આ એકદમ સરળ રીતે બનાવો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

એક જ પ્રકારના પરોઠા ખાઈને કંટાળી ગયા છો, તો આજે જ ટ્રાય કરો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, જાણો તેની રેસિપી.

તમે બધા ઘરે નાસ્તામાં પરોઠા જરૂર બનાવતા હશો. પરોઠા ખુબ જ લોકપ્રિય નાસ્તો છે. કોઈ સાદા પરોઠા બનાવે છે તો કોઈ લચ્છા પરોઠા. જો તમે એક જ પ્રકારના પરોઠા ખાઈને કંટાળી ગયા છો, અને તેમાં નવી વેરાયટી અને અલગ સ્વાદ શોધી રહ્યા છો, તો આજનો આ લેખ તમારા માટે છે. આજે અમે તમારા માટે રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

રતલામી સેવ તો દરેકને ભાવતી વસ્તુ છે, અને જો તેનો ઉપયોગ પરોઠામાં કરવામાં આવે તો તે પરોઠાના સ્વાદને વધારી દે છે. તો આવો આજે એક ગૃહિણીના નવા પ્રયોગને અજમાવીને અને રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા બનવતા શીખીએ. આ લચ્છા પરોઠા બનાવવાની રીત સામાન્ય પરોઠા કરતા થોડી અલગ છે. આવો વિગતવાર તેને બનાવવાની રીત જાણીએ.

જરૂરી સામગ્રી :

ઘઉંનો લોટ – 2 વાટકી,

મરચાંની ભૂકી – 1 ચમચી,

લસણ – 10 થી 12 કળી (લસણ નહિ ખાતા હોય તો તેના વગર પણ બનાવી શકો છો.),

કોથમીર – 1 વાટકી,

ધાણાજીરું – 1 ચમચી,

હીંગ – 1/2 ચમચી,

ગરમ મસાલો – સ્વાદ અનુસાર,

તેલ 1 વાટકી,

મીઠું – સ્વાદાનુસાર,

ઘી – તમારી જરૂરિયાત પ્રમાણે,

રતલામી સેવ – તમારી જરૂરિયાત પ્રમાણે.

બનાવવાની રીત :

સૌથી પ્રથમ તમે ઘઉંનો લોટ લઈને તેમાં મીઠું અને તેલનું મ્હોણ નાખી જરૂર મુજબ પાણી લઈ પરોઠાનો લોટ બાંધી લો, અને તેને 10 મિનીટ સુધી ઢાંકીને રાખો.

ત્યારબાદ લસણના ઝીણા કટકા કરો. અને કોથમીરને પણ ઝીણી સમારી લો.

હવે લોટનો એક થોડો મોટો લૂવો લઈ તેને રોટલીની જેમ ગોળ વણી લયો. ત્યારબાદ તેના પર તેલ અથવા ઘી લગાવી તેમાં મીઠું, મરચાંની ભૂકી, હીંગ, ધાણાજીરું, ગરમ મસાલો, લસણ, સમારેલ કોથમીર અને રતલામી ઝીણી સેવ ભભરાવો.

હવે તેના પર હલકા હાથે વેલણ ફેરવી પ્રેસ કરી જેમ આપણે કાગળનો પંખો બનાવીએ, તેમ ટર્ન બાય ટર્ન ચપટી વાળી તેનો ગોલ લુવો બનાવી તેને વણી લો.

પછી તેને ખસ્તા ઘી માં શેકી લો. ગરમાગરમ મનગમતા સરવીંગ જમે કે દહીં કે પછી સોસ સાથે સર્વ કરો.

તમે પરોઠાનો સ્વાદ વધારવા માટે મસાલો જરા ચઢીયાતો કરી શકો છો.

આ લેખ તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ શેયર કરો.