શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

મેષ રાશિ : આજે જો તમે સુઝબુઝ સાથે કામ લો, તો વધારે ધન કમાઈ શકો છો. માનસિક રૂપથી તમે મજબૂત રહેશો. દાંપત્ય જીવન તમને શાંતિ આપશે. તમે સાફ મનના છો, પણ કોઈને સમજાવવા માટે કોમળ વર્તન રાખો. શિક્ષણ સ્થળ પર વિવાદની સ્થિતિ ટાળો. આજે તમે પોતાની પ્રેમિકા સાથે રોમાન્ટિક ક્ષણ પસાર કરી શકો છો. સંપત્તિના મોટા સોદા થઈ શકે છે. મોટો લાભ થશે. પ્રગતિના માર્ગ ખુલશે. કોર્ટ સાથે જોડાયેલી બાબતો સફળ સાબિત થશે.

વૃષભ રાશિ : શિક્ષણ, પ્રેમ અને સંતાન પક્ષ સુખ દાયક રહેશે. સંબંધોને બળ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક કામને સારી રીતે પુરા કરશો. નકામી ચિંતા છોડી દો, અને પોતાના સપના પુરા કરવામાં લાગી જાવ. આજે આકસ્મિક ધન પ્રાપ્ત થઇ શકે છે. ધનની બાબતમાં દિવસ અનુકૂળ રહેશે. તમે જીત માટે કાંઈ પણ કરવા તત્પર રહેશો. લાભના અવસર મળશે. વિરોધીઓની હાર થશે. શિક્ષણના ક્ષેત્રમાં આજે તમારે સખત મહેનત કરવી પડી શકે છે.

મિથુન રાશિ : મિથુન રાશિવાળા પોતાની વાણી પર સંયમ રાખો, નહિ તો તેનાથી કોઈને દુઃખ પહોંચાડી શકો છો. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઇ શકે છે જે તમારી સામે કામની ઓફર મૂકી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવનું વાતાવરણ રહેશે. તન-મનમાં સ્ફૂર્તિનો અભાવ રહેશે. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. કોઈ નજીકના વ્યક્તિનું વર્તન દિલને દુઃખ પહોંચાડી શકે છે. નકારાત્મકતા રહેશે. તમને જલ્દી જ તમારો સાચો પ્રેમ મળવાનો છે.

કર્ક રાશિ : આજે અજાણ્યા વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. આજે તમે પોતાના સાથી વિષે કઈંક નવું જાણી શકો છો, અને આ નવી જાણકારીથી તમને એક સુખદ આશ્ચર્ય થશે. જીવનસાથીના સહયોગથી કામ પૂરું થશે. કોઈની દેખાદેખીમાં તમારું નુકશાન થઈ શકે છે. ઘરનું વાતાવરણ તમને કંઈક નવું કરવા પ્રોત્સાહિત કરી કરશે. દાંપત્ય જીવનમાં જીવનસાથીના સહયોગથી અનેક કામો પુરા કરશો. કરિયરમાં પ્રગતિના યોગ છે.

સિંહ રાશિ : આજે પરિવાર અને સંતાનના વિષયમાં તમને આનંદની સાથે સાથે સંતોષનો અનુભવ થશે. કોઈ પણ એવી જગ્યાએ રોકાણ ન કરો જ્યાં જોખમ વધારે હોય અથવા કોઈ એવી વ્યક્તિને પોતાનું ધન ના આપો જેના પર તમે વિશ્વાસ ના કરી શકો. પ્રગતિના માર્ગ ખુલશે. જોખમ લેવાનું સાહસ કરી શકશો. ઘન પ્રાપ્તિ સુગમ થશે. ઉત્સાહમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પોતાનો વ્યવહાર અને આચરણ બદલશો તો લોકો તમારા થઈ જશે.

કન્યા રાશિ : કારોબારમાં ફાયદો થશે. નોકરીમાં પ્રગતિ મળશે. લાંબા સમયથી અટકેલું ધન તમને મળી શકે છે. પ્રભાવ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. સંચિત ધનનો ઉપયોગ સફળતા પૂર્વક કરો. નવી જવાબદારી મળવાની શક્યતા છે. પરિવારમાં કોઈ મોટો નિર્ણય લેવામાં કોઈ વૃદ્ધની સલાહ કામ લાગશે. કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. વ્યવસાય ઈચ્છા મુજબ ચાલશે. ભણવામાં પોતાના હરીફથી આગળ નીકળવામાં સફળ થશો.

તુલા રાશિ : આજે વ્યાપારમાં ધનની ઉઘરાણી માટે બહાર જવું પડશે. નોકરીમાં અધિકાર વધી શકે છે. સમય અનુકૂળ છે, ઘરેલુ ખર્ચ પર ધ્યાન આપો. પ્રેમના સંબંધમાં સારો અનુભવ થશે. તમને તમારા પ્રેમીની બુદ્ધિમાની જોઈને ઘણો ગર્વ અનુભવાશે. પોતાના ઘરના નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુશ્કેલીઓને અવગણવી નહિ. પરિવારમાં ધાર્મિક કાર્યની યોજના બની શકે છે. સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિવાળા બીજાને પ્રભાવિત કરવા માટે જરૂર કરતા વધારે ખર્ચ ના કરો. તમે કોઈ નવી યોજના પર કામ શરૂ ના કરો. કાર્યોમાં અડચણ આવી શકે છે. વડીલોના આશીર્વાદથી સારા કામની શરૂઆત થશે. આજે બિન જરૂરી ખર્ચ પણ થઈ શકે છે. વૃદ્ધ સંબંધી પોતાની માંગણીથી તમને પરેશાન કરી શકે છે. કોઈ પ્રોપર્ટી તમારા નામે થઈ શકે છે. ભણવામાં મહેનત કરવાની જરૂર છે.

ધનુ રાશિ : ધનુ રાશિ માટે આજનો દિવસ સારો રહી શકે છે. તમારા પ્રત્યે લોકોનો વ્યવહાર સકારાત્મક રહેશે, જેથી તમારું કામ પણ સરળ થઈ જશે. આજે કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે. આજે તમારે સાચવીને ચાલવું પડશે, નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મોટા ભાઈ-બહેન તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકો છો. વધારે ખર્ચ થવાથી હાથ ખાલી રહેશે. નવા કામની શરૂઆત ના કરો અને ગુસ્સા પર સંયમ રાખો. પરિવાર સાથે યાત્રાના યોગ છે.

makar rashi

મકર રાશિ : આજે તમારા વર્તમાન સંબંધોમાં ઘણો પ્રેમ અને સાળસંભાળ હશે. આજે પોતાના અટકેલા અને અધૂરા કામ પુરા કરી શકો છો. સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. નોકરી કરતા લોકોને અધિકારીઓની મદદ મળી શકે છે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરવાનું પણ વિચારી શકો છો. તમારા કાર્ય સ્થળ પર પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે. શત્રુ ભય રહેશે. ભણતરને લઈને એકાગ્ર થવાનો પ્રયત્ન કરો. કોઈ નવી જગ્યાએ જમવાનું પસંદ કરશો.

કુંભ રાશિ : આજે ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ લાંબા કારોબારી પ્રવાસ માટે યોજના બની શકે છે. ધન પ્રાપ્તિના પ્રયત્ન સફળ થશે. લવમેટ સાથે સંબંધ મધુર થશે. તમે પોતાને કોઈ રચનાત્મક કામમાં લગાવશો. તમારો આર્થિક પક્ષ ઘણો મજબુત રહેશે. જો તમે રોકાણ કરવા ઈચ્છી રહ્યા છો, તો તેના માટે દિવસ અનુકુળ છે. આજનો દિવસ તમારા પ્રેમ જીવન માટે પણ મુશ્કેલી ભરેલો હોઈ શકે છે. પ્રોપર્ટી સાથે સંબંધિત કોઈ બાબત સરળતાથી ઉકેલાઈ જશે.

મીન રાશિ : આજે સમજ્યા વિચાર્યા વગર કરેલા કામ મુશ્કેલીમાં મૂકી શકે છે. કામકાજમાં સફળતા મળશે. તમારી કોઈ મનોકામના આજે પૂરી થઇ શકે છે. આજે આખો દિવસ ઉત્સાહ ભરેલો રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. સંતાન તરફથી કોઈ મોટી ખુશ ખબર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળશે. સાહિત્ય અને કલાત્મક વસ્તુઓ પ્રત્યે તમારી રૂચી વધી શકે છે. ઘરના કામોમાં રૂચી દેખાડશો.