રાહુ 23 સપ્ટેમ્બરે કરશે રાશિ પરિવર્તન, જાણો કોને મળશે ખુશીઓ, કોને મળશે દુઃખ.

રાહુના રાશિ પરિવર્તનના કારણે આ રાશિઓને મળશે શુભ સમાચાર, જાણો તેનાથી થનારી અસરો. 23 સપ્ટેમ્બરે રાહુ મિથુન રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરશે. રાહુ આ રાશિમાં 12 એપ્રિલ 2022 સુધી રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, રાહુના આ રાશિ પરિવર્તનનો બધી રાશિઓ પર ઊંડો પ્રભાવ પડશે. જ્યોતિષમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. વૈદિક જ્યોતિષમાં રાહુ ગ્રહને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. હિંદુ વૈદિક જ્યોતિષમાં રાહુ ગ્રહને કઠોર વાણી, જુગાર, ખરાબ કર્મ, ત્વચાના રોગ, ધાર્મિક યાત્રાઓ વગેરેનો કારક કહેવામાં આવ્યો છે.

જોકે અમુક એવી સ્થિતિઓ પણ બને છે જયારે રાહુ ખુશીઓ લાવે છે. રાહુને કારણે જ વ્યક્તિ દરેક પ્રકારના સુખ અને વૈભવને પ્રાપ્ત કરવા લાગે છે. આવો જાણીએ કે રાહુના આ ગોચરનો બધી રાશિઓ પર શું પ્રભાવ પડવાનો છે.

મેષ રાશિ :

અટકેલું ઘન પાછું મળવાની આશા છે, મકાન અથવા વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. પોતાની જીદ્દ અને આવેશ પર નિયંત્રણ રાખશો તો સફળતા મળશે. કોર્ટ કચેરીની બાબતો બહાર જ ઉકેલી લો તો સારું રહેશે. ગળાનું ધ્યાન રાખો.

વૃષભ રાશિ :

રાહુનો પ્રવેશ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો નહિ હોય. કાર્ય વ્યાપારમાં પ્રગતિ થશે, નોકરીમાં પ્રમોશનના યોગ છે. જો ટ્રાન્સફર ઈચ્છી રહ્યા છો, તો પ્રયત્ન કરી શકો છો. વિદ્યાર્થી માટે સમય અનુકૂળ રહેશે.

મિથુન રાશિ :

વધારે ખર્ચવાળી યાત્રા કરવી પડી શકે છે. વધારે ઉધાર આપવાથી બચો વાહન ચાલવતા સમયે સાવચેતી રાખો, કોઈ સાથે વિવાદ ના કરો, વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારા અંક મેળવવા માટે ઘણી વધારે મહેનત કરવી પડશે.

કર્ક રાશિ :

રાહુનું ગોચર તમારા માટે શુભ રહેશે. મોટી સફળતા મળી શકે છે. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે મતભેદ ન થવા દો. કોઈ મોટા કામને શરૂ કરવા ઈચ્છો છો, તો જરૂર કરો.

સિંહ રાશિ :

તમે સફળતાની ઊંચાઈઓ પર પહોંચશો. સામાજિક પ્રતિષ્ઠા વધશે. શાસન સત્તાનું પૂરું સુખ મળશે, માતા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત રહેશો.

કન્યા રાશિ :

નવા કાર્ય વ્યાપાર શરૂ કરવાવાળા લોકો માટે સમય અનુકૂળ રહેશે. સમજી વિચારીને બનાવેલી બધી રણનીતિ કારગર સિદ્ધ થશે. વિદેશી નાગરિકતા અથવા નોકરી માટે પ્રયત્ન કરી શકો છો. વ્યાપારીઓ માટે પણ લાભના યોગ બની રહ્યા છે.

તુલા રાશિ :

આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી ઘેરી શકે છે, લગ્ન જીવનમાં તણાવ આવી શકે છે, ભાગીદારીમાં વ્યાપાર કરવાથી બચો.

વૃશ્ચિક રાશિ :

અટકેલા કામ થશે. શિક્ષણ પ્રતિયોગિતામાં સફળતા મળશે. શાસન અને અધિકારીઓનો સાથ મળશે. ધર્મ કર્મની બાબતમાં રુચિ વધશે.

ધનુ રાશિ :

પોતાની ઉર્જાનો યોગ્ય પ્રયોગ કરશો તો નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવચેત રહો. રોજગારની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન સફળ રહેશે.

મકર રાશિ :

પ્રેમ સંબંધી બાબતોમાં મુશ્કેલી આવશે, સંતાન સંબંધી ચિંતા પરેશાન કરી શકે છે. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે મતભેદ થવા દેવો નહિ, વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારી સફળતા મળશે.

કુંભ રાશિ :

કાર્યક્ષેત્રમાં સફળતા મળશે પણ પારિવારિક ક્લેશ, માનસિક પીડાનો શિકાર થશો. માતા-પિતાના સ્વાસ્થય પ્રત્યે ચિંતિત રહો. યાત્રા દરમિયાન સામાન ચોરી થવાથી બચાવો.

મીન રાશિ :

સામાજિક પ્રતિષ્ઠા વધશે, ઉપરી અધિકારીઓ સાથે મધુર સંબંધ બનશે. વિદેશી કંપનીઓમાં નોકરી માટે અરજી કરવી પણ સારું રહેશે. નોકરીમાં પ્રમોશન તથા નવા કરારની પ્રાપ્તિના પણ યોગ છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.