રેલવે સ્ટેશન પર સંભળાતો અવાજ “યાત્રિગણ કૃપયા ધ્યાન દે” કોનો છે, જાણો કોણ છે આની પાછળ.

ભારતીય રેલ્વે ભારતના ટ્રાફિકનું એક મુખ્ય સાધન છે. રેલગાડીના કારણે ભારતનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ટ્રેનને કારણે જ ઘણા બધા લોકો એક સાથે ખૂબ લાંબા-લાંબા અંતર પસાર કરી શકે છે. તેના ભાડા પણ ઓછા હોય છે. ટ્રેનમાં એક વિશાળ એન્જિન લગાવવામાં આવે છે. જે ખૂબ શક્તિશાળી હોય છે. ટ્રેન ઘણા બધા ડબ્બાને એક સાથે ખેંચી શકે છે અને ખૂબ ઝડપથી ચાલી શકે છે.

ટ્રેનનો ઉપયોગ ફક્ત મુસાફરોની ફેરવવા માટે જ નથી, પણ ભારે-ભારે ચીજવસ્તુઓને ફેરવવા માટે પણ કરવામાં આવે છે. ટ્રેનમાં લોકો આરામથી મુસાફરી કરે છે. જુના સમયમાં જ્યાં એક જગ્યા એથી બીજી જગ્યાએ જવા માટે અઠવાડિયા લાગી જતા હતા અને તે અંતર ટ્રેનને કારણે થોડી કલાકોમાં પસાર કરી શકાય છે.

રેલગાડીને કારણે જ ઘણા બધા ગામો અને શહેરો એક બીજા સાથે જોડાઈ શક્યા છે. ભારતના વિકાસમાં ટ્રેનનું મહત્વપૂર્ણ યોગદાન છે. ટ્રેનમાં મુસાફરીની પોતાની એક અલગ જ મજા હોય છે. પરંતુ રેલ્વે સ્ટેશન ઉપર એક અવાજ આપણે જેનો સૌથી વધુ સાંભળવા મળે છે તે હોય છે, અનાઉંસમેંટ કરવા વાળી લેડીણો ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે’.

ટ્રેનની માહિતી આપતી વખતે દરેક સ્ટેશન ઉપર આપણેને એક લેડીનો અવાજ સંભળાતો હોય છે. જે કહે છે ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે’, યાદ આવ્યું? આ અવાજ દરેક સ્ટેશન ઉપર એક સરખો જ હોય છે. આ લેડીનો અવાજ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. આખરે દરેક સ્ટેશન ઉપર એક જેવો જ અવાજ કેમ છે?

તો તમને જણાવી આપીએ કે આ જુદી જુદી મહિલાના નથી, પણ એક જ મહિલાણો અવાજ છે. જે છેલ્લા 20 વર્ષથી અનાઉંસમેંટ કરતી આવી રહી છે. કોણ છે આ મહિલા જેણો અવાજ વર્ષોથી આપણા કાનમાં ગુંજી રહ્યો છે. ચાલો આજે તમને જણાવીએ, રેલ્વે સ્ટેશન ઉપર અનાઉંસમેંટ કરતી વખતે જે મહિલાનો અવાજ સંભળાઈ દે છે, તેનું નામ સરલા ચોધરી છે.

સરલા રેલ્વેમાં છેલ્લા 20 વર્ષથી અનાઉંસમેંટ કરી રહી છે. વર્ષ 1982 માં સરલાએ રેલ્વે અનાઉંસમેંટના હોદ્દા માટે ટેસ્ટ આપ્યો હતો. ટેસ્ટમાં પાસ થયા પછી તેને સેન્ટ્રલ રેલ્વેમાં દૈનિક વેતન ઉપર રાખવામાં આવ્યા. ત્યાર પછી તેમની સખત મહેનત અને અવાજને ધ્યાનમાં રાખીને વર્ષ 1986 માં તેમનો આ હોદ્દો કાયમી કરી દેવામાં આવ્યો. અગાઉના સમયમાં અનાઉંસમેંટ કરવું વધુ સરળ ન હતું. તે સમયે દરેક સ્ટેશન ઉપર જઈને અનાઉંસમેંટ કરવું પડતું હતું.

એક ઇન્ટરવ્યુમાં સરલાએ કહ્યું કે પહેલાના સમયમાં કમ્પ્યુટર ન હોવાને કારણે અનાઉંસમેંટના એ કામ તેમને પોતે જ દરેક સ્ટેશન ઉપર જઈને કરવું પડતું હતું. તેમણે કહ્યું કે તે પહેલા ઘણી વખત અલગ અલગ ભાષાઓમાં પણ અનાઉંસમેંટ કરી ચુકી છે. આ અનાઉંસમેંટને રેકોર્ડિંગ કરવામાં 3 થી 4 દિવસ લાગી જતા હતા. પરંતુ પાછળથી રેલ્વે સ્ટેશનનાં તમામ અનાઉંસમેંટ સંભાળવાની કામગીરી ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમને આપવામાં આવી.

સ્ટેન્ડ બોય મોડ ઉપર સરલાના અવાજને આ વિભાગએ કંટ્રોલ રૂમમાં સેવ કરી લીધો છે. સરલાએ કહ્યું કે ખાનગી કારણોસર 12 વર્ષ પહેલાં તે આ કામને છોડી ચુકી છે. હવે તે ઓ.એચ.ઇ. વિભાગમાં ઓફિસ અધિક્ષક તરીકે નિમણુંક પામ્યા છે. તેમને ખૂબ આનંદ થાય છે, જ્યારે લોકો તેમના અવાજની પ્રશંસા જોયા વગર કરે છે, રેલ્વે સ્ટેશન ઉપર તેમને પોતાનો અવાજ પણ સાંભળીને ખૂબ જ સારું લાગે છે.