તો હવે એક હાથ આમ, ને બીજો હાથ આમ, ને બોલો રામ બોલો ભાઈ રામ…

 

દેવાંગ પટેલ નું સોપારી બાપુ નાં નામે સરસ સમજવા જેવું હાસ્ય જેવું આ ગીત જોઈ ને તમે પણ ખડખડાટ હસી પડસો. દેવાંગ પટેલે ગુજરાતી માં ખુબ સારા સુપર હીટ સોંગ આપ્યા છે એમાં નું જ આ એક જરા હટકે ટાઈપ નું સરસ વિડીયો સાથે નું ગીત છે.  ”રામ બોલો ભાઈ રામ” રોજીંદા જીવન માં ભગવાન નાં નામ લેવાનું મહત્વ સમજાવતી આ ખુબ સરસ રચના ને જોતા જોતા ખુબ હસતા થઇ જસો.

કોમેડી ટાઈપ સોંગ માંથી ખાલી હસવા જ મળે એવું નથી એમાંથી ખુબ સારું સમજવા મળે એવું સુપર હીટ આ ગીત છે.જેના શબ્દો વાંચી ને નીચે વિડીયો જુયો

પેલા 20 વરસ સુધી બૈરી એ કીધું એ કર્યું,

પછી 20 વર્ષ સુધી છોકરાએ કીધું એ કર્યું

તો ડોબા આખી જિંદગી તે પોતાનું સુ કર્યું?

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ।.

જુવાની માં ડગ માંડતા તમારા ઝણ ઝણ્યાંતા તાર,

અને પત્ની સ્વરૂપે લાવ્યા નાજુક નમણી નાર,

પછી તમારા વધ્યા પગાર ને આવી મોટી કાર,ત્યાં તો લાવ્યા જે નમણી નાર એ થઇ ગઈ ગિરનાર,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બો લો રામ બોલો ભાઈ રામ। .

જીવન ના એક પછી એક અભરખા તમે પુરા કર્યા,

પછી સૌહુનું જોઈને પોતાના પુત્ર ના લગન કર્યા ત્યાર પછી પુત્ર વહુ પ્રેમે તમને આંધાણા કર્યા ને પછી એ બધાયે તમને ઘરથી બાર કર્યા,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ।.

પછી પુત્ર ને છોડી તમે પુત્રી ને પ્રેમ કરતા ગયા,એના ભણવા ગણવા પર ધ્યાન આપતા ગયા,

પછી એને વળાવી તમારો ભાર હળવો કરવા ગયા ત્યાંતો એ દેવી તમને છોડી ને બીજા સાથે ભાગી ગયા,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બો લો રામ બોલો ભાઈ રામ। .

પહેલા ક્યાંય સુધી તમે પૈસા પાછળ પડયા પૈસા મળ્યા તો પછી સ્ત્રી ની પાછળ પડયા,

સ્ત્રી મળી તો પછી સત્તા ની પાછળ પડયા,

પણ પડવું તો પ્રભુ ના પ્રેમ માં એ સમજવા માં મોડા પડ્યા,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ।.

– દેવાંગ પટેલ

જુયો નીચે વિડીયો માં રામ બોલો ભાઈ રામ

વિડીયો