હિંદુ ધર્મગ્રંથ વાંચવાથી શાંતિ મળે છે, એક જ ઓલમ્પિકમાં 5 “ગોલ્ડ મેડલ” જીતવા વાળી છોકરીએ કહી વાત

આપણો હિંદુ ધર્મ સૌથી જુનો છે. અને તેની તુલના કોઈની સાથે થઈ શકે એમ નથી. પણ મોર્ડન જમાનો અને વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ અપનાવ્યા પછી આપણે એનાથી દુર થતા જઈ રહ્યા છે. આજની તારીખમાં આપણા દેશમાં ઘણા બધા યુવાઓ એવા જોવા મળશે, જેમને આપણા ધર્મ ગ્રંથો વિષે માહિતી હશે નહિ. તેઓ બસ ફિલ્મો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યું ટ્યુબ, ટીક ટોક વગેરેમાં પડયા રહે છે.

આપણા દેશના ઘણા બધા લોકો જીવનમાં યોગને અપનાવતા અચકાય છે. એનાથી વિપરીત હવે વિદેશીઓ આપણા કરતા વધારે યોગ અને આયુર્વેદમાં રસ ધરાવવા લાગ્યા છે. આજે અમે તમને એક એવી વિદેશી છોકરી વિષે જણાવીશું જેને આપણા હિંદુ ધર્મ અને ધર્મ ગ્રંથોમાં રૂચી છે. એને હિંદુ ધર્મ ગ્રંથો વાંચવાથી શાંતિ મળે છે. આવો તમને એની જ જુબાની જણાવીએ.

એક જ ઓલમ્પિકમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવનારી તરણવીર મિસી ફ્રેન્કલીને હિંદુ ધર્મની પ્રશંસા કરી છે. હિંદુ ધર્મગ્રંથ વાંચીને માનસિક શાંતિ મળે છે, તેવું મિસી ફ્રેન્કલીન જણાવે છે. 23 વર્ષની મિસી ફ્રેન્કલીને ગયા વર્ષે નિવૃત્તિ સ્વીકારીને બધાને ચકિત કરી દીધા હતા. ખભાના દુઃખાવાના કારણે તેમણે નિવૃત લીધી હતી.

ઓલમ્પિકમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતી મિસી ફ્રેન્ડલીને નિવૃત્તિ પછી ફક્ત મનોરંજન માટે યોગ કરવાનું શરુ કરી દીધું હતું. તેનાથી તેમને હિંદુ ધર્મ વિષે માહિતી મળી. ત્યારબાદ તેમના મનમાં આધ્યાત્મિકતા વિષે વધારે જાણવાની ઇચ્છા થઈ. હવે તે જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ધર્મનો અભ્યાસ કરી રહી છે.

મિસી ફ્રેન્કલીને લોરીયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ દરમિયાન ધર્મ સંબંધિત પોતાના અભ્યાસ વિષે માહિતી આપી હતી. “ગયા વર્ષથી મારો અભ્યાસ શરુ થયો છે. અને હિંદુ ધર્મગ્રંથ વાંચીને મને માનસિક શાંતિ અને સંતોષ મળે છે. તેનાથી મારી આંખ ખુલી ગઈ. વિવિધ સંસ્કૃતિ, ત્યાગ સંબંધિત માણસ, તેમની ધાર્મિક પ્રથા, પરંપરાઓ વિષે વાંચવાનું મને ગમે છે.

તેમણે જણાવ્યું હતું, કે ‘હું એક ખ્રિસ્તી ધર્મની મહિલા છું. પણ મને હિંદુ અને ઇસ્લામ ધર્મ વધારે રસપ્રદ લાગે છે. આ ધર્મ વિષે મને વધારે કંઈ ખબર નથી, પણ હું એમનો અભ્યાસ કરી રહી છું. તેના કારણે મને આ ધર્મ વિશે જાણવાની ઘણી જિજ્ઞાસા છે. આ ધર્મગ્રંથ વાંચ્યા પછી તેમને વાંચવાની મારી ઇચ્છા વધુ વધી ગઈ છે.

મિસી ફ્રેન્કલીનની પ્રગતિ ખૂબ જ સારી છે. હવે તેને હિંદુ ધર્મ વિશે ઘણું જ્ઞાન છે. રામાયણ અને મહાભારત તેને ખુબ આકર્ષક લાગે છે. તે હાલમાં બંને પાઠો વાંચી રહી છે. ‘મને તે મહાન વસ્તુઓ અવિશ્વસનીય લાગે છે. હું તેમના દેવતાઓ વિશે જાણવા માંગુ છું. આ બે પુસ્તકો વાંચવાનો અનુભવ સુંદર છે. મને મહાભારતના બધા નામ તો યાદ નથી. આથી ઘણીવાર મારો મૂડ ઉડે પણ છે. પરંતુ રામાયણમાં હું રામ અને સીતા વિશે વાંચું છું. મને યાદ છે કે કઈ રીતે સીતાએ રામાયણમાં પોતાનું જીવન જીવ્યું હતું.

ફક્ત મિસી જ નહિ પણ બીજા પણ હજારો લોકો એવા છે, જે આપણા ધર્મ અને ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરે છે. અને એને વાંચી માનસિક શાંતિનો અનુભવ કરે છે. અને બીજી તરફ આપણે છીએ જે એને ભૂલતા જઈ રહ્યા છીએ.