રાવણે પોતાની જ પુત્રવધુ ઉપર કર્યો હતો બળાત્કાર એટલે મળ્યો હતો આ શ્રાપ જેના કારણે સીતાજીને અડતો નહોતો

મિત્રો, નવરાત્રીના નવ દિવસ પછી દશમાં દિવસે દશેરો હોય છે. જેને આપણે વિજયાદશમી પણ કહીએ છીએ. આ જ દિવસે પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો હતો, એટલે આપણે આ દિવસે રાવણનું પૂતળું બનાવીને એનું દહન કરીએ છીએ. આમ તો રાવણ જ્ઞાની હતો અને એને વેદોનું જ્ઞાન હતું પણ તેણે ઘણા બધા કુકર્મ અને પાપ કર્યા હતા, એને લીધે તેનો વધ કરવો જરૂરી હતો.

આજે પણ અમુક ભોળા લોકો રાક્ષસ રાવણને સંયમી માને છે, એમાં એમનો વાંક નથી. ઘણા વામપંથી હિંદુ વિરોધી તત્વો રાક્ષસને પણ મહાન કહેતા અમુક સ્લોગન બનાવતા હોય છે, જેમાં એક છે ”સીતાજી પવિત્ર હતા એ રાવણની મર્યાદા હતી.” પણ મિત્રો હકીકત જોઈએ તો લોકોને એ મર્યાદા રાખવા પાછળનું કારણ ખબર નથી હોતું, એને લીધે લોકો આવી વાતોને સમર્થન આપે છે. પણ આજે અમે તમને એની પાછળનું કારણ જણાવીશું.

મિત્રો, એ વાત તો બધા જાણે જ છે કે, રાવણ બ્રહ્માણ હતો. પણ એના દુર્ગુણો અને આસુરી તત્વોને કારણે એ રાક્ષસ કહેવાયો. એણે પોતાની જ પુત્રવધુ સાથે બળાત્કાર કર્યો હતો, જેના કારણે તેને શ્રાપ મળ્યો હતો કે, કોઈપણ સ્ત્રીને એની મરજી વિરુદ્ધ જબરજસ્તી કરશે તો એના દસે માથા વિસ્ફોટ થઈ ફૂટી જશે. આવો તમને એની કથા જણાવીએ.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ પોરાણિક વાર્તાનો વિસ્તાર પૂર્વક ઉલ્લેખ વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં ૨૬ માં અધ્યાયના ૩૯ માં શ્લોકમાં મળે છે. તમે બધા એ તો જાણો જ છો કે, રાવણ જ્ઞાની હતો, અને તે ભગવાન શિવનો એક પરમ ભક્ત પણ હતો. રાવણ ખુબ જ બળવાન હતો અને એને બધા વેદોનું જ્ઞાન હતું. પણ તે પ્રભુ શ્રી રામના પત્ની સીતા પર કોઈ દુષ્કૃત્ય આચરી શકતો ન હતો અને તેની પાછળનું કારણ તેને મળેલો શ્રાપ હતો.

ઉત્તરકાંડમાં જણાવ્યા અનુસાર, એક વાર રાવણ કુબેરના શહેર અલાકા પહોંચ્યો હતો. અને અલાકા પહોંચીને એને ત્યાંનો નજારો એટલો બધો ગમી ગયો કે, તેણે ત્યાં જ પોતાનું આસન લઇ લીધું. રાવણ ત્યાંના મનોરમ દ્રષ્યને જોઇને ખુશ થઇ ગયો, અને ધીરે ધીરે કામ વાસના તેને ઘેરવા લાગી. ત્યારે એની નજર રંભા પર પડી હતી. રંભાની સુંદરતાને જોઇને તે પોતાને રોકી ના શક્યો. પછી તેણે રંભાની સામે પોતાની વાત રાખી, પણ રંભા માની નહિ એટલે રાવણે એને બળજબરીપૂર્વક પકડી લીધી.

રાવણના આ વર્તનને જોઈને રંભાએ એને કહ્યું કે, તમે મને આ રીતે સ્પર્શ ના કરો. હું તમારા મોટા ભાઈ કુબેરના દીકરા નલકુબેર માટે આરક્ષિત છું. તે માટે હું તમારી પુત્રવહુ સમાન છું. પણ રાવણ માન્યો નહિ અને તેણે રંભા સાથે ગેરવર્તન કર્યું. અને પછી જયારે આ વાતની જાણ નલકુબેરને થઇ ત્યારે તે ખુબ જ ક્રોધિત થઇ ગયો. તેણે રાવણને શ્રાપ આપ્યો કે, “જો તે કોઈ સ્ત્રીની ઈચ્છા વગર તેને સ્પર્શ કરશે, તો તેના દસે માથા વિસ્ફોટ થઈ ફૂટી જશે.” એ કારણથી રાવણ ચાહતો હોવા છતાં પણ સીતા માતાને સ્પર્શ કરી શકતો ન હતો.