જાણો આગામી 7 દિવસમાં ગુજરાતમાં ક્યાં થશે ભારે થી અતિભારે વરસાદ, જાણો 13 થી 19 સુધી…

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે વરસાદના સમાચાર લઈને આવ્યા છીએ. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ ઘણું સારું રહ્યું છે. જો કે અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે જાન-માલની હાનિ પણ થઇ છે, જે ઘણી દુઃખદ વાત છે. પણ હાલમાં તારીખ ૧૩-૯-૧૯ થી ૧૯-૯-૧૯ સુધી એટલે કે સાત દિવસ માટે રાજ્યમાં કેવો વરસાદ રહેશે એની આગાહી કરવામાં આવી છે.

પાછળના દિવસોમાં કરવામાં આવેલી આગાહીમાં જણાવાયુ હતું, એ અનુસાર મોટા ભાગના વિસ્તારોમાં ધરવાણ વરસાદ થઈ જતાં જગતનો તાત ગેલમાં આવી ગયો હતો. અને મોટા ભાગના વિસ્તારોમાં ઘણો જ સારો વરસાદ પડતાં નદી, નાળા અને ચેક ડેમો ભરાય જતાં પાણીની ચિંતા દૂર થઈ. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ રહેશે, એવી આગાહી કરવામાં આવી છે. આવો તમને એના વિષે જણાવીએ.

તો મિત્રો, કરવામાં આવેલી આગાહી અનુસાર હાલ ચોમાસુ ધરી ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન થઈ લો પ્રેસરના સેંટર ઉત્તર મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ થઈને ઉત્તરીય બંગાળની ખાડી સુધિ લંબાઈ છે. એક ટ્રફ રેખા દક્ષિણ ગુજરાતમાં થઈને ઉત્તરીય બંગાળની ખાડી સુધી લંબાઈ છે. તો એક સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બંગાળની ખાડીમાં છે. તેમજ એક લૉ પ્રેશર સિસ્ટમ ઉત્તર મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તરપ્રદેશ પર સક્રિય છે.

આ બધી બાબતોને કારણે કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 7 દિવસોમાં તડકા, છાંયાવાળું વાતાવરણ રહેશે. અને આ આગાહી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે છે.

કચ્છ માટે આગાહી : આગાહીના દીવસોમાં કોઈ ખાસ વરસાદની શક્યતા નથી. છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટા રહેશે, તો અમુક વિસ્તારોમાં આ આગાહીના અમુક દિવસોમાં હળવો વરસાદ પડી જાય.

સૌરાષ્ટ્ર માટે આગાહી : આ આગાહીના અમુક દિવસોમાં છૂટા છવાયા હળવા ઝાપટાથી છૂટો છવાયો હળવો, મધ્યમ વરસાદ રહેશે, તો અમુક છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી જાય. ભારે વરસાદ વાળા વિસ્તાર બોવ ઓછા હશે.

દક્ષિણ ગુજરાત માટે આગાહી : દક્ષિણ ગુજરાતમાં આ આગાહીના અમુક દિવસોમાં હળવો, મધ્યમથી ભારે વરસાદ પડશે.

મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાત માટે આગાહી : આગાહીના અમુક દિવસો દરમિયાન ૫૦ ટકા વિસ્તારમાં (દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તાર) હળવો, મધ્યમથી ભારે વરસાદ પડશે. બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો તો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે. એન તારીખ ૨૧ પછી વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતા ગણી શકાય, જોકે હાલ તેની શક્યતા 50% ગણવી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.