CAA પ્રદર્શનકારીઓ પર રેલવેની મોટી કાર્યવાહી, 21 ની ધરપકડ, 87.99 કરોડનું નુકસાન વસૂલવામાં આવશે

Railways properties damage in anti CAA protest એટલે કે, સીએએના વિરોધમાં રેલવેની સંપત્તિને નુકશાન પહોંચાડનાર હવે મુશ્કેલીમાં ફસાયા છે. ભારતીય રેલવેએ પશ્ચિમ બંગાળ, અસમ અને બિહારમાં સીએએ વિરોધી પ્રદર્શનોમાં રેલવેની સંપત્તિને નુકશાન પહોંચાડનાર અને અગ્નિકાંડની ઘટનાઓમાં શામેલ 21 કથિત ઉપદ્રવીઓની ઓળખ કરી છે. તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

RPF ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લગભગ 87.99 કરોડની સંપત્તિના નુકશાનની ચુકવણી તોડફોડની ઘટનાઓમાં શામેલ લોકો પાસેથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંસદ દ્વારા નાગરિકતા કાયદા બિલ CAA પાસ કર્યા પછી વીતેલા દિવસોમાં દેશમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થયા હતા.

આ પ્રદર્શનો દરમિયાન ભીડમાં શામેલ લોકો અને પોલીસ વચ્ચે હિંસક ઝગડા પણ થયા હતા. વીતેલા દિવસોમાં રેલવેએ કલકત્તાની હાઈ કોર્ટમાં દાખલ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એકલા બંગાળમાં જ 13 થી 15 ડિસેમ્બર વચ્ચે થયેલા આ પ્રદર્શનમાં 84 કરોડ રૂપિયાની રેલવેની સંપત્તિનું નુકશાન થયું છે.

RPF ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, લગભગ 87.99 કરોડ રૂપિયાની સંપત્તિના નુકશાનની વસુલાત ઉપદ્રવોમાં શામેલ લોકો પાસેથી કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નારાજ પ્રદર્શનકારીઓએ પાટા પર બોલ્ડર નાખ્યા હતા અને ટ્રેનને આગના હવાલે કરી હતી.

અત્યાર સુધી જીઆરપી (Government Railway Police) એ 27 જયારે રેલવે સુરક્ષા બળ એટલે કે RPF એ 54 કેસ દાખલ કર્યા છે. એટલું જ નહીં રેલવેની સંપત્તિને નુકશાન પહોંચાડવા, આગ લગાડવા અને હિંસા કરનારા 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

RPF અધિકારીએ જણાવ્યું કે, જે 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી અમુક તો ઘટનાસ્થળ પર જ પકડાઈ ગયા હતા, જયારે અમુકને વિડીયો ફૂટેજના આધારે પકડવામાં આવ્યા છે. તોડફોડમાં શામેલ લોકોની ઓળખ માટે હજી પણ વિડીયો ફૂટેજની તપાસનું કામ શરૂ છે. તેનાથી ધરપકડ કરવામાં આવનાર લોકોની સંખ્યા વધવાની આશા છે. અધિકારી અનુસાર, વધુ પડતી ધરપકડ પશ્ચિમ બંગાળમાંથી થઈ છે. સંપત્તિની ચુકવણી માટે ધરપકડ કરવામાં આવેલા લોકોને નોટિસ મોકલવામાં આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.