શનિ જયંતી પર વર્ષો પછી દુર્લભ સંયોગ, 4 રાશિ વાળા થશે માલામાલ

વર્ષો પછી શનિ જયંતી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, માલામાલ થશે આ 4 રાશિવાળા, જાણો તમારી રાશિ શું કહે છે

આ વર્ષે 22 મે શુક્રવારે શનિ જયંતિની ઉજવણી થઈ. શનિદેવનો જન્મ જેઠ માસની અમાસના દિવસે થયો હતો, તેથી જ શનિ જયંતિ જેઠ અમાસ ઉપર ઉજવવામાં આવે છે. શનિ જયંતિ ઉપર આ વર્ષે ગ્રહોનું એક દુર્લભ સંયોજન પણ ઉભું થઇ રહ્યું છે. આ દિવસે પોતાની રાશી મકરમાં એક સાથે ત્રણ ગ્રહ બિરાજમાન થશે.

મકર રાશી શની સાથે સાથે ગુરુ અને ચંદ્રમાંની યુતિ બની રહી છે. ગ્રહોના આવા સંયોજનની રચના લાંબા સમય પછી થઈ રહી છે. મેષ, તુલા, મકર અને મીન રાશિઓના લાભના યોગ છે. આવો જાણીએ શનિ જયંતિ ઉપર ઉભા થઇ રહેલા આ દુર્લભ સંયોગથી તમામ રાશિ ઉપર કેવી અસર થશે.

મેષ- મેષ રાશિના લોકો માટે શની જયંતી ખૂબ જ વિશેષ અને શુભ ફળદાયી રહેવાની છે. ધંધા અને ધન લાભના યોગ બની રહ્યા છે. શનિ કર્મ ભાવમાં છે. નક્કી નવા કાર્યના અનુભવ થશે. નવા કામમાં પડવા માટે આ ઘણું શુભ મુહૂર્ત છે. ગુપ્ત રીતે ધન પ્રાપ્ત થશે અને આવકના નવા સ્રોત પણ ઉભા થશે. દેવા અને ખર્ચની તંગી પણ દૂર થશે. બીજાને હેરાન ન કરો. સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસા પાઠ કરો.

વૃષભ- શનિ જયંતિ ઉપર ઉભા થઇ રહેલા ગ્રહોનો દુર્લભ સંયોગ વૃષભ રાશિના લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે. ઘર, મકાન અથવા અન્ય કોઈ કાર્ય શરૂ કરવા માટે આ સમય શુભ છે. ઘર, પરિવાર અને સમાજમાં લોકો તરફથી સન્માન મળશે. ભાઈ-બહેન પરસ્પર સંબંધો સુધરશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ દિવસે સ્નાન કર્યા પછી શનિદેવની પૂજા કરો અને 10 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

મિથુન- આ પ્રસંગે શનિદેવ તમારી રાશિના આઠમા ભાવમાં રહેશે. ખાસ કરીને તમારા માટે ધન લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. ધંધા અને નોકરીમાં લાભની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુપ્ત સંપત્તિ પ્રાપ્ત થશે. જો કે સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે. ઘરના અન્ય કોઈ સભ્યના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. માતાપિતા અથવા ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

કર્ક- શનિ જયંતિ ઉપર શની દેવ કર્ક રાશિના સાતમા ગૃહમાં રહેશે. કર્ક રાશિના વ્યક્તિઓએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ ઉભા થઇ રહ્યા છે. નોકરીમાં પણ પરિવર્તનના યોગ ઉભા થઇ રહ્યા છે. ધંધામાં પણ ફટકો પડી શકે છે. પારિવારિક ઝગડાની શક્યતા વધુ છે. કર્ક રાશીના વ્યક્તિ શનિ જયંતી ઉપર એક લોખંડના વાટકામાં સરસિયાનું તેલ ભરીને તેમાં પોતાનો ચહેરો જુઓ અને છત્રી દાન કરો.

સિંહ- સિંહ રાશિના વ્યક્તિ માટે શનિ જયંતિ ઉપર મિશ્ર પરિણામ મળશે. શનિદેવ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં હાજર રહેશે. નવું કાર્ય શરૂ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. જો કે, આ સમય દરમિયાન દુશ્મન તમારા માટે એક મોટી સમસ્યા ઉભી કરી શકે છે. તેમની વ્યૂહરચનાથી સંભાળીને રહેવું પડશે. ઓફિસના સહકાર્યકરો સાથે વાદ વિવાદમાં ન પડો. આ દિવસે કાળી અડદની દાળનું દાન કરવાથી તમારા શત્રુઓનો નાશ થશે.

કન્યા- શનિદેવ શનિ જયંતિના દિવસે કન્યા રાશિના પાંચમા ભાવમાં રહેશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ કારકિર્દીના ક્ષેત્રમાં ઘણા પ્રયત્નો કરવાની જરૂર રહેશે. સફળતાના માર્ગમાં અનેક અવરોધો આવી શકે છે, તેથી મહેનત કરવામાં કોઈ કસર છોડશો નહીં. કારકિર્દીની દ્રષ્ટિએ મોટા અવરોધો પણ આ સમયે દૂર થઈ શકે છે. શનિદેવના બીજ મંત્ર ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः નો જાપ કરવાથી શત્રુઓનો નાશ થાય છે.

તુલા- શનિ જયંતિ ઉપર શનિદેવ તુલા રાશિના ચોથા ભાવમાં રહેશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. મહેનત કરવાથી સફળતા મળશે. નોકરી ધંધાની બાબતમાં બધુ સારું રહેશે. સંપત્તિ લાભના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. ખર્ચ ઓછા થશે અને દેવામાંથી પણ મુક્તિ મળશે. ધનની દ્રષ્ટિએ ખોટી રણનીતિ અપનાવવાનું ટાળો. કોઈ પણ કાર્ય શરુ કરતા પહેલા જીવનસાથીની સલાહ જરૂર લેવી. શમીના ઝાડને જળ અર્પણ કરવાથી તમારું ભાગ્ય ખુલી શકે છો.

વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન થોડું સાવચેત રહેવાની જરૂર રહેશે. શનિ તમારા પરાક્રમ ભાવમાં છે. ગુપ્ત શત્રુઓથી ખૂબ સાવચેત રહેવું પડશે. આમ તો નવું કાર્ય શરૂ કરવા માટે આ સારો સમય છે. લાંબા સમયથી અટવાયેલ કાર્ય પૂર્ણ થશે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. શનિ જયંતિ પછી દર શનિવારે ગરીબોને યથાશક્તિ મદદ કરવાથી તમને ડબલ લાભ મળશે.

ધનુ- શનિદેવ શનિ જયંતિ ઉપર ધન રાશિના બીજા ભાવમાં રહેશે. ઘરના સભ્યોનો સહયોગ મળશે. માનસિક તાણ દૂર થશે. ખર્ચ થોડો વધી શકે છે, પરંતુ આવકમાં કોઈ અડચણ આવશે નહીં. ગુસ્સામાં આવવાનું ટાળો. ગુસ્સાને કારણે થતાં વિવાદો તમને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન ગુસ્સા ઉપર નિયંત્રણ ન રાખવાના કારણે તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. શનિ જયંતી ઉપર કીડીઓને લોટ નાખવાનું શુભ રહેશે.

મકર– આ રાશિને પોતાની રાશી મકર માટે આ વખતે શનિ જયંતિ ખૂબ જ ખાસ રહેવાની છે. આ રાશિમાં શની સાથે ગુરુ રહેવાથી તમારું ભાગ્ય ખુલશે. આમાં ચાર ગ્રહોનું સંયોજન પણ બની રહ્યું છે. ધનની સમસ્યા દૂર થવાની છે. ખર્ચ ઘટશે અને ધન પ્રાપ્ત થશે. દેવામાંથી મુક્તિ મળશે. લોકોને આપેલા પૈસા પાછા મળી શકે છે. જો કે, વાણી ઉપર નિયંત્રણ ન રાખવાથી તમને નુકસાન પણ થઇ શકે છો.

કુંભ- શનિ જયંતી ઉપર ગ્રહોનો સંયોગ કુંભ રાશિના લોકોને વધારે ફાયદો નહીં કરી શકે. તેનાથી ઉલટું તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. મર્યાદિત સંસાધનો સાથે પૈસા આવતા રહેશે. સ્વાસ્થ્ય ઉપર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. સફળતા મેળવવા માટે વધુ સંઘર્ષ કરવો પડશે. કોઈની સાથે વિવાદમાં પડવાનું ટાળો. નીલમ રત્ન ધારણ કરવાથી શનિની સાડાસાતીની અસર થોડી ઓછી થઈ શકે છે.

મીન- મીન રાશિના લોકો માટે શનિ જયંતિ ખૂબ મહત્વની છે. તમારી રાશિમાં ધન યોગ ઉભા થઇ રહ્યા છે. શનિ તમારા ધનના ભાવમાં છે. જેટલી મહેનત કરશો સફળતા એટલી જ મળશે. સુસંગતતા દોષ ટાળો, ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ પણ રહેશે. ભાઈ-બહેન અને ઘરના અન્ય સભ્યો સાથેના સંબંધોમાં સુધારો થશે. સરસિયાના તેલમાં કાળા તલ નાખીને દાન કરવાથી લાભ થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.