રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે હવે છે ફક્ત ગણતરીના દિવસ, જાણો લિંક કરવાની રીત.

આજે જ તમારા રાશન કાર્ડને આધાર સાથે કરો લિંક, ડેડલાઈન પુરી થવામાં ફક્ત આટલા દિવસ બાકી છે. ખાદ્ય મંત્રાલયે રાશન કાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદાને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી હતી. જે લોકોએ અત્યાર સુધી રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તે જલ્દી જ કરાવી લે, કારણ કે હવે ફક્ત થોડા દિવસ જ બચ્યા છે. રાશન કાર્ડ દ્વારા લાભાર્થીઓને સસ્તા ભાવમાં સબસીડી અંતર્ગત અનાજ મળે છે.

સરકારે ગરીબ અને પ્રવાસી લાભાર્થીઓના હિતોની સુરક્ષા માટે ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકોની આંતર-રાજ્ય પોર્ટેબિલિટીને લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. આવો જાણીએ રાશન કાર્ડને આધાર સાથે કઈ રીતે લિંક કરવામાં આવી શકે છે.

રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની રીત :

1. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) ની વેબસાઈટ અનુસાર, રાશન કાર્ડ ધરાવનાર વ્યક્તિએ પોતાના આધાર કાર્ડ સહીત પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષ, અને રાશન કાર્ડની ઝેરોક્ષ રાશન વહેંચતી દુકાન પર જઈને જમા કરાવવી પડશે.

2. સાથે જ પરિવારના મુખિયાનો પાસપોર્ટ સાઈઝ ફોટો પણ લઇ જવો પડશે.

3. તમારી ડીટેલ અને આધાર નંબર મેચ કરવા માટે પીડીએસ દુકાન (રાશનની દુકાન) પર કાર્ડ ધારકને બાયોમેટ્રિક મશીન અથવા સેંસર પર આંગળી મુકવાનું કહેવામાં આવી શકે છે.

4. જેના નામ પર રાશન કાર્ડ છે, જો તેનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી, તો તેમણે પોતાના બેંક એકાઉન્ટની પાસબુકની એક ઝેરોક્ષ પણ પીડીએસ દુકાનમાં જમા કરાવવી પડશે.

5. રાશન કાર્ડના આધાર સાથે લિંક થવા પર રાશન કાર્ડ ધારકના રજીસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ મોકલવામાં આવશે.

90 ટકા રાશન કાર્ડ થઈ ચુક્યા છે લિંક : મે મહિનાના મધ્ય ભાગ સુધીમાં દેશમાં રહેલા 23.5 કરોડ રાશન કાર્ડમાંથી લગભગ 90 ટકા કાર્ડ, રાશન કાર્ડ ધારકોના આધાર સાથે લિંક થઈ ચુક્યા છે. દરેક રાજ્ય સરકારો અને કેંદ્ર શાસિત પ્રદેશોને રાશન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની જવાબદારી ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગની 7 ફેબ્રુઆરી 2017 ની સૂચના (નોટિફિકેશન) ના આધાર પર આપવામાં આવી છે. આ સૂચનામાં સમય સમય પર સુધારો કરવામાં આવી રહ્યો છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.