સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે વરસાદની આગાહી, જાણો 26 તારીખ સુધી કેવો રહેશે વરસાદ

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આ વર્ષે ગુજરાતમાં ઘણો સારો વરસાદ પડ્યો છે. અને આગાહી અનુસાર હજુ પણ વરસાદ પડવાનો છે. તો આવો જાણી લઈને તારીખ ૨૦-૯-૧૯ થી ૨૬-૯-૧૯ સુધીના વરસાદના સમાચાર.

હાલ ચોમાસુ વિદાયમાં હજી વાર છે, ત્યારે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી વરસાદી માહોલ રહેશે, જેમાં આ મહીનાના અંતમાં એક જોરદાર રાઉંડ આવી જાસે તેવું હાલ જણાય રહ્યુ છે.

હાલ ચોમાસુ ઉત્તર – પશ્ચિમ રાજસ્થાન થઈ હરિયાણા, દક્ષિણ ઉતરપ્રદેશ, ઉતર – પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ થઈ પશ્ચિમ બંગાળ થઈ બંગાળની ખાડી સુધિ લંબાયું છે.

હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન (cyclonic circulation) સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય છે. વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આંધ્ર પ્રદેશ અને લાગુ બંગાળની ખાડી પર સક્રિય છે. ત્યાંથી એક ટ્રફ રેખા ઉત્તર મધ્યપ્રદેશ સુધી લંબાઈ છે.

આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે :

આગાહીના અમુક દિવસોમાં છૂટો છવાયો હળવો મધ્યયથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડસે, જેમાં વરસાદની માત્રા અને વિસ્તાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની દરિયા પટ્ટીમાં વધુ રહેશે. ભાવનગર, અમરેલી, બોટાદ, ગિર સોમનાથ, પોરબંદર જિલ્લો સૌરાષ્ટ્રમાં.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત :

આગાહીના અમુક દિવસોમાં મધ્ય ગુજરાતના 50% વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યયથી ભારે વરસાદ પડસે, જ્યારે બાકી રહેલા મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયા ઝાપટાથી હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી જાય.

કચ્છ :

કચ્છ માટે આગાહીના અમુક દીવસોમાં છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડસે, મંડાણી વરસાદની શક્યતા રહે છે.

તારીખ ૨૭, ૨૮ માં એક સારા રાઉંડની શક્યતા ગણી શકાય. હાલ 50% ગણવી.

તારીખ ૨૮ માં સિસ્ટમ દર્શાવતો ચાર્ટ આપેલો છે.

સ્થિતિમાં ફેરફાર થતા જાણ કરવામાં આવશે.

વધુ વિગતવાર માહિતી માટે હવામાન ખાતા પર નિર્ભર રહેવું.

વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો.

આ વર્ષે દેશમાં ઘણો સારો વરસાદ રહ્યો છે. અને ગુજરાતની જ વાત કરીએ તો 100% ઉપર વરસાદ રહ્યો છે. આ કારણે રાજ્યમાં લગભગ દરેક જગ્યાએ અગાઉના વર્ષો કરતા વધારે વરસાદ રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તો એવામાં જો વધારે વરસાદ પડી ગયો તો અતિવૃષ્ટિનો સામનો પણ કરવો પડી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.