રાહુ 18 મહિના માટે રહશે વૃષભ રાશિમાં, જાણો કઈ રાશિ પર પડશે પ્રભાવ.

રાહુના રાશિ પરિવર્તનના કારણે દરેક રાશિઓ પર પડશે તેની અસર, આ રાશિઓને મળશે લાભદાયી ફળ. 23 સપ્ટેમ્બર છાંયા ગ્રહ માનવામાં આવતા રાહુ પોતાની રાશી બદલી રહ્યો છે. રાહુ લગભગ 18 મહિના પછી મિથુન રાશીને છોડીને વૃષભ રાશીમાં પ્રવેશ કરશે. રાહુ વૃષભ રાશીમાં 18 મહિના સુધી વક્રી ચાલમાં ચાલશે. રાહુ હંમેશા વક્રી ચાલમાં ચાલશે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુનું વિશેષ સ્થાન હોય છે. રાહુની કુંડળીમાં અશુભ ભાવમાં બેસવાથી તમામ પ્રકારની તકલીફો શરુ થઇ જાય છે. પરંતુ તે જો રાહુ કોઈની કુંડળીમાં શુભ ગૃહમાં આવીને બેસે છે, તો તે વ્યક્તિ પોતાના જીવનમાં તમામ પ્રકારના વૈભવ અને સુખ પ્રાપ્ત કરે છે. રાહુ 23 સપ્ટેમ્બરના બપોરે 12 વાગીને 50 મિનીટ ઉપર વૃષભ રાશીમાં પ્રવેશ કરી જશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુનું વૃષભ રાશીમાં ભ્રમણ બળવાન માનવામાં આવે છે. રાહુ વૃષભ રાશીના સ્વામી છે. રાહુના 18 મહિના પછી રાશી પરિવર્તનની તમામ 12 રાશીઓ ઉપર કેવી અસર પડશે.

મેષ રાશી : રાહુ તમારી રાશીમાંથી બીજા ગૃહમાં એટલે ધન ગૃહમાં જઈ રહ્યો છે. રાહુનું ધન ગૃહમાં પ્રવેશ તમારા માટે સફળતાના ઘણા દ્વાર ખોલશે. આકસ્મિક ધનની પ્રાપ્તિ થવા સાથે ઘણા દિવસોથી અટકેલુ ધન પાછુ મળવાની આશા રહેશે. મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરી લકઝરી જીવન પસાર કરશો. મકાન અથવા વાહન ખરીદવાનો સંકલ્પ પૂર્ણ થઇ શકે છે. તમારી જિદ્દ અને આવેશ ઉપર નિયંત્રણ રાખીને કાર્ય કરશો તો સફળતા મળવાની સંભાવના વધુ રહેશે. કામ ધંધામાં સારી પ્રગતીના યોગ ઉભા થઇ રહ્યા છે.

વૃષભ રાશી : રાહુનો પ્રવેશ વૃષભ રાશીમાં થઇ રહ્યો છે. રાહુ તમારી રાશીના પહેલા ગૃહમાં એટલે લગ્ન ગૃહમાં પ્રવેશ કરશે. જેના કારણે તમને આ પરિવર્તન ધાર્યું ના હોય એવું પરિણામ અપાવનારુ સિદ્ધ થશે. કામ ધંધામાં પ્રગતી થશે. નોકરીમાં બઢતી અને નવા અનુબંધની પ્રાપ્તિના પણ યોગ ઉભા થશે. સ્થાન પરિવર્તન પણ વિચારી રહ્યા છો, તો પ્રયત્ન કરો. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં અટકેલા છે, તે કાર્યોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ માટે સમય અપેક્ષા મુજબ અનુકુળ રહેશે. ચૂંટણી સાથે જોડાયેલા નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો આગળ વધો પરિણામ અનુકુળ રહેશે.

મિથુન રાશી : લગભગ 18 મહિના સુધી રાહુ તમારી રાશિમાં રહ્યા પછી 23 સપ્ટેમ્બરના રોજ બહાર આવશે. તેવામાં તમારી રાશીના બારમાં ગૃહમાં રાહુનો પ્રવેશ વધુ ખર્ચ કરાવશે. વાહન સાવચેતી પૂર્વક ચલાવો, ખોટા વિવાદથી દુર રહો. કોર્ટ કચેરીની બાબતમાં પણ બહારથી ઉકેલી લો તો સારું રહેશે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે સખત મહેનત કરવી પડશે. વિદેશી નાગરિકતા માટે પણ અરજી કરવાનું વિચારો તો પણ સ્થિતિ અનુકુળ રહેશે પરંતુ તકલીફ વાળો પ્રવાસ કરવો પડશે.

કર્ક રાશી : રાહુ તમારી રાશી માંથી 11 માં ગૃહમાં વક્રી થઇ રહ્યો છે. લાભ ગૃહમાં રાહુનું ભ્રમણ તમારા માટે ઘણું શુભ રહેનારુ હશે. આ સ્થાન ઉપર ભ્રમણ કરતા રાહુ વ્યક્તિની તમામ સમસ્યાઓનો હલ કરે છે અને વિષમ પરિસ્થિતિઓ માંથી બહાર લાવીને તેને સફળતાના સર્વોચ્ચ શિખર ઉપર પહોચાડે છે. બીજા ગ્રહોનું પણ ભ્રમણ સ્થિતિઓ તમને સફળતાના સારા સંકેત આપી રહી છે.

સિંહ રાશી : રાહુ તમારી રાશી માંથી 11 માં ગૃહમાં વક્રી થવાનો છે. કુંડળીના 10મો ગૃહ ભાગ્યનો હોય છે. રાશી માંથી ભાગ્ય ગૃહમાં રાહુનું ભ્રમણ તમારા માટે અનુકુળ ફળદાયક સિદ્ધ થશે. નાના સ્તરથી પણ કામ કરીને તમે સફળતાની ઊંચાઈ ઉપર પહોચશો. આ સ્થાન ઉપર રાહુ રાજકારણી માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે શાસન સત્તાનું પૂર્ણ સુખ મળશે, વડીલ સભ્યો સાથે સંબંધ જાળવી રાખશો તો તકલીફો આપોઆપ જ દુર થઇ જશે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે ચિંતિત રહેશો. સામાજિક પ્રતિષ્ઠા વધશે, ચૂંટણી સંબંધી નિર્ણયો તમારા પક્ષમાં આવવાના સંકેત. ધર્મ કર્મની બાબતમાં પણ રસ વધશે અને આધ્યાત્મિક પ્રગતી થશે.

કન્યા રાશી : રાહુ તમારી રાશી માંથી 9માં ગૃહમાં વક્રી થવાનો છે. જેથી નવા કાર્ય અને વેપાર શરુ કરવા વાળા લોકો માટે સમય અનુકુળ રહેશે લાભની અનેક તકો પ્રાપ્ત થશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ વગેરે માટે અરજી કરવી પણ અનુકુળ રહેશે.

તુલા રાશી : રાશી માંથી આઠમાં ગૃહમાં વૃષભ રાશીગત રાહુ ઘણો મિશ્ર ફળ કારક સિદ્ધ થશે. આકસ્મિક ધન અથવા ગુપ્ત ધન પ્રાપ્તિનો પણ યોગ. બની શકે છે કે કાર્યક્ષેત્રમાં તમને તમારા જ લોકો નીચા દેખાડવાનો પ્રયત્ન કરે તેવામાં દરેક વખતે ષડ્યંત્રકારીઓથી સાવચેત રહીને ખોટા ઝગડાથી પણ દુર રહેવું પડશે. આરોગ્ય સંબંધી ચિંતા દુઃખી કરી શકે છે.

વૃશ્ચિક રાશી : રાશીના સાતમાં ગૃહમાં રાહુનું ભ્રમણ તમારા માટે ઘણા પ્રકારની સફળતાની તકો ઉભી થશે. અટકી પડેલા કાર્યોની ઉકેલ આવશે, શાસન સત્તાનું પણ પૂર્ણ સુખ મળશે. અધિકારીઓ સાથે સારા સંબંધ જળવાઈ રહેશે. શિક્ષણ પ્રતિયોગીતામાં સામેલ થવા વાળા ઉમેદવારો માટે ભ્રમણફળ અનુકુળ રહેશે. વેપારી વર્ગ માટે ભ્રમણ વધુ અનુકુળ રહેશે. લગ્ન સંબંધિત વાતમાં થોડો વિલંબ થઇ શકે છે. ધર્મ-કર્મની બાબતમાં રૂચી તો વધશે જ આદ્યાત્મિક ક્ષેત્રમાં પણ સારી અનુભૂતિ થવાના યોગ.

ધન રાશી : રાશીના છઠ્ઠા શત્રુગૃહમાં રાહુનું ભ્રમણ તમારા માટે મિશ્ર રહેશે. રાહુનું વક્રી થવું મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવામાં મદદ તો કરશે જ સાથે સાથે આવનારી તમામ સમસ્યાઓનો હલ પણ કરશે. આરોગ્યની દ્રષ્ટિએ સાવચેત રહેવું પડશે. તમારી ઉર્જા શક્તિનો પૂર્ણ ઉપયોગ કરીને નોકરીમાં પ્રગતી અને નવા અનુબંધ ઉપર હસ્તાક્ષર પણ પ્રાપ્ત કરશો. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કામની પ્રસંશા થશે. રોજગારની દિશામાં કરવામાં આવેલા દરેક પ્રયત્નો સફળ રહેશે.

મકર રાશી : રાશીમાં 5માં ગૃહમાં રાહુના ભ્રમણ કરવાના પરિણામ સ્વરૂપ તમે અતિ વિવેકશીલ, ત્વરિત નિર્ણય લેવા વાળા કુશળ પ્રશાસક હશો. વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રતિયોગીતામાં પણ સારી સફળતા પ્રાપ્ત થશે. સંતાન સંબંધી ચિંતા દુઃખી કરી શકે છે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને પાદુર્ભાવના પણ યોગ. પ્રેમ સંબંધી બાબતોમાં અથવા પ્રેમ લગ્નની બાબતમાં ભ્રમણનું પરિણામ અનુકુળ નહિ કહેવામાં આવે. કુટુંબના વડીલ સભ્યો અથવા મોટા ભાઈઓ સાથે મતભેદ ન ઉભો થવા દો એકતા જાળવી રાખો.

કુંભ રાશી : રાશીના ચોથા ગૃહમાં રાહુનું ભ્રમણ ઘણા ઉતાર-ચડાવ વાળું સિદ્ધ થશે. તમારા માટે રાહુનું ભ્રમણ વધુ સારી નહિ રહે. કાર્યક્ષેત્રમાં સફળતાઓ છતાપણ કોઈને કોઈ કારણથી કૌટુંબિક ઝગડા અને માનસિક પીડાનો ભોગ બનશો. મગજમાં દરેક વખતે કાંઈને કાંઈ ચાલતું રહેશે. જેથી તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. મકાન અથવા વાહન ખરીદવાનો સંકલ્પ પૂર્ણ થશે. મિત્રો અને સંબંધીઓની મદદ કરી કરીને થાકી જશો પરંતુ તમને અપયશ જ મળશે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે ચિંતિત રહેશો. પ્રવાસના સમયમાં સામાન ચોરીથી બચાવો.

મીન રાશી : રાશીના ત્રીજા ગૃહમાં રાહુનું ભ્રમણ તમારા માટે સફળતા અપાવશે. તે ભ્રમણ તમને સાહસી અને પરાક્રમી બનાવશે. સામાજિક પ્રતિષ્ઠામાં ઘણો વધારો થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયોની પ્રસંશા પણ થશે. રાજકારણી તથા ઉપરી અધિકારીઓ સાથે મધુર સંબંધ જાળવી રાખો. ચૂંટણી સંબંધી કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો અસર અનુકુળ છે. વિદ્યાર્થીઓ અથવા પ્રતિયોગીતામાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે પણ રાહુની અસર સારી રહેશે. વિદેશી કંપનીઓમાં પણ સર્વિસ માટે અરજી કરવી સારી રહેશે. નોકરીમાં પ્રગતી અને નવા પ્રોજેક્ટ થવાના સંકેત છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.