આ રાશિઓ માટે શુભ છે ગુરુવારનો દિવસ, વાંચો રાશિફળ.

મેષ રાશિ : લોન સાથે સંબંધિત કામ પ્રભાવિત થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગનું ભણવામાં મન નહિ લાગે. પરિવારમાં માતા-પિતા તરફથી આર્થિક સહયોગ મળશે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેવાની છે.

વૃષભ રાશિ : બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. લવ પાર્ટનર સાથે ચાલી રહેલ પરસ્પર મનમોટપ ખતમ થશે. આજે પારિવારિક બાબતો પર ઘરમાં વિવાદ થઈ શકે છે. વ્યાપારિક દૃષ્ટિએ લાભના અવસર મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન રાશિ : બીજાની જીવનશૈલી જોઈને પોતાની રહેણી-કરણી બદલવાનો પ્રયત્ન કરશો. વ્યાપારિક સ્થિતિ આશાજનક રહેશે. જીવનસાથીની ભાવનાઓને સમજો અને તેમને પણ સમય આપો. પરોપકાર કરીને માનસિક સુખ પ્રાપ્ત કરી કરશો. વ્યવસાયમાં નવી ગતિવિધિઓ લાભકારી રહેશે.

કર્ક રાશિ : પોતાની કામ કરવાની રીત બદલો. ઘરની સજાવટ પર મોટો ખર્ચ થવાની શક્યતા છે. આજે દેવું લેવાથી બચવું જોઈએ. વ્યાપારમાં નવી યોજનાઓની શરૂઆત થશે. પારિવારિક, માંગલિક કાર્યની યોજના બનશે.

સિંહ રાશિ : આજના દિવસે મન ભાવનાઓથી વ્યથિત રહેશે. મનના પ્રવાહમાં આવીને કોઈ અનૈતિક કામ ન કરો. કાયદાકીય વાતોનો નિર્ણય સમજી વિચારીને કરો. મહિલાઓનું વિશેષ ધ્યાન રાખો. વાણી અને વર્તનમાં સંપર્ક રાખો. વિદેશમાંથી કોઈ શુભ સમાચાર મળવાની આશા છે.

કન્યા રાશિ : આજે ધન પ્રાપ્તિ માટે શુભ સમય છે. વ્યાપારમાં લાભ થશે. બાકી નાણાં વસૂલી શકાશે. કુંવારા લોકોને જીવનસાથીની શોધમાં સફળતા મળશે. પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહેશે. ગૃહસ્થ-જીવનમાં મેળ-મિલાપ રહેશે.

તુલા રાશિ : આજના દિવસે તમારું મનોબળ ઊંચું રહેશે. મુશ્કેલ કામ પણ તમે સરળતાથી પુરા કરી શકશો. નોકરી હોય કે વ્યવસાય આજે દરેક ક્ષેત્રમાં તમે પોતાના પ્રદર્શનથી ઉત્સાહિત રહેશો. અધિકારી અને સાથે કામ કરતા લોકો તમારી પ્રશંસા કરશે. થાકને કારણે રાત્રે સારી ઊંઘ આવશે. ભાગ્ય 83 ટકા સાથ આપશે.

વૃશ્ચિક રાશિ : સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ભાગ્ય આજે દરેક ક્ષેત્રમાં તમારો સાથ આપશે, નવા કામ શરૂ કરવા ઈચ્છો છો તો અચકાયા વગર આગળ વધો. ધર્મ કર્મમાં તમારી રુચિ રહેશે. કોઈ શુભ અને પુણ્યનું કામ તમારા હાથોથી થઈ શકે છે. ભાગ્ય 92 ટકા તમારી સાથે છે.

ધનુ રાશિ : વ્યસ્ત રહો મસ્ત રહો. તમે બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહો છો. આજે બિનજરૂરી ખર્ચ વધશે. તમે પોતાના દુઃખ સંતાડી રહ્યા છો. આજે સારા સમાચાર મળવાનો દિવસ છે.

મકર રાશિ : આજના દિવસે વ્યાપાર વૃદ્ધિના યોગ છે. પ્રેમીઓ માટે આજે પ્રણય પરિચયનો દિવસ રહેશે. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન-મુલાકાત, સુંદર ભોજન અને વસ્ત્ર પરિધાન, વિપરીત લિંગના પાત્રો સાથેની નિકટતા વગેરે આજના દિવસને આનંદિત અને રોમાંચિત બનાવશે.

કુંભ રાશિ : આજે તમારું ધ્યાન પોતાના કામ પર રહેશે. વ્યસ્તતાને કારણે બીન જરૂરી વિચાર તમને પરેશાન નહિ કરી શકે. કારોબારમાં સારી કમાણી થશે. નોકરીમાં સારું પ્રદર્શન રહેશે. સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોને માન-સમ્માન પ્રાપ્ત થશે. ભાગ્ય 83 ટકા સુધી સાથ આપશે.

મીન રાશિ : આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે શુભ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે, અને પ્રગ્રતિના નવા અવસર પ્રાપ્ત થશે. કલ્પના શક્તિથી સાહિત્ય લેખનમાં નવું કામ કરી શકો છો. તમારા સ્વભાવમાં વધારે ભાવુકતા અને કામુકતા રહેશે.