જયારે જ્યોતિષે રામાનંદને રામાયણ માટે કહી આ મોટી વાત, હમણાંના સમય માં જાણે સાચી થતી હોય એવું લાગે છે.

રામાનંદની રામાયણને લઈને કરવામાં આવેલી આ ભવિષ્યવાણી આજે જાણે સાચી સાબિત થઈ રહી છે.

રામાનંદ સાગરની રામાયણને ત્રણ દશકથી વધારે સમય થઈ ગયો છે, પણ આજે પણ તેનો અનુભવ એટલો જ અનોખો અને અલૌકિક લાગે છે. આજે પણ દર્શક આ સિરિયલને એજ આસ્થા સાથે જુવે છે, જેવી તે પહેલાના જમાનામાં જોતા હતા. તેનું સૌથી મોટું કારણ છે રામાનંદ સાગર અને તેમની તે ઉત્તમ કક્ષા જે બીજા કોઈમાં જોવા નથી મળી.

રામાયણને બનાવવામાં રામાનંદ સાગરે એવી મહેનત અને તૈયારી કરી હતી, જેની કોઈ કદાચ સપનામાં પણ કલ્પના ન કરે. તેમણે કલાકારને પસંદ કરવાથી લઈને દરેક સીનના શુટિંગ સુધી દરેક વાતોનું ઘણું ધ્યાન રાખ્યું હતું. આ કારણે રામાયણ જેવું માસ્ટરપીસ બનીને તૈયાર થયું.

રામાનંદ સાગરે ઘણા વર્ષ પહેલા આજતકને જણાવ્યું હતું કે, તેમની સિરિયલને લઈને એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી. રામાનંદ સાગરે કહ્યું હતું કે – રામાયણ બનાવતા પહેલા જ્યોતિષે મને કહ્યું હતું, તમારું કામ 100 વર્ષ સુધી યાદ રાખવામાં આવશે.

હવે જ્યોતિષની તે ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ રહી છે, કારણ કે અત્યાર સુધી આ સિરિયલને ફક્ત ત્રણ દસકથી થોડો વધારે સમય થયો છે, પણ શો ને લઈને જેવો પ્રેમ જોવા મળે છે, તેને જોતા એ કહેવું ખોટું નહિ હોય કે, રામાનંદ સાગરની રામાયણ આવનારી બીજી ઘણી પેઢીઓનું માર્ગદર્શન કરતી રહેશે.

ઇન્ટરવ્યૂ દરમિયાન રામાનંદ સાગરે આ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, તેમણે રામના પાત્ર પર ઘણી મહેનત કરવી પડી. તેમના અનુસાર શૂટિંગ શરૂ થવાના 20 દિવસ પહેલા સુધી ફક્ત અરુણ ગોવિલને હાસ્ય (સ્મિત) ની પ્રેક્ટિસ કરાવવામાં આવી. રામાનંદ સાગર ઇચ્છતા હતા કે, અરુણ ગોવિલ એવું સ્મિત ચહેરા પર લઈને આવે કે, જેને જોઈને લોકોને શાંતિનો અનુભવ થાય.

રામાયણની જબરજસ્ત લોકપ્રિયતાને લઈને પણ રામાનંદ સાગરે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. આજતકને આપેલા ઇન્ટરવ્યૂમાં રામાનંદ સાગરે જણાવ્યું હતું કે, તે સમયના રાષ્ટ્રપતિ તેમના મિત્ર હતા. એવામાં રાષ્ટ્રપતિએ તેમને જણાવ્યું હતું કે, તેમણે ભૂલથી એક અમેરિકી રાજદૂતને તેમને મળવાનો ખોટો સમય આપી દીધો હતો. એવું કરવા પર તે રાજદૂત ભારત પહોંચી પણ ગયો અને રાષ્ટ્રપતિને મળવાની ઈચ્છા પણ જાહેર કરી. ત્યારે ફક્ત રામાયણ જોવાને કારણે તેમણે તે રાજદૂતને મળવાની ના પાડી દીધી અને રાહ જોવા માટે કહ્યું.

આ લોકડાઉનમાં પણ રામાયણને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ટીઆરપીની બાબતમાં રામાનંદ સાગરની રામાયણે ઘણા એવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે, જેને તોડવા કોઈના માટે પણ સરળ નહિ હોય. અને દૂરદર્શન પર પ્રસારિત થયા પછી રામાનંદ સાગરની રામાયણ હવે સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.