રશિયાની ગોરી મેમને થયો પોખરણના છોકરા સાથે પ્રેમ, સાત સમંદર પાર આવીને ભારતીય રીતિ-રીવાજથી કર્યા લગ્ન.

બંનેની મુલાકાત વર્ષ 2017 માં જેસલમેરમાં યોજાયેલી મરુ મહોત્સવ દરમિયાન થઇ હતી. અહીંયા બંનેની મિત્રતા થઈ અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ.

આપણે બધાના જીવનમાં પ્રેમ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણે બધાને ક્યારેકને ક્યારેક કોઈને કોઈ સાથે પ્રેમ જરૂર થાય છે. જે સમયે તેનો અહેસાસ આપણા મનમાં આવે છે, આપણે એ વિશ્વાસ કરવા લાગી જઈ એ છીએ કે જે એક વાત છે જે સાચી છે અને બાકીનું બધું ખોટું અને નકામું છે. પ્રેમ થવાથી માણસ પોતાના સપનાને કોઈ બીજાની વિચારસરણી સાથે સહમત કરવા લાગી જાય છે.

પ્રેમ અને જંગમાં બધું શક્ય છે… એ કહેવત તો તમે સાંભળી જ હશે. કેટલાક લોકો હોય છે જે પ્રેમમાં કોઈ હદ સુધી પસાર થઇ જવા માટે તૈયાર હોય છે. પ્રેમમાં ખૂબ શક્તિ છે. તે એક માણસ પાસે એ બધું કરાવી શકે છે. જે કોઈ બીજા નથી કરાવી શકતા. આવું જ કંઈક બન્યું રશિયનની રહેવાસી એક છોકરી સાથે ત્યારે તો તે પણ સમજ્યા વિચાર્યા વગર સાત સમંદર પાર પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ભારત આવી ગઈ.

ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરશે :-

ખરેખર, પોખરણના રહેવાસી શશી કુમાર વ્યાસના લગ્ન રૂસની રહેવાસી સ્વેતલાના સાથે થઇ રહી છે. સ્વેતલાના પોતાના લગ્ન માટે રૂસથી પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને પોતાના મિત્રોને સાથે લાવી છે. પોખરણ ફૉર્ટમાં સ્વેતલાનાનાં પરિવારજનો રોકાયા છે. પોકરણના વ્યાસોની બગેચીમાં જોર-શોરથી લગ્નની તૈયારી ચાલી રહી છે.

સ્વેતલાના હિન્દુ રીતિ રીવાજ સાથે લગ્ન કરશે અને પોતાના નવા જીવનની શરૂઆત કરશે. સ્વેતલાના સાથે લગ્નને લઇને શશી વ્યાસનું કુટુંબ પણ ખૂબ ઉત્સાહિત છે. સ્વેતલાનાના પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નના કાર્ડ છાપાવ્યા છે. લગ્નમાં આવવા માટે શશીએ તેના બધા પરિવારજનોને બોલાવ્યા છે અને સાથે સાથે કાર્ડમાં સપના સાસુ-સસરા અને સાસરીયા પક્ષના લોકોનાં નામ છપાવ્યા છે.

મરૂ મહોત્સવમાં થઇ હતી મુલાકાત :-

શશીને વર્ષ 2017 માં જેસલમેરમાં યોજાયેલી મરુ મહાત્મામાં ભાગ લીધો હતો, જ્યાં તે મિસ્ટર ડેઝર્ટ પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાં જ શશીની મુલાકાત સ્વેતલાના સાથે થઇ હતી. બંનેની મિત્રતા થઈ અને ધીમે ધીમે વાત પ્રેમ સુધી પહોચી ગઈ. તેને લઇને આજે સ્વેતલાના ભારતીય વહુ બનવા જઈ રહી છે. બંનેના લગ્નની વિધિઓ જોર શોરથી ચાલી રહી છે.

લગ્નની વિધિ મંગળવારથી શરૂ થઇ ગઈ છે. સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા થઈ અને ત્યાર બાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. આજે એટલે કે બુધવારે બંને લગ્નજીવનના પવિત્ર બંધનમાં બંધાઈ જશે. ટીમ ગુજ્જુ ફેન ક્લબ પણ આ ક્યુટ કપલને ઘણી બધી શુભકામનાઓ આપે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.