ભૂલથી પણ આ એપ કરતા નહિ ડાઉનલોડ નહિ તો બેન્ક ખાતું થઇ જશે ખાલી, RBIની ચેતવણી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ – RBI) ના આખા દેશમાં ઘણા બધા ગ્રાહક છે. થઇ શકે છે કે તમારું ખાતું પણ આરબીઆઇમાં હોય. પરંતુ શું તમે જાણો છો કે તમારી એક ભૂલ તમારા આખા જીવનની કમાણીને ગાયબ કરી શકે છે. આ વાતની પુષ્ટિ પોતે બેંકએ ચેતવણી આપીને જાહેર કરી છે. આવો જાણીએ શું છે આ ચેતવણી.

બેંક દ્વારા મોબાઈલ ફોન પર નેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરવા વાળા લોકોને સૂચના આપવામાં આવી છે, કે પોતાના મોબાઈલ પર કોઈ પણ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા થોડી સાવધાની રાખો. આરબીઆઇએ ચેતવણી આપી છે કે એનીડેસ્ક જેવી ઘણી એપ તમારા યુપીઆઈ અને મોબાઈલ વોલેટ માંથી તમારા પૈસા ચોરી કરી શકે છે.

આરબીઆઇએ 14 ફેબ્રુઆરીના રોજ એલર્ટ જાહેર કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોનને રિમોટ એક્સેસ પર લઈને છેતરપિંડી કરીને બેંક ખાતા માંથી પૈસા ચોરી લેવાના કિસ્સા સામે આવ્યા છે. પ્લેસ્ટોર અને એપસ્ટોરમાં એનીડેસ્ક જેવી ઘણી એપ્લિકેશન રહેલી છે, જે લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. આરબીઆઇએ બીજી બેંકોને નિર્દેશ આપ્યો છે કે પોતાના ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા માટે જાગૃત કરે.

આ રીતે લૂંટવામાં આવે છે તમારા બેંક ખાતા :

1. સોશિયલ મીડિયા પર લોકોને ‘એનીડેસ્ક’ જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લાલચ આપવામાં આવે છે.

2. મોબાઈલ પર આવી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી 9 અંકનો એક કોડ આવે છે, જેને છેતરપિંડી કરવા વાળો માંગે છે.

3. પછી તે પોતાના મોબાઈલમાં આ કોડ નાખીને તમારી પાસે મોબાઈલ ફોન પર પરમિશન આપવા કહે છે.

4. ત્યારબાદ એને તમારા મોબાઈલનું રિમોટ એક્સેસ મળે છે. ત્યારબાદ તે તમારા મોબાઈલમાં રહેલી બેંકની એપ્લિકેશન માંથી પૈસા કાઢી લે છે.

હકીકતમાં એનીડેસ્ક સોફ્ટવેયરનો ઉપયોગ કોઈ પણ કમ્પ્યુટરનું રિમોટ એક્સેસ લેવા માટે થાય છે. ઉદાહરણ તરીકે જો તમારા લેપટોપમાં એનીડેસ્ક સોફ્ટવેયર છે અને કોઈ બીજા પાસે પણ એનીડેસ્ક છે, તો બંને યુઝર એકબીજાની સિસ્ટમને દૂર બેસીને કંટ્રોલ કરી શકે છે. જો કે એના માટે એક્સેસ આપવું પડે છે.

પોતાનું બેંક ખાતું સુરક્ષિત રાખવાની થોડી ટિપ્સ :

  1. કયારેય પણ કોઈ અજાણ્યાને તમારો ખાતા નંબર, બેંક ડીટેલ આપવી નહિ.

2. પોતાનો ઓટીપી (OTP) કોઈની સાથે શેયર કરવો નહિ.

3. કોઈ પણ વ્યક્તિ ફોન પર એમ કહે કે, હું બેંક માંથી બોલું છું, તમારી ફલાણી ફલાણી જાણકારી અમને જોઈએ છે તો એમને કોઈ વિગત આપવી નહિ.

4. મોબાઈલ બેન્કિંગ વાપરતા હોય તો એ તમામ એપ્લિકેશન પર લોક રાખો. અને એનો પાસવર્ડ કોઈને કહેવો નહિ.

5. તમારા કોઈપણ લોગ-ઇન આઈડી અને પાસવર્ડ કોઈને આપવા નહિ.

6. કોઈ પણ થર્ડ પાર્ટી એપ સમજ્યા વિચાર્યા વગર ફોનમાં ડાઉનલોડ કરવી નહિ.

7. તમારા કમ્પ્યુટર અને લેપટોપમાં સારું એન્ટીવાયરસ સોફ્ટવેયર રાખો જે તમને બેન્કિંગ પ્રોટેક્શન પણ આપતું હોય.

8. કોઈ પણ સમસ્યા થવા પર તરત બેંકમાં એની જાણ કરો.

આ જાણકારી તમારા મિત્રો અને સંબંધીઓને જરૂર શેયર કરવી, જેથી તેઓ પણ પોતાને આવી છેતરપીંડીથી સુરક્ષિત રાખી શકે.