સોમવારે આ રાશિઓનું ભાગ્ય રહેશે પ્રબળ, કાર્ય-વ્યાપારને લઈને મળશે શુભ સમાચાર.

મેષ રાશિ : આજનો દિવસ સારો રહેશે. આકસ્મિક ધન લાભ થવાની શક્યતા છે, જેથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. મિત્રોનો સહયોગ મળશે. ગુસ્સા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખો, નહિ તો વાદ-વિવાદ થઈ શકે છે. હિતશત્રુઓથી પણ સાવધાન રહો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાંચવા-લખવામાં રુચિ રહેશે. ઘર પરિવારનો માહોલ તમારા માટે અનુકૂળ રહેશે, પણ આવક કરતા વધારે નકામા ખર્ચ પર નિયંત્રણ લાવવાની જરૂર છે. નકામા ખર્ચ વધી શકે છે.

વૃષભ રાશિ : આજનો દિવસ શુભ રહેશે. મનોરંજનના ભરપૂર અવસર મળશે. મિત્રો સાથે પાર્ટી અથવા પીકનીક પર જઈ શકો છો. કારોબારમાં લાભના અવસર રહેશે. માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પરિશ્રમ વધારે રહેશે. વસ્ત્ર આભૂષણ, વાહન તથા ભોજનનું સારું સુખ પ્રાપ્ત થશે. ઘર પરિવારનો સારો સહયોગ મળશે, જેથી મન પ્રફુલ્લિત રહેશે. મહત્વપૂર્ણ કાર્ય સમય પર પુરા થશે અને નવા અનુભવ પ્રાપ્ત કરશો. લગ્ન જીવન સારું રહેશે. અચાનક ધન લાભના યોગ છે.

મિથુન રાશિ : આજનો દિવસ સારો રહેશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયના સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. ભાઈ-બંધુઓનો સહયોગ મળશે. શારીરિક રૂપથી સ્વસ્થતા અને માનસિક રૂપથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે. સકારાત્મક વિચારધારાથી કામ કરવા પર સફળતા મળશે. બીજાને તેમના કાર્યોમાં મદદ કરવાથી પ્રસન્નતા મળશે. ખાન-પાનનું ધ્યાન રાખો અને યાત્રા પર જવાથી બચો, નહિ તો નુકશાન ભોગવવું પડી શકે છે.

કર્ક રાશિ : વિદ્યાપ્રાપ્તિ માટે આજનો દિવસ અનુકૂળ છે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. આવકમાં વૃદ્ધિના યોગ રહેશે. આર્થિક આયોજન પણ સારી રીતે થશે. અમુક જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. હાથનીચે કામ કરતા કર્મચારીઓ પાસેથી ઈચ્છા અનુસાર સહયોગ નહિ મળે. લાલચથી અંતર બનાવી રાખો, નહિ તો કાર્યમાં અડચણ આવવાની શક્યતા રહેશે. વરિષ્ઠ લોકો ખિજાઈ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિવારજનોનો સહયોગ મળશે. વાતાવરણને કારણે સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે.

સિંહ રાશિ : આજનો દિવસ મિશ્રિત રહેશે. આર્થિક લાભ મળવાની શક્યતા રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. માતા-પિતા અને મિત્રો તરફથી સહયોગ મળશે. ખર્ચમાં વૃદ્ધિ થવાથી માનસિક રૂપથી પરેશાન રહેશો. આળસ, થાક, અશક્તિ રહેવાને કારણે અસ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યપ્રણાલીમાં કોઈ પરિવર્તનની શક્યતા રહેશે. બિનજરૂરી વાતોથી ધ્યાન હટાવશો, તો કામમાં સફળતા મળશે. લગ્ન જીવન ઠીક રહેશે. યાત્રાની શક્યતા રહેશે.

કન્યા રાશિ : આજનો દિવસ સારો રહેશે. વ્યવસાયી સારો લાભ કમાશે. આવક વધારવાના પ્રયત્ન સફળ થશે અને અનુભવોનો લાભ મળશે. કારોબાર સાથે જોડાયેલી યાત્રા પર જઈ શકો છો. સામાજિક રૂપથી માન-સમ્માનમાં, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી મન અશાંત રહેશે. પરિવારજનો અને મિત્રોનો સહયોગ મળશે. ભાઈ-બંધુઓ સાથે સંબંધમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. નિર્ણય લેવામાં સ્વતંત્ર રહેશો, સમજી-વિચારીને કાર્યોની શરૂઆત કરો.

તુલા રાશિ : આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં અડચણ આવશે, પણ પોતાના પ્રયત્નોથી કારોબારમાં નફો અને નોકરીમાં પ્રગતિ મળવાની શક્યતા છે. કાર્યભાર વધારે રહેશે. ક્રોધ પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખો, નહિ તો કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. ખર્ચ પર સંયમ રાખવાથી નિરર્થક ખર્ચ ટાળી શકશો. વૃદ્ધોનું માર્ગદર્શન લેવું સારું રહેશે. શારીરિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. યાત્રાઓની શક્યતા રહેશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ સારો રહેશે. ધન પ્રાપ્તિના યોગ રહેશે. કારોબારમાં સારો નફો મળશે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ તો મળશે, પણ સ્થાન પરિવર્તનની શક્યતા બની રહી છે. આળસ અને તણાવ વધી શકે છે. મનમાં શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રહેશે. પૈસાને લઈને વધારે જોખમ ના લો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. જરૂરી કાર્યોને પુરા કરવામાં સફળ થશો. જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારમાં કોઈ સાથે મનમોટપ થઈ શકે છે.

ધનુ રાશિ : આજનો દિવસ મિશ્રિત રહેશે. બિનજરૂરી ખર્ચ વધારે થશે, પણ આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના અવસર મળશે. પરિવારજનો સાથે ક્લેશ થવાની શક્યતા છે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. કાર્યોને સમયસર પુરા કરવામાં મુશ્કેલી થઈ શકે છે. ભાઈ-બંધુઓ તરફથી ઈચ્છા અનુસાર સહયોગ મળશે. પહેલા કરવામાં આવેલા કામોને કારણે લાભ પ્રાપ્ત કરશો. ગુસ્સા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખો. વાહન ચલાવતા સમયે સાવચેત રહેવાની જરૂર છે.

મકર રાશિ : આજનો દિવસ સારો રહેશે. કારોબારમાં આર્થિક લાભ મળવાની શક્યતા રહેશે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે અને પ્રગતિના અવસર મળી શકે છે. આર્થિક યોજનાઓ પણ સફળતાપૂર્વક સંપન્ન કરી શકશો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો છો. આશા-નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે. નોકરીમાં તમને નવી જવાબદારી મળી શકે છે. વ્યાપારમાં વધારે મહેનત કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. મિત્રોનો સહયોગ મળશે.

કુંભ રાશિ : આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના અવસર મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતા બની રહી છે. ઉચ્ચ અધિકારીઓ પર તમારા કામની સકારાત્મક અસર થવાથી તે તમારા પર પ્રસન્ન રહેશે. કારોબારમાં લાભ પ્રાપ્ત કરશો, પણ બિનજરૂરી ખર્ચ વધારે રહેવાથી મન અશાંત રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. પિતા સાથે સંબંધ પ્રેમપૂર્ણ રહેશે અને તેનાથી લાભ પણ થશે. પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે.

મીન રાશિ : આજનો દિવસ મિશ્રિત રહેશે. આવક વૃદ્ધિના સ્ત્રોત વિકસિત થઈ શકે છે. સરકારી કામ પુરા કરી શકશો. કારોબારમાં સારો લાભ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પારિવારિક જીવન સારું રહેશે. વિદેશ યાત્રાની શક્યતા છે. વાતચીતમાં સંયમ રાખો. મિત્રો સાથે ભેટ થઈ શકે છે. વ્યસ્તતાને કારણે શારીરિક રૂપથી સ્ફૂર્તિનો અભાવ અને થાકનો અનુભવ થશે. સંતાનના સ્વાસ્થ્યની ચિંતા રહેશે અને તેમની સાથે મતભેદ પણ થઈ શકે છે. સાસરી પક્ષના સંબંધમાં મધુરતા રહેશે.