તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

શું તમારે ચહેરા ઉપર થયેલા ખીલ તમારી સુંદરતામાં ઘટાડો કરી રહ્યા છે, તો જાણી લો આ 5 ઘરેલું નુશખા.

આજે આપણે ચહેરા પરના ખીલ દૂર કરવાના ઘરેલુ ઉપાયો વિષે વાત કરીશું. યુવાનીમાં ચહેરા પર ખીલ થવા એ ઘણી સામાન્ય વાત છે. પણ જો તેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે, તો તે આપણી સુંદરતા બગાડી શકે છે. એટલા માટે ચહેરા પરના ખીલ દૂર કરવા ખુબ જરૂરી છે. ખીલને તમે બહારની દવા કર્યા વગર કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી દૂર કરી શકો છો. અને આ ઉપાયો એકદમ સસ્તા અને સરળ હોય છે. આવો તેના વિષે જાણીએ.

1. જાયફળ : આપણા ચહેરા પરના ખીલ દૂર કરવા માટે જાયફળ ખુબ જ મદદરૂપ થાય છે. જાયફળને દૂધની મલાઈ સાથે ઘસીને ખીલ પર લગાવવામાં આવે તો તેનાથી ખીલ જલ્દી જ મટી જાય છે. આ એક ખુબ જ સરળ અને સસ્તો ઘરેલુ ઉપચાર છે. ખીલ થવા પર તમારે આનો ઉપયોગ કરવો જોઈએ.

2. કાચા પપૈયા : કાચા પપૈયામાં જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે, તેને ખીલ પર લગાવવાથી પણ ખીલ ઝડપથી મટે છે, અને તમારો ચહેરો સુંદર બને છે.

3. નારંગી : નારંગીની છાલને પાણી સાથે ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ સરળતાથી દૂર થવા લાગે છે.

4. ચારોડી : સૂતી વખતે નવશેકા પાણીથી મોઢું ધોયા પછી ચારોડીને દૂધ સાથે ઘસીને તેનો લેપ બનાવી તેને મોઢા પર લગાવીને સુઈ જવું. બીજા દિવસે સવારે ઉઠીને સાબુ વડે મોઢું ધોઈ નાખવું. આ નુસખાથી પણ ખીલ દૂર થાય છે.

5. તુલસી અને લીંબુ : જો તમને વારંવાર ખીલ થતા હોય અને તેના લીધે ચહેરા પર ખીલના ડાઘ પડી જતા હોય, તો તેના ઈલાજ માટે તમે તુલસીમાં લીંબુનો રસ નાખીને તેને થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને તડકામાં મૂકી રાખો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી તેનું પરિણામ તમને અઠવાડિયામાં દેખાશે.

વિડીયો :