બુધવારે ચંદ્ર પર રાહુની પડશે નજર, આ 3 રાશિઓ માટે દિવસ સારો નથી, 8 રાશિઓએ સાવચેત રહેવું પડશે.

મેષ રાશિ : આજે નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે. કંઈક નવું શરૂ કરવા માટે સમય ઘણો અનુકૂળ છે. તમારી મહેનત અને પ્રયત્નના સાર્થક પરિણામ સામે આવશે. લગ્ન યોગ્ય લોકો માટે કોઈ સારા સંબંધ માટે વાતચીત શરૂ થઈ શકે છે. કોઈ પારિવારિક બાબતને લઈને ભાઈ-બહેનો વચ્ચે બોલાચાલી થઈ શકે છે. ઘરના વૃદ્ધની સલાહથી સંબંધો ખરાબ થવાથી બચાવો. ધર્મના નામ પર કોઈ તમારું નુકશાન કરી શકે છે, એટલે સાવચેત રહો.

વૃષભ રાશિ : સમાજ અને સંબંધીઓમાં તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સરળ સ્વભાવને કારણે માન-પ્રતિષ્ઠા બની રહેશે. સમય થોડો મિશ્રિત પ્રભાવ લઈને આવી રહ્યો છે. પરંતુ તેને ઉત્તમ બનાવવો તમારું કામ છે. ઘરના કોઈ વૃદ્ધના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ડોક્ટર પાસે પણ જવું પડી શકે છે. સાથે જ કોઈ અશુભ સમાચાર મળવાથી પણ મન ઉદાસ રહેશે.

મિથુન રાશિ : થોડા સમયથી નજીકના સંબંધીઓ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યા હતા, આજે તે કોઈની મધ્યસ્થીથી દૂર થઈ જશે. અને સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મેળમિલાપ વધશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરંતુ તમારે પણ પોતાના સ્વભાવમાંથી અહંકારને ખતમ કરવો જરૂરી છે. જેનાથી મુશ્કેલીઓ જલ્દી ઉકેલાઈ જશે. કોઈ પણ યોજના પર કામ કરતા પહેલા તેના પર સારી રીતે વિચાર કરવો જરૂરી છે.

કર્ક રાશિ : ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બનશે. જેનાથી ઘણી વધારે શાંતિ અને હળવાશ અનુભવશો. ઘરમાં સુખ-શાંતિ સંબંધી વસ્તુઓની ખરીદી થશે. કોઈ કિંમતી ઉપહાર પણ મળી શકે છે. કોઈ દુઃખદ સમાચાર મળવાથી થોડા સમય માટે મનમાં ઉદાસી અને નકારાત્મક વિચાર ઉઠી શકે છે. પરંતુ તમે જલ્દીથી સહજ થઈ જશો. વિદ્યાર્થી વર્ગ ભણવાની અપેક્ષાએ ફાલતુ ગતિવિધિઓ પર વધારે ધ્યાન આપશે.

સિંહ રાશિ : વિદ્યાર્થીઓને પોતાની નોકરી સંબંધી કોઈ ક્ષેત્રમાં ઇન્ટરવ્યૂમાં સફળતાના યોગ બની રહ્યા છે. એટલા માટે સંપૂર્ણ મહેનતથી પોતાના કામ પર પ્રયત્નશીલ રહો. પોતાના નિયમો અને સિદ્ધાંતો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ના કરો. પોતાના મહત્વપૂર્ણ દસ્તાવેજોને ઘણા વધારે સાચવીને રાખો, કારણ કે જો ખોવાઈ ગયા તો પાછા મળવા અશક્ય લાગી રહ્યા છે. ઘરમાં નાનકડી વાત પર કારણ વગર જ તણાવ ઉત્પન્ન થઈ શકે છે. વધારે ગુસ્સો કરવાથી બચો.

કન્યા રાશિ : પ્રભાવશાળી અને પ્રતિભાવાન લોકો સાથે વધારે સમય પસાર કરો. તેનાથી તમારી અંદર આત્મબળ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, તથા નકારાત્મક વિચાર દૂર થશે. ભાગ્ય કરતા વધારે પોતાના કર્મ પર વિશ્વાસ રાખો. સામાજિક ગતિવિધિઓ પર વધારે ધ્યાન ના આપવાને કારણે અમુક નજીકના લોકો તમારાથી નારાજ રહી શકે છે. પરંતુ આ વાતો પર ધ્યાન ના આપીને તમે પોતાના કર્મ પર લાગ્યા રહો. પરંતુ ઘરના વરિષ્ઠ લોકોનું માન-સમ્માન જરૂર બનાવી રાખો.

તુલા રાશિ : તુલા રાશિના લોકો ઘણા વધારે સંતુલિત પ્રવૃત્તિના હોય છે. તમે પોતાના સામાજિક સંબંધોને વધારે મજબૂત કરશો. ધાર્મિક કાર્યમાં સમય વધારે પસાર થશે. ઘરમાં કોઈના લગ્ન સંબંધિત કોઈ યોજના બનશે. આજે કોઈ પણ પ્રકારની યાત્રાથી કોઈ નુકશાન થવાની શક્યતા દેખાઈ રહી છે, એટલે યાત્રા સ્થગિત રાખો. આર્થિક સમસ્યાને લઈને ઘરમાં થોડો તણાવ પણ રહેવાની શક્યતા છે.

વૃશ્ચિક રાશિ : કોઈ અટકેલું મોટું પેમેન્ટ આજે મળવાથી આર્થિક સમસ્યાઓ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે, તથા ટેંશન પણ દૂર થશે. ઘરના વૃદ્ધના આશીર્વાદ અને સહયોગ તમારી મુશ્કેલીમાં સહાયક સાબિત થશે. આજે મિત્રો અને નકામા કામોમાં પોતાનો સમય બરબાદ ના કરો. કારણ કે તેમના લીધે તમારા મહત્વપૂર્ણ કામ વચ્ચે જ અટકી જશે. વિદ્યાર્થી વર્ગે પોતાના ભણતર પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે.

ધનુ રાશિ : તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ સમક્ષ તમારા વિરોધી પરાસ્ત થશે. સમાજમાં તમે પોતાને સમ્માનિત અનુભવશો, અને તેજ કારણે તમે પોતાના કામ સારી રીતે કરવામાં સમર્થ થશો. આવકના સાધન અત્યારે સામાન્ય જ રહેશે. એટલા માટે ખર્ચ પર સતત અંકુશ રાખવો જરૂરી છે. પૈસાની બાબતમાં હાથ તંગ રહી શકે છે, પરંતુ આ સમયે પોતાનો દૃષ્ટિકોણ સકારાત્મક બનાવીને રાખવો જ ઉચિત છે.

મકર રાશિ : સંતાનને વિદેશ સાથે સંબંધિત કોઈ સિદ્ધિ મળવાથી ઘરમાં ખુશી ભરેલું વાતાવરણ રહેશે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુગેધરનો પણ પ્લાન બનાવી શકો છો. ખર્ચના વધારાનું પણ દુઃખ નહિ હોય. પાડોશીઓ સાથે નાનકડી વાતને લઈને કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે. પોલીસ સ્ટેશન જવાની પણ સ્થિતિ ઉભી થઈ શકે છે. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

કુંભ રાશિ : જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો સુઝબુઝ અને વિવેકથી કામ લો. નિર્ણય તમારા પક્ષમાં આવશે. સાથે જ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ તમારા કામને વધારે સુગમ બનાવશે. કોઈ પણ નિર્ણય દિલની જગ્યાએ મગજથી લો. ભાવુકતામાં આવીને તમે પોતાનું નુકસાન કરી શકો છો. બાળકોની ગતિવિધિઓ પર કડક નજર રાખો, તેમના દ્વારા કોઈ પ્રકારનું નુકશાન થઇ શકે છે.

મીન રાશિ : છેલ્લા થોડા સમયથી થાક ભરેલી દિનચર્યાથી આજે રાહત મળશે. સાથે જ નજીકના મિત્રો સાથે મનોરંજન સંબંધી ભોગવિલાસમાં સમય પસાર થશે. બાળકની કિલકારી સંબંધિત કોઈ શુભ સૂચના મળી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો. જમીન-મિલકત સંબંધિત દસ્તાવેજી કાર્યવાહીને વધારે ધ્યાનથી કરો. કોઈ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે.