આ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.

મેષ રાશિ : અમુક એવી વસ્તુઓ પર સારો ભાવતાલ થવાની શક્યતા છે, જે તમારા બજેટની બહાર છે. સમયસર મળેલી કોઈ વૃદ્ધની સલાહ તમને કામ લાગી શકે છે. એક પરિવર્તન પોતાની સાથે કંઈક નવીનતા લાવે છે, અને તમને આરામ કરવામાં મદદ કરે છે. જિમ શરૂ કરવા અથવા ફિટનેસ રૂટિન શરૂ કરવું શક્ય છે, અને તેનાથી ઘણો ફાયદો થશે. વ્યસ્તતાને કારણે બાળકોની જિજ્ઞાસાને જરૂરી પ્રોત્સાહન આપો. તમે પરિવારને સમય નહિ આપી શકો, પણ જીવનસાથીના સહયોગથી પરિવારનું વાતાવરણ અનુશાસિત રહેશે.

વૃષભ રાશિ : પારિવારિક જીવન તમારા માટે મધ્યમથી વધારે સુખદ સાબિત થઇ શકે છે. ઓછા પ્રયત્નોમાં ઉત્તમ આવક થશે. આ અઠવાડિયે વિપરીત પરિસ્થિતિઓ પર તમે પોતાની સુઝબુઝથી વિજય પ્રાપ્ત કરી શકો છો. નોકરી કરતા લોકોએ આજે ઓફિસનું વધારે કામ કરવું પડશે. પોતાનો સમય વધારે ખુલ્લી હવામાં પસાર કરો. પરિવાર સાથે તાલમેલ બનાવીને ચાલો. પતિ-પત્નીનો મધુર સંબંધ રહેશે. લોન્ગ ડ્રાઈવ પર જવું અને પરિવાર સાથે ફરવું તમારા મૂડને ફ્રેશ રાખશે.

મિથુન રાશિ : તમારા મિત્ર તમને કામ લાગશે. કરિયરને ચમકાવવા માટે તમને ઘણા અવસર મળી શકશે. સંબંધીઓ અને મિત્રો સાથે પોતાના સંબંધને બગડવા ના દો. સરકારી સેવા કરતા વ્યક્તિઓ માટે આપાતકાલીન ડ્યુટી પર જવું પડી શકે છે. આજે તમે અને પરિવાર આધ્યાત્મિક કાર્યોથી જોડાયેલા રહેશે. તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ભોજન તમને સ્વસ્થ અને ઉર્જાવાન બનાવી રાખશે. આજના દિવસે તમે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરો.

કર્ક રાશિ : વ્યવસાય અને નોકરીમાં લાભના યોગ છે. કોઈ ખાસ મિત્ર તરફથી આર્થિક લાભ થવાની શક્યતા છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. શરીર સ્વસ્થ રહેશે. માનસિક સ્વાસ્થ્ય બની રહેશે. જો તમે શિક્ષણ સાથે સંબંધિત કામ કરો છો, તો તમને નાણાકીય લાભ પણ થશે, કુંવારા લોકો માટે એક સારો સંબંધ મળવાની શક્યતા છે. ધ્યાન અને યોગની મદદ લો. આજે તમારો શુભ અંક 1 હશે અને શુભ રંગ આછો ગુલાબી હશે.

સિંહ રાશિ : નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ મળવાનો છે. વ્યાપારમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ધન કમાઈ શકો છો. વાહન સાથે સંબંધિત અટકેલું કામ પૃરુ થશે. વ્યવસાયમાં કામ વધારે રહેવાને કારણે પોતાના કર્મચારીઓને પણ અમુક અધિકાર આપો, જે તમારા કામના બોજને હળવો કરશે અને તણાવથી પણ છુટકારો અપાવશે. પતિ-પત્ની, મિત્રોના સંબંધમાં મધુરતા રહેશે.

કન્યા રાશિ : આજે તમારા કરિયર માટે મહત્વપૂર્ણ દિવસ રહેશે. તમે પરિવારની ઈચ્છા પુરી કરશો. આજે તમારા અમુક નવા મિત્ર બનશે. તમને તમારા દરેક કામમાં સફળતા મળશે. તમને અમુક નવા બિઝનેસ પ્રપોઝલ પણ મળી શકે છે. જીવનસાથી સાથે તમારા સંબંધમાં મધુરતા કાયમ રહેશે. આજે તમારા સકારાત્મક વિચાર હિતકારી સાબિત થશે. આજે તમને કોઈ લગ્ન સમારોહમાં જવાના અવસર મળશે. શિવલિંગ પર નારિયેળ અર્પણ કરો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે.

તુલા રાશિ : આજે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. તમને વ્યાપારમાં આશા કરતા ઓછો લાભ થશે. અમુક બાબતોમાં સાથે કામ કરતા લોકોનો તમને સહયોગ નહિ મળી શકે. તમને ઘરના કામમાં જીવનસાથીનો પૂરતો સહયોગ નહિ મળે. તમે પોતાના જીવનને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરશો. આજે ઓફિસના કામનો બોજ થોડો વધી શકે છે. માતા-પિતાનો આશીર્વાદ લો, તમારી બધી સમસ્યાઓનું સમાધાન નીકળશે. મોટા વૃદ્ધોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

વૃશ્ચિક રાશિ : કાર્યક્ષેત્ર પર કોઈ સિનિયરને રાજી કરવામાં સફળ થશો. ઘરે મહેમાનોના આવવાથી વ્યસ્ત રહેશો. પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. ભાડા માટે કોઈ પ્રોપર્ટી પણ મળી શકે છે. પ્રેમ સંબંધો પર ધ્યાન આપવાની જરૂર છે. તમને અમુક મહત્વપૂર્ણ કરાર મળશે. પારિવારિક તણાવને પોતાના વ્યવહાર પર હાવી ન થવા દો. તમને મુશ્કેલીઓ અને કામ ઘણા મોટા લાગી રહ્યા છે. લવ પાર્ટરન સાથે સારો સમય પસાર કરી શકો છો.

ધનુ રાશિ : બાળકો સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ બની રહેવાની શક્યતા છે. કારોબારમાં સારો લાભ થશે. નોકરીમાં પ્રગતિના યોગ છે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનું સંપૂર્ણ સમર્થન મળશે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ બની રહેશે. પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. મોજ-શોખ તથા મનોરંજન પાછળ ખર્ચ થશે. પરિવારના સભ્યો સાથે ભોજનનો આનંદ ઉઠાવી શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મકર રાશિ : આજનો દિવસ સારો રહેશે. કારોબારમાં નફો મળી શકે છે. કોઈ મિત્ર અથવા જીવનસાથીના શુભ સમાચાર મળશે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. આર્થિક આયોજન પુરા થશે. પરિવારમાં માંગલિક કાર્ય થશે. પ્રવાસ તથા લગ્નના યોગ છે. વૈવાહિક સુખનો આનંદ માણી શકશો. નવા મકાન અથવા વાહનની ખરીદીના શુભ સમાચાર આવી શકે છે. નવી યોજનાઓ સફળ થઈ શકે છે. યાત્રા લાભકારી રહેશે. બિનજરૂરી ધન ખર્ચ થવાની શક્યતા રહેશે.

કુંભ રાશિ : તમે એક નવી ભાગીદારીમાં પ્રવેશ કરી શકો છો. આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. રોકાણ માટે સમય વધારે અનુકૂળ છે. ધન પ્રાપ્તિના યોગ છે, પણ બિનજરૂરી ખર્ચ વધવાથી સ્વભાવમાં ચીડિયાપણું પણ રહી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક પક્ષ નબળો રહેવાથી તણાવ રહી શકે છે. મિત્રો સાથે પ્રવાસ-પર્યટનનું આયોજન લાભદાયક હશે. પારિવારિક કામોની પાછળ ધન ખર્ચ થશે. નવા કામોની શરૂઆત ના કરો. સ્વાસ્થ્યમાં થોડી ગડબડ રહેશે.

મીન રાશિ : પરિવારમાં ભાઈ બહેનથી ધન લાભ થવાનો છે. આજનો દિવસ સામાન્ય રહેશે. આવકના નવા સાધન પ્રાપ્ત થશે. આર્થિક પક્ષ નબળો રહેવાથી તણાવ રહી શકે છે. ઓફિસના કામોમાં વ્યસ્ત રહેશો. સરકારી કાર્ય પુરા થશે. ગૃહસ્થ જીવનમાં સંપ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ રહેશે. મિત્ર આર્થિક રૂપથી તમારી મદદ કરી શકે છે. બિનજરૂરી ખર્ચ અટકાવવામાં સફળ રહેશો. માંગલિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. ખાન-પાનનું ધ્યાન રાખો.