ઉંમર વધવાની સાથે વધારે યુવાન થઈ રહી છે રેખા, દરેક વ્યક્તિ છે તેમની સુંદરતાના દીવાના

રેખા વધતી ઉંમરની સાથે વધુ યુવાન થઈ રહી છે, તેમની સુંદરતાના છે કરોડો લોકો દીવાના

રેખા એક એવું નામ છે કે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. રેખા બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. તેમની સદાબહાર સુંદરતા અને યુવાનીના દરેક દિવાના છે. ઉંમર વધવાની સાથે સાથે લોકોની સુંદરતા ઓછી થતી જાય છે, પરંતુ રેખાની સુંદરતા દિવસેને દિવસે વધતી જાય છે.

રેખાને જોઈને કોઈ પણ તેમની ઉંમરનો અંદાજો લગાવી શકશે નહીં. શું તમે જાણો છો? કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખાની કારકિર્દી જેટલી સારી રહી છે, એટલી જ વધુ તેમનું અંગત જીવન ખરાબ રહ્યું છે. શરૂઆતમાં રેખા અભિનય કરવા માંગતી ન હતી. પરંતુ આર્થિક સમસ્યાઓના કારણે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.

આજના સમયમાં રેખા અભિનયથી દુર થઇ ગઈ છે, પરંતુ તે મોટાભાગના એવોર્ડ ફંક્શન અને ઇવેંટસમાં જોવા મળે છે. રેખા તેમની વજનદાર એવી સાડીઓ, દાગીના અને લૂકને કારણે હંમેશા હેડલાઇન્સમાં જળવાઈ રહે છે. રેખાના ફેશન સ્ટેટમેન્ટને તમામ છોકરીઓ અનુસરે છે. સુંદરતાની વાત કરીએ તો, રેખા બોલીવુડની નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે.

રેખાની ઉંમર 63 વર્ષ છે, પરંતુ આજે પણ તે સુંદર અને યુવાન લાગે છે. જેમ જેમ રેખાની ઉંમર વધતી જાય છે, તેમ તેમ તેનો ચહેરો વધુ ચમકી રહ્યો છે. યંગસ્ટર્સ પણ રેખાની સુંદરતાના દિવાના છે. રેખા કહે છે કે તે સુંદર અને યુવાન રહેવા માટે દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવે છે. જેના દ્વારા તેમના શરીરની અંદરનું ઝેર સાફ થઈ જાય છે, અને તેમના ચહેરા ઉપર ચમક આવે છે. આ સિવાય, રેખા પોતાની સુંદરતા જાળવવા માટે તળેલી, શેકેલી વસ્તુઓ ખાવાનું પણ ટાળે છે.

સુંદરતાની સાથે સાથે રેખાનું સ્લિમ ટ્રિમ ફિગર પણ યુવાન યુવતીઓ સાથે સ્પર્ધા કરે છે. રેખા પોતાનો ફીગરને જાળવી રાખવા માટે નિયમિત પણે કસરત અને યોગ કરે છે, અને રાત્રે 8 વાગ્યે જમ્યા પછી વહેલી સૂઈ જાય છે. રેખા કહે છે કે, સારી અને સંપૂર્ણ નિંદ્રા લેવાથી ચહેરા ઉપરનું તેજ વધે છે.

આજકાલ મોટાભાગની છોકરીઓ તેમની સુંદરતા વધારવા માટે મોંઘી મોંઘી ખર્ચાળ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ રેખા પોતાની સુંદરતા વધારવા માટે આયુર્વેદની જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. રેખાના જણાવ્યા અનુસાર, તે પોતાની સુંદરતા જાળવવા માટે એરોમા થેરેપી અને આયુર્વેદિક સ્પા ટ્રીટમેન્ટ લે છે. રેખા એક શિસ્તબદ્ધ જીવનશૈલીને અનુસરે છે, જેના કારણે ઘણી સમસ્યાઓ હોવા છતાં પણ તેનો ચહેરો સુંદર અને યુવાન લાગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.