ભારતીય રેલવેએ વૈષ્ણો દેવી જવા માટે આપશે ખાસ ઓફર, યાત્રીઓને મળશે આવી સુવિધાઓ

ભારતમાં હિંદુ ધર્મને માનવાવાળા લોકોની સંખ્યા વધારે હોવાને કારણે અહીં દરેક ધાર્મિક તહેવારને પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં દરેક દેવી દેવતાઓનો અલગ અલગ દિવસ હોય છે. માતા પાર્વતી દુર્ગા સ્વરૂપ છે, અને એમણે 9 દિવસ ગુફામાં પસાર કર્યા હતા, એ કારણે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમ્યાન ભક્તો દેવી માં નું વ્રત રાખે છે, અને ફરવા માટે તીર્થ સ્થળ વૈષ્ણો દેવી જાય છે. ભારતીય રેલવે વૈષ્ણો દેવી જવા માટે ખાસ ઓફર આપી રહી છે. અને જો તમે ત્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એના વિષે તમારે જરૂર જાણવું જોઈએ.

ભારતીય રેલવે વૈષ્ણો દેવી જવા માટે આપશે ખાસ ઓફર :

6 એપ્રિલથી નવ દિવસ માટે ચૈત્ર નવરાત્રી શરુ થઇ ગઈ છે. એવામાં બધા ભક્તો દેવી માં ના પવિત્ર તીર્થ સ્થળ પર જઈને એમના દર્શન કરે છે. પણ સૌથી વધારે લોકો વૈષ્ણો દેવી જવાનું યોગ્ય સમજે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે નવરાત્રી પર દેવી માં ત્યાં નિવાસ કરે છે. એવામાં તમારી યાત્રાને સુવિધાજનક બનાવવા માટે ભારતીય રેલવેએ નવરાત્રી પર વિશેષ સાપ્તાહિક ટ્રેન ચલાવવાની સુવિધા આપી છે. જેના વિષે તમારે જરૂર જાણવું જોઈએ.

ભક્તોના જવા માટે ટ્રેન :

દેવી માં ના ભક્તોની સુવિધાને સરળ બનાવવા માટે રેલવેએ 4 એપ્રિલથી જ 06521/06522 યશવંતપૂર – હજરત નિઝામુદ્દીન – યશવંતપૂર સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેનનો વિસ્તાર શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુધી કરી દીધો છે. આ નિર્ણય નવરાત્રીના પાવન દિવસોમાં દેવી માં ના દર્શન માટે આવનાર ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આવું છે ટ્રેનનું ટાઈમ ટેબલ :

સાઉથ સેન્ટ્રલ રેલવેની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારીના હિસાબે ટ્રેન નંબર 06521 યશવંતપુર – હજરત નિઝામુદ્દીન સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન 4 એપ્રિલથી 20 જૂન સુધી રોજ સવારે 6:30 વાગ્યે યશવંતપુરથી રવાના થશે અને આ ટ્રેન શનિવારે સવારે 3:50 વાગ્યે હજરત નિઝામુદ્દીનથી રવાના થશે અને એ જ દિવસે સાંજે 6:50 વાગ્યે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા પહોંચશે.

તેમજ પાછા આવવા માટે 06522 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – યશવંતપુર સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન 8 એપ્રિલથી 24 જૂન સુધી દર સોમવારે માતા વૈષ્ણો દેવી કટરાથી સવારે 5:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 3:00 વાગ્યે સ્વવંતપુર પહોંચી જશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, ત્રણ એસી 3-ટિયર, છ સ્લીપર ક્લાસ, બે જનરલ અને બે વિકલાંગ અનુકૂળ સેકન્ડ ક્લાસ કોચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પોતાના વિસ્તારિત માર્ગ પર આ ટ્રેન નવી દિલ્લી, અંબાલા કૈંટ, લુધિયાના, જાલંધર કૈંટ, પઠાનકોટ કૈંટ, જમ્મુ તવી અને ઉધમપુર સ્ટેશનો પર રોકાશે. વૈષ્ણો માતાના દર્શન માટે તમને કોઈ પ્રકારની અસુવિધા ન થાય એના માટે પણ પ્રશાસને સંપૂર્ણ તૈયારી કરી છે. બસ તમારે એમની ભક્તિમાં ધ્યાન લગાવવાનું છે. એના સિવાય બધી ચિંતા પ્રશાસને ઉપાડી લીધી છે.

આવી રહી છે ગરમીની વિશેષ રાજાઓ :

નવરાત્રીની સાથે સાથે બાળકોની ગરમીની રાજાઓ પણ આવી રહી છે. એના માટે લોકો વૈષ્ણો દેવી પણ જવાનું પસંદ કરે છે, એટલે ભારતીય રેલવેએ એનું ધ્યાન રાખ્યું છે. આ ટ્રેનોને જૂન અને જુલાઈ મહિનામાં પણ ચલાવવામાં આવશે. એટલે જો તમે વૈષ્ણો દેવી જવાનો પ્લાન બનાવ્યો છે, તો એને પૂરો કરીને આરામથી એની મજા માણો.