રામાયણમાં ભજવ્યું હતું ભરત નું પાત્ર આજે આટલા બદલાઈ ગયા છે જેને ઓળખી શકવા પણ મુશ્કેલ

રામાયણ એક સફળ અને આધ્યાત્મિક સીરીયલ હતી જેને અબાલ-વૃધ્ધ બધાએ પસંદ કરી હતી. આ સિરિયલનું નિર્માણ, લેખન અને દિગ્દર્શન રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. જેના 78 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. જૂના વખતમાં આ સીરીયલ સૌથી વધારે જોવાતી સીરીયલ બની ગઈ હતી. કારણકે 4 ઘરમાંથી એક ઘરમાં ટીવી હોવાના કારણે આ સીરીયલ જોવા માટે અબાલ-વૃધ્ધ બધામાં ઉત્સુકતા રહેતી.

આ સિરિયલની લોકપ્રિયતા એટલી હદે પહોંચી હતી કે આખું ભારત જાણે કે થંભી ગયું હોય તેવો આભાસ થતો હતો અને દરેક વ્યક્તિ જે ટીવી સુધી પહોંચી શકતું હોય તે પોતાના બધા કામકાજ છોડીને આ સીરીયલ જોવા માટે રોકાઈ જતો. આ એક પ્રાચિન ભારતીય ધર્મગ્રંથ રામાયણ નું ટીવી રૂપાંતરણ છે. અને મુખ્યત્વે વાલ્મીકિ રામાયણ અને તુલસીદાજી ની રામચરિતમાનસ પર આધારિત છે. જેનો અમુક ભાગ કમ્બનની કમ્બરામાયણ અને અને અન્ય કામોથી લીધા હતાં. 1990 ના દસકામાં રામાયણ સીરીયલ દરેક ભારતીય ઘરોમાં ખુબ પસંદ કરવામાં આવતી હતી. કેમકે આમાં દરેક ભારતીયની ભાવના જોડાયેલી છે. રામાયણમાં ભજવવામાં આવેલા દરેક પાત્રને લોકો ખૂબ જ પસંદ કરતાં. પરંતુ આજે અમે આપને રામાયણમાં ભરતનું પાત્ર ભજવનાર અભિનેતા સાથે મળાવવા જઇ રહ્યા છીએ.

આના પ્રસારણ દરમ્યાન રામાયણ, ભારત અને વિશ્વ ટેલીવિઝન ના ઈતિહાસમાં સૌથી વધારે જોવાતો કાર્યક્રમ બની ગયો. અને બી.આર.ચોપરાના મહાભારતના પ્રસારણ થવા સુધી એની નામના એમની પાસેજ રહી. પછી રામાયણનું પુનઃપ્રસારણ અને વિડીયો પ્રોડકશન ના કારણે એને ફરી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ માં જૂન 2003 સુધી આ “ વિશ્વની સૌથી વધારે જોવાતી પૌરાણિક ધારાવાહિક ” ના રૂપમાં જાણીતી થઈ.

એ બધા પાત્રોને લોકો આજે પણ એટલાજ પસંદ કરે છે જેટલા કે ધારાવાહિકને કરી હતી. એટલું જ નહીં એ કલાકારોની પુજા પણ કરતી હતી. પરંતુ ત્યારથી આજ સુધીમાં આ ધારાવાહિક ના કલાકારોમાં બહુ ફેરફાર આવી ગયો છે. આજે અમે તમને રામાયણ ધારાવાહિક ના ભરતનું પાત્ર ભજવવા વાળા અભિનેતા સંજય ના વિષે જણાવવાના છીએ. જે આજે એટલા બદલાઈ ગયા છે જેમને તમે ઓળખી પણ ના શકો.

તમને જણાવી દઈએ કે રામાયણમાં રામના ભાઈ ભરતનું પાત્ર નિભાવનાર અભિનેતા નું સાચું નામ સંજય જોગ છે સંજય એક સારો અભિનેતા ગણાય છે. એમના સ્વભાવ બાબતે જણાવવામાં આવે છે કે 90 ના દસકમાં એમને ભરતનો રોલ તેમના ઉદારતાવાદી અને ગંભીર સ્વભાવને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો. તેમને ખાસ કરીને 1987 1988 માં રામાયણમાં ભરત નો રોલ કરવા માટે જ ઓળખવામાં આવે છે.

ફિલ્મોમાં પણ કરી ચૂક્યા છે કામ.

તમને જણાવી દઈએ કે સંજય રામાયણ સિવાય જિગરવાલા અને ધ બાય ગેટ્સ બ્રાઇટ જેવી હિટ ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યા છે. જોકે રામાયણમાં અભિનય કરવાથી તેમની એક ખાસ ઓળખાણ બની હતી. એટલુજ નહીં એમનું અસલી નામ પણ કોઈ જલ્દી જાણતું નહોતું. આજે પણ લોકો જ્યારે તેમને ટીવી કે કોઈ જૂની ફિલ્મમાં જુએ તો તરતજ કહે કે આ તો રામના ભાઈનું પાત્ર ભજવવાવાળા ભરત છે. સંજય જોગીએ રામાયણમાં ભરતનું પાત્ર ભજવીને લોકોના દિલમાં ઊંડી છાપ છોડી દીધી હતી.