રાશિફળ : 03 જાન્યુઆરી 2019, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

રાશિફળ : 03 જાન્યુઆરી 2019.

મેષ : વ્યવસાયમાં વિસ્તારની યોજનાઓ પર અમલ કરશો. મકાન-વાહનના દસ્તાવેજોમાં સાવધાની રાખવી. સોદાબાજી અથવા વૈદિક ચર્ચામાં તમે મૌનવ્રત ધારણ કરીને સમુર્ણ રમત મૌન રહીને જોશો તો ફાયદામાં રહેશો.

વૃષભ : તમારે અનિંદ્રા અને બેચેનીનો સામનો કરવો કરવો પડી શકે છે. અસમંજસમાં તમે ખોટા નિર્ણય લેશો અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા હોય ત્યારે વૈચારિક ઉથલ-પાથલને કારણે સમસ્યા થઇ શકે છે. તમે ઠગાઈ ન જાવ માટે સતર્ક રહો. કોર્ટ કેસની બાબતોમાં તમારા માટે નિર્ણય સંતોષકારક નહિ હોય.

મિથુન : સરકારી કામકાજમાં પરેશાની થઇ શકે છે. આર્થિક સમસ્યાઓ વધી શકે છે. ઘરમાં શુભ કામો પર ખર્ચ થશે. ભાઈ-બહેન સાથે સંબંધોમાં તિરાડ પડવાની આશંકા છે. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિ સારી બનશે.

કર્ક : આજે તમને કોઈક-કોઈક જગ્યાએથી ઉધાર આપેલું ધન પ્રાપ્ત થશે. બેરોજગાર હશો તો નોકરી મળવાના યોગ છે. યુવા વર્ગ પોતાના ભણતર માટે અથવા કરિયર માટે કોલેજ તથા યોગ્ય ક્ષેત્ર નક્કી કરી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો.

સિંહ : અનૈતિક કામો અને નકારાત્મક વિચારોથી દૂર રહો. ધનની તંગી અનુભવી શકો છો. બપોર પછી સમય અનુકૂળ રહેશે. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અનુભવ કરશો. ભોગવિલાસ પાછળ ધનનો વ્યય થશે. વ્યવસાયિક સ્થળ પર અધીકારીઓથી સાચવીને રહેજો. વિદેશમાં રહેવા વાળા સંબંધીઓના સમાચાર પ્રાપ્ત થશે.

કન્યા : આજે તમને મનોરંજનના ભરપૂર સાધન ઉપલબ્ધ થશે, એવું ગણેશજી કહે છે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદની પળ પસાર કરશો. આજે પોતાની વાણી પર સંયમ રાખો. ધનની તંગી થઇ શકે છે.

તુલા : આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. કામમાં સફળતા મળવાથી આજે તમે આનંદિત રહેશો. તમારા યશ અને કીર્તિમાં વધારો થશે. પરિવાનું વાતાવરણ અનુકૂળ રહેશે. શારીરિક અને માનસિક રૂપથી તમે પ્રફુલ્લિત અને સ્વસ્થતાનો અનુભવ કરશો.

વૃશ્ચિક : લેખનકામ અને સર્જનાત્મક પ્રવૃતિઓ માટે આજનો દિવસ શુભ છે. બૌદ્ધિક ચર્ચામાં લાભ લેવા માટે પણ આજે તમે વિચારી શકો છો. યશ અને કીર્તિમાં વધારો થશે. આજે થોડા વધારે ભાવનાશીલ રહેશો. વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે અને સહકર્મીઓનો સાથ મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

ધનુ : ભાવુકતા પર સંયમ રાખવાથી માનસિક વ્યગ્રતાનો અનુભવ ઓછો થશે. નાણાકીય બાબતોનું આયોજન થશે. વસ્ત્રાભૂષણ અને સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થશે. માતા તરફથી લાભ થશે. વિચારોમાં ઝડપી પરિવર્તન આવશે. નવા કામની શરૂઆત ન કરો. બૌદ્ધિક તેમજ તાર્કિક કામ કરો. પેટમાં તકલીફ થઇ શકે છે.

મકર : પરિવારજનો સાથે પારિવારિક વિષયો પર ચર્ચા કરી શકો છો. મિત્રો સાથે ઘનિષ્ઠતા વધશે અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. આજે ભાગ્યવૃદ્ધિના યોગ છે. આજે કંઈક વધારે જ સંવેદનશીલતાનો અનુભવ કરશો.

કુંભ : માનસિક રૂપથી વ્યગ્રતા રહેશે. પ્રસાધનો પાછળ સ્ત્રીઓના ધનનો વ્યય થશે. જમીન, મકાન, વાહન વગેરેનો સોદો સાચવીને કરો. વિદ્યા પ્રાપ્તિ માટે સારો સમય છે. પરિવારજનોને તમારાથી અસંતોષ થઇ શકે છે. આજે ભાગ્યવૃદ્ધિના યોગ છે. ભાઈ-બહેનનો પ્રેમ તમારા પર વરસશે. આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે. વાણી પર સંયમ રાખો. ધનના વ્યયથી સાચવીને ચાલજો. નિર્ણય શક્તિનો અભાવ રહેશે.

મીન : કોઈના વિવાદમાં ન પડો અને પોતાનું મન એકાગ્ર કરવાનો પ્રયત્ન કરજો. આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. માનસિક રૂપથી પણ તમે સ્વસ્થતાનો અનુભવ કરશો.