તમારા રસોડામાં અપનાવો આ ટિપ્સ જે તમારું કામ કરી નાખશે એકદમ સરળ

રસોડામાં અપનાવો આ ટીપ્સ જે તમારું કામ કરી આપશે એકદમ સરળ !!

સામાન્ય રીતે રસોડામાં નાની નાની સમસ્યાઓ આવતી રહે છે, જે ગૃહિણીઓ માટે માથાનો દુખાવો બની જાય છે. અહિયાં આપેલ થોડી ટીપ્સ તમારું કામ સરળ કરી આપશે અને તમારું કામ સુવિધાજનક થઇ જશે.

૧. જો પહેલા થી પાકેલા એવા શાકભાજી કે ગૂંથેલો લોટ ફીજમાં રાખેલ હોય તો, તો એટલો જ કાઢો જેટલી જરૂર છે, કેમ કે વારંવાર બહાર કાઢવા અને પછી ફ્રીજમાં પાછો મુકવાથી ખાદ્ય સામગ્રી જલ્દી ખરાબ થઇ જાય છે.

૨. ઘણીવાર મીઠા નાં ડબ્બા માં મીઠું જામી જાય છે. જામવાથી બચાવવા માટે તેમાં ત્રણ ચાર ચોખાના દાણા નાખી દો.

૩. ફ્રીજમાં બધા ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખો.

૪. ફ્રીજરમાંથી બરફની ટ્રે ઝટકા સાથે કે પીન જેવી વસ્તુથી ન કાઢવી. ટ્રે ની નીચે ગ્લીસરીન ઘસી દો જેથી સરળતાથી નીકળી જાય છે.

૫. દુધને એક ઉભરો આપીને જ ઉપયોગ કરો વધુ ઉકાળવાથી તેના પોષ્ટિક તત્વ નાશ પામે છે.

૬. દુધથી લોટ બાંધીને પરોઠા બનાવો વધુ પોચા અને સ્વાદિષ્ઠ બનશે.

૭. રોટલી બનાવવાના દસ મિનીટ પહેલા લોટ બહાર કાઢો તેનાથી લોટ ચીકણો નહી રહે રોટલી સરળતાથી બનશે.

૮. ડુંગળી કાપતા પહેલા ચપ્પુ ની અણી ઉપર એક કાચા બટેટાને છોલીને લગાવી દો, આંખોમાં આંસુ નહી આવે.

૯. મીઠા બિસ્કીટના કુરકુરાપણું જાળવી રાખવા માટે કન્ટેનર માં એક ચમચી ખાંડ નાખી દો, અને તેની ઉપર બિસ્કીટ મુકો. લાંબા સમય સુધી બિસ્કીટ કુરકુરા રહેશે, ત્યાં સુધી કે વરસાદમાં પણ ખરાબ થતા નથી.

૧૦. રસોડામાં જો ચપ્પા ઉપર કાટ લાગી ગયો છે તો તેને ડુંગળીમાં ઘુસાડીને રાખો. ૧૦-૧૫ મિનીટ પછી કાઢી લો. પછી ધોઈ લો. ચપ્પુ સાફ થઇ જશે.

૧૧. ફ્રીજર માં પ્લાસ્ટિક પાથરી ને બરફની ટ્રે મુકો. ટ્રે કાઢવામાં તકલીફ નહી પડે.

૧૨. જો તમારા હાથમાં કોઈપણ મસાલાના ડાઘ લાગેલ છે તો કાચું બટેટાને કાપીને ઘસો ડાઘા દુર થઇ જશે.

૧૩. જો બટેટા પડ્યા પડ્યા કરચલી પડી ગઈ હોય તો મીઠું નાખીને ઉકાળો. બટેટાનું વાસીપણું જરુ રહેશે.

૧૪. ચોખા જયારે પાકવા ઉપર આવી જાય તો તેમાં થોડા ટીપા લીંબુ નો રસ નીચોવી દો. ચોખા સુગંધિત અને ખુલ્લા ખુલ્લા બનશે.

૧૫. સેન્ડવીચ કાપવા માટે જે ચપ્પુનો ઉપયોગ કરો, તેને હળવું એવું ગરમ કરી લો, તેનાથી સેન્ડવીચ કાપવામાં સરળતા રહેશે.

16. વેલણ ને ફ્રીજમાં ઠંડુ કરીને રોટલી વણવા થી લોટ નહી ચોંટે.

17. બદામ કાજુ ના ડબ્બામાં ૨-૩ લવિંગ નાખી રાખો, જીવાત નહી લાગે.