નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં ફાયદા માટે ગુરુવારે કરો ભગવાન વિષ્ણુનો આ વિશેષ ઉપાય

જયારે પણ કોઈ યુવાન પોતાના પગ ઉપર ઉભા રહેવાનું વિચારે છે, તો તેની પાસે બે મુખ્ય વિકલ્પ હોય છે, પહેલો કે તે નોકરી કરે અને બીજો તે પોતાનો કોઈ બિઝનેસ શરુ કરી દે. આ બંને જ બાબતોમાં તે એવું વિચારે છે કે, તેનો વધુમાં વધુ ફાયદો થાય અને તે ઘણા પૈસા કમાય. આમ તો જો તમે નવા ખેલાડી છો, અને કોઈ બિઝનેસ શરુ કરવા કે વધારવાનું વિચારી રહ્યા છો, તો તમારે એક ચોક્કસ પ્લાનિંગ સાથે થોડા નસીબની પણ જરૂર પડશે.

અને જેને પોતાની મનગમતી નોકરી કરવી છે કે, તેમાં પ્રમોશન જોઈએ તો પણ નસીબ તમારી સાથે હોવું જરૂરી છે. એક સારું નસીબ તમારું કામ ઘણું સરળ કરી દે છે. આ નસીબ પણ એક વિચિત્ર પ્રકારનું હોય છે. એટલે કે અમુકનું નસીબ પૈસાની બાબતમાં સારું હોય છે, તો અમુક પ્રેમની બાબતમાં સારું હોય છે. અને અમુક લોકો નોકરી અને ધંધામાં નસીબદાર હોય છે.

તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને તમારી નોકરી અને બિઝનેસમાં લક્કી બનાવવાના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, આ ઉપાયનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે પણ છે. જો તમે વિષ્ણુજીને પ્રસન્ન કરીને આ ઉપાય કરી લો છો, તો તમારી નોકરીમાં પ્રગતી અને બિઝનેસમાં ફાયદો નક્કી છે. આ ઉપાય તમે ગુરુવારના દિવસે જ કરો અને સાથે આ દિવસે વિષ્ણુ ભગવાનના નામનું વ્રત પણ રાખો. નોકરી અને બિઝનેસ બંને માટે ઉપાય અલગ અલગ છે, જે આ મુજબ છે.

નોકરીમાં પ્રમોશન માટે :

ગુરુવારના દીવસે સવારે ઉઠીને સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ભેળવો અને એનાથી સ્નાન કરી લો. હવે લાલ કે વાદળી રંગનું કપડું ધારણ કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુ સામે ઘી નો એક દોવડો પ્રગટાવો. આ દીવડાની ચારે તરફ એક પૂજાનો દોરો બાંધી લો. હવે તેનાથી વિષ્ણુજીની આરતી કરો.

આરતી સમાપ્ત થયા પછી આ દોરો કાઢી નાખો, અને વિષ્ણુ ભગવાન સામે માથું નમાવી તેને તમારા જમણા હાથના કાંડામાં બાંધી લો. હવે તમે જયારે પણ નોકરી માટે ઈન્ટરવ્યું કે પરીક્ષા આપવા જાવ તો તે પહેરો. જો તમે તમારી વર્તમાન કંપનીમાં પ્રમોશન લેવા માંગો છો, તો તે રોજ પહેરી ઓફિસે જાવ. તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે.

બિઝનેસમાં ફાયદા માટે :

ગુરુવારે સ્નાન કર્યા પછી પૂજા ઘરમાં એક લાલ કપડા ઉપર ૧ રૂપિયાના ૧૧ સિક્કા ગોઠવી દો. હવે વિષ્ણુજી માટે દરેક સિક્કા ઉપર એક દીવડો એટલે કુલ ૧૧ દીવડા પ્રગટાવી દો. ત્યાર પછી વિષ્ણુજીની આરતી ઉતારો અને હાથ જોડી અથવા માથું નમાવીને આશીર્વાદ લો. હવે બધા દીવડાને સિક્કા ઉપરથી લઇ લો. તે લાલ કપડામાં સિક્કા રહેવા દો, અને તેની એક પોટલી બનાવી લો. હવે ૧૧ સિક્કા વાળી પોટલીને તમારી દુકાન કે ઓફીસમાં દક્ષીણ દિશામાં ક્યાંક મૂકી દો. તેનાથી બિઝનેસમાં ફાયદો થવા લાગશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.