ગૃહમાં રાહુના ભ્રમણથી તણાવ, નિરાશા અને અનિશ્ચિતતાની સ્થિતિ ઉભી થશે. આર્થિક સમસ્યા વધશે. વેપારને લઈને કાળજી રાખો. નુકશાન થવાની સંભાવના છે. કેતુનું ભ્રમણ આ રાશિના છઠ્ઠા ગૃહમાં રહેશે. કેતુને લઈને તકલીફ વધશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. વડીલોના આરોગ્યને લઈને તકલીફ ઉભી થઇ શકે છે. આર્થિક નુકશાન થવાની સંભાવના છે.

ઉપાય : પીપળાના ઝાડની પૂજા કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો.

કર્ક રાશિ : કર્ક રાશિથી અગ્યારમાં ગ્રહમાં રાહુના ભ્રમણથી ઉધાર આપેલી રકમ પાછી મળવાની સંભાવના છે. વિરોધી સક્રિય થઇ શકે છે. કુટુંબમાં તકલીફ વધી શકે છે. કેતુનું આ રાશિમાં પાંચમાં ગૃહમાં ભ્રમણ થશે. કેતુની અસરને લીધે તમારા જરૂરી કામ પુરા થવામાં નવી મુશ્કેલી આવી શકે છે. યુવાનોએ કારકિર્દીને લઈને ધીરજ રાખવી પડશે. આરોગ્યમાં ઉતાર ચડાવ જળવાઈ રહેશે. જોખમ વાળા કામ ન કરો.

ઉપાય : માતા મહાકાલી અને ભૈરવ દેવની પૂજા કરો. રુદ્રાક્ષની માળા ધારણ કરો. ગરીબોને જરૂરીયાતની વસ્તુ આપો.

સિંહ રાશિ : સિંહ રાશિમાંથી રાહુનું ભ્રમણ દસમાં ગૃહમાં થશે. તેના લીધે આર્થિક બાબતમાં ભાગ્ય સાથ આપશે. કૌટુંબિક જીવનમાં મતભેદ ઉભા થઇ શકે છે. કોઈ કામને શરુ કરતા પહેલા સારી રીતે વિચાર કરવો જરૂરી છે. કેતુનું આ રાશિમાં ચતુર્થ ગૃહમાં ભ્રમણ થશે. કેતુની અસરથી આર્થિક મુશ્કેલી ઉભી થઇ શકે છે. પરંતુ તમારે ધીરજ રાખવી પડશે. સંપત્તિને લઈને લેવડ-દેવડ ન કરો. ખોટા ખર્ચા તમને મુશ્કેલીમાં મુકશે.

ઉપાય : ભગવાન શંકરની પૂજા કરો. રુદ્રાક્ષ ધારણ કરો. કુતરાને નિયમિત ખાવાનું ખવરાવો.

કન્યા રાશિ : આ રાશિમાંથી નવમાં ગ્રહમાં રાહુનું ભ્રમણ થશે. તમને ધન લાભ થવાની સંભાવના છે. રાહુની અસર તમારી આર્થિક સ્થિતિને મજબુત કરશે. કુટુંબના સહકારથી તમારા ઘણા કામ પુરા થશે. કેતુનું ભ્રમણ આ રાશિમાંથી ત્રીજા ગ્રહમાં થશે. કેતુની અસર તમને અશાંત કરશે. પ્રવાસ દરમિયાન સાવચેત રહેવું પડશે. ઈજા થવાની સંભાવના છે. કારણ વગર કોઈ સાથે ઝગડા થઇ શકે છે. જૂની બીમારી ઉભરી શકે છે.

ઉપાય : ધાર્મિક પુસ્તકો દાન કરો. માતા સરસ્વતીની પૂજા કરો. શ્રી રામરક્ષા સ્ત્રોતના જાપ અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

તુલા રાશિ : આ રાશિમાં રાહુનું આઠમાં ગૃહમાં ભ્રમણ થશે. તે ભાગ્યનો ગૃહ છે. પરંતુ રાહુને કારણે ભાગ્યોદય પ્રભાવિત થશે. ખોટી અડચણ આવવાથી તમારા કામ સમયસર પુરા નહિ થાય. પ્રવાસ કરવાની તક મળી શકે છે. કેતુ આ રાશિના બીજા ભાવમાં ભ્રમણ કરશે. સંપત્તિને લઈને ચિંતા રહેશે. કાયદાની બાબત પ્રભાવિત કરી શકે છે. આમ તો કૌટુંબિક જીવનમાં આનંદ જળવાઈ રહેશે.

ઉપાય : ॐ દું દુર્ગાય નમઃ મંત્રના જાપ કરો. મંદિરમાં દાન કરી જરૂરિયાત વાળાને કપડા વહેંચો.

વૃશ્ચિક રાશિ : આ રાશિમાંથી રાહુનું ભ્રમણ સાતમાં ગ્રહમાં થવાથી તમે તમારા કૌટુંબિક જીવનને લઈને ચિંતિત થઇ શકો છો. જીવનસાથી સાથે મતભેદ થવાને લીધે તણાવ રહેશે. ઘણા લોકો તમારાથી દુર થઇ જશે. કેતુનું ભ્રમણ આ રાશિમાં થશે. તે તમને તમારા ધ્યેયથી ભ્રમિત કરી શકે છે. નવી યોજના શરુ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ સૂચન લઇ લો. અજાણ્યો ભય જળવાઈ રહેશે.

ઉપાય : રામભક્ત હનુમાનની આરાધના કરો. પક્ષીઓને દાણા ખવરાવો. રામ નામનો જાપ કરો.

ધનુ રાશિ : ધન રાશિમાં રાહુનું ભ્રમણ છઠ્ઠા ગૃહમાં હશે. તેને લઈને શુભફળની પ્રાપ્તિ થશે. વિરોધીઓને હરાવી શકશો. નવી દિશા મળશે. સંપત્તિની બાબતો અટવાશે. એવી રીતે કેતુનું ભ્રમણ આ રાશિના બારમાં ગૃહમાં રહેશે. તેને લઈને કુટુંબમાં થોડા ઝગડા થઇ શકે છે. તકલીફ વધશે. કારકિર્દી સાથે જોડાયેલી સમસ્યા ઉકેલાઈ શકે છે. ખોટા ખર્ચા થશે. આરોગ્યને લઈને દુઃખી થઇ શકો છો.

ઉપાય : રાહુ-કેતુના મંત્રોના જાપ અને હવન-પૂજા કરો. ગાયને ખાવાનું ખવરાવો.

મકર રાશિ : આ રાશિમાંથી રાહુનું ભ્રમણ પાંચમાં ગૃહમાં હોવાને કારણે સ્થિતિ ખરાબ રહેશે. કોઈ સાથે તણાવ થઇ શકે છે. કેતુનું ભ્રમણ અગ્યારમાં ગૃહમાં રહેશે. નવી તકો મળવાની સંભાવના છે. તમે તમારી સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે છે. ધ્યેય પ્રભાવિત થઇ શકે છે. કુટુંબ સાથે મતભેદ વધશે.

ઉપાય : ભગવાન કૃષ્ણની પૂજા કરો. ગાયત્રી મંત્રના જાપ કરો.

કુંભ રાશિ : આ રાશિમાં રાહુનું ભ્રમણ ચોથા ગૃહમાં રહેશે. કૌટુંબિક જીવનમાં થોડી કડવાશ ઉભી થશે. આમ તો તે વહેલી તકે દુર થઇ શકે છે. પ્રવાસ ઉપર જવાનું થઇ શકે છે. વેપાર પ્રભાવિત થશે. કેતુનું ભ્રમણ રાશિના દશમાં ગૃહમાં રહેશે. તમે તે દરમિયાન કોઈ નવા કામ શરુ કરવા ઉપર વિચાર ન કરો. કોઈ યોજનામાં રોકાણ ન કરો. આરોગ્યમાં ઉતાર-ચડાવ જળવાઈ રહેશે. વડીલોના આશીર્વાદ લો.

ઉપાય : શનિવારે કપડાનું દાન કરો. હોસ્પિટલમાં જઈને દર્દી માટે ખાવાની વ્યવસ્થા કરો.

મીન રાશિ : મીન રાશિમાંથી રાહુ ત્રીજા ગૃહમાં ભ્રમણ કરશે. આ સ્થિતિમાં તમારી તકલીફો દુર થશે. તમે ઘણા ખુશ રહેશો. તમારામાં સકારાત્મકતા વધશે. નવા કામ શરુ કરી શકો છો. કેતુના ભ્રમણથી તમે ધર્મ-કર્મમાં વ્યસ્ત રહી શકો છો. પ્રવાસ કરવાની તક મળશે. કોઈ સાથે ઝગડા ન કરો. નવી માહિતી મળશે. આરોગ્ય ઠીક રહેશે. કુટુંબના સભ્યોના આરોગ્યનું ધ્યાન રાખો.

ઉપાય : શ્રી હનુમાનજી અને શનિદેવની પૂજા કરો. નાના બાળકોમાં ચોકલેટ, બિસ્કીટ અને પુસ્તક વેગેરે સામગ્રીનું વિતરણ કરો.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.