રાત્રે 12 વાગે બર્થ ડે વિશ કરવું હોય છે અશુભ, જાણો શું છે તેનુ કારણ

દરેક માટે પોતાનો બર્થડે ખુબ જ ખાસ હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે દરેક લોકો શક્ય તેટલો પ્રયાસ કરે છે. રાત્રે 12 વાગ્યે જ બર્થડે વિશ અથવા બર્થડે પાર્ટીની શરુઆત થઇ જાય છે. આજ કાલ બર્થડેથી વધારે આ વાતની હોડ લાગી હોય છે કે કોણ સૌથી પહેલા રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરે છે અથવા પછી પોતાને ગમતા લોકોને બર્થડે પર સરપ્રાઈઝ પાર્ટી આપે છે. તે કલ્ચર ભારતીય નથી, પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિના ચંગુલમાં ફસતા જઈએ છે. દરેકને આજે પોતાને પશ્ચિમી સંસ્કૃતિના રંગમાં રંગાવું છે. તે વિષે જ આજે અમે તમને રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ અથવા પાર્ટી કેમ ન કરવી જોઈએ.

હંમેશા તમે પોતાના પ્રિય વ્યક્તિને રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરીને ખુબ જ વધુ ખુશ હોય છો, પણ એવું કરવું અભિશાપ બની શકે છે. જી હા, કદાચ તમે તે નથી જાણતા કે રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ અથવા તેની પાર્ટી કરવી તમારા પ્રિયજન માટે ખતરનાક હોઈ શકે છે અથવા તેને અશુભ મનાય છે. પશ્ચિમી સંસ્કૃતિને અપનાવતા તે ટ્રેન્ડ ભારતમાં ઘણો પ્રસરી ગયો છે. દરેક લોકો રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરે છે, પણ તે ખુબ અશુભ મનાય છે. ચાલો જાણીએ કે તેની પાછળનું કારણ શું છે?

ટ્રેંડ મુજબ તો રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરવો ખુબ ખુશી આપે છે. જી હા, દરેક કોઈ આ ખુશીનો અનુભવ પોતાની લાઈફમાં લેવા માંગે છે, પણ શાસ્ત્રો મુજબ આ ખુબ જ અશુભ છે. રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરીને ભલે તમે ખુશ થાઓ છો, પણ તેનાથી ખુબ મોટું નુકશાન થાય છે. 12 થી 3 વાગ્યા સુધી કાળ ખુબ જ અશુભ મનાય છે. શાસ્ત્રો મુજબ આ સમય અદ્રશ્ય શક્તિઓ, ભૂત અને પિશાચનો કાળ છે. એવામાં આ કાળમાં તે બધી શક્તિઓ વધુ પ્રબળ હોય છે.

મનાય છે કે આ શક્તિઓ ભલે આપણને દેખાતી ન હોય, પણ તેનો પ્રભાવ આપણા ઉપર પડે છે. ઘણા લોકો તે શક્તિને નકારાત્મક ઉર્જાના રૂપમાં પણ જાણે છે. તે પ્રકારની શક્તિઓ હંમેશા ખુશીઓમાં અડચણ નાખે છે. તેથી કોઈને પણ પોતાનો બર્થડે રાત્રે 12 વાગ્યે ન મનાવવો જોઈએ અને ન કોઈને રાત્રે 12 વાગ્યે બર્થડે પાર્ટી વિશ કરો, નહી તો ભવિષ્ય પર ખરાબ અસર પડી શકે છે.

પોતાના જન્મદિવસની આ રીતે કરો શરુઆત :-

હંમેશા લોકો જન્મદિવસની પાર્ટીમાં ડ્રીંકસ વગેરેનો સમાવેશ કરે છે, જે હિંદુ ધર્મ મુજબ પાપ મનાય છે. હિંદુ ધર્મમાં જન્મદિવસ ઉજવવા માટે કહેવાયું છે કે આ દિવસની શરુઆત દરેકે મંદિર જઈને અને પૂજા અર્ચના કરીને કરવી જોઈએ, ન કે રાત્રે 12 વાગ્યે પાર્ટી શાર્ટી કરીને. માન્યતા એ છે કે જે લોકો જન્મદિવસના પર્વ પર રાત્રે 12 વાગ્યે પાર્ટી શાર્ટી કરે છે, તેમની ઉંમર ઓછી થઇ જાય છે, તેથી આ દિવસની શરુઆત સવારે જ કરો. તેથી તમને તમારા બર્થડેનું શુભ ફળ મળી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.