પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે માંગી યોગ ગુરુ બાબા રામદેવની માફી, કહ્યું – ડિફોલ્ટરોને લઈને ભૂલથી તમારું નામ લીધું

યોગ ગુરુ બાબા રામદેવની માફી માંગતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું – ડિફોલ્ટરોને લઈને ભૂલથી તમારું નામ લીધું

દેશના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે યોગગુરુ બાબા રામદેવની માફી માંગી છે. તે ટ્વીટ બદલ માફી માંગી છે જેમાં તેણે ડિફોલ્ટરો અને દેવા માફીને લઈને રામદેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મેં અગાઉ એક પોસ્ટર ટ્વીટ કર્યું હતું, જેમાં તેનો ઉલ્લેખ એક ડિફોલ્ટર તરીકે કરવામાં આવ્યો હતો, જેની લોન માફ કરી દેવામાં આવી છે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું ‘હું બાબા રામદેવની માફી માંગું છું. મેં અગાઉ એક પોસ્ટર ટવીટ કર્યું હતું, જેમાં તેનો ઉલ્લેખ એક ડિફોલ્ટર તરીકે કરવામાં આવ્યો હતો, જેને માફ કરી દેવામાં આવી છે. પોસ્ટર એક પોર્ટલ વાર્તા ઉપર આધારિત છે, જેમાં ‘રૂચી સોયા’ નો ડિફોલ્ટર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાછળથી મને ખબર પડી કે તે (બાબા રામદેવ) ફક્ત તેને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા એક આરટીઆઈના જવાબમાં બેંકોના વિલફુલ ડિફોલ્ટરોની યાદી આપવામાં આવી છે, તેની સામે સરકાર પહેલા જ કાર્યવાહી શરૂ કરી ચુકી છે અને તપાસ ચાલુ છે. આરબીઆઈની ટોચની 50 વિલફુલ ડિફોલ્ટર્સની યાદીમાં રહેલી અનેક કંપનીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા સહિત અમલવારી કાર્યવાહી શરૂ થઈ ચુકી છે.

પ્રવર્તમાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) જેવી એજન્સીઓએ ગીતાંજલી જેમ્સ અને આરઆઇઆઇ એગ્રોની સંપત્તિને જોડી દીધી છે, જ્યારે વિનસમ હીરાના જતીન મહેતા સામે એક રેડપા કોર્નર નોટિસ ઠવવામાં આવી ચુકી છે. આ ઉપરાંત ગીતાંજલી જેમ્સના મેહુલ ચોક્સી વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચુકી છે.

આ ડિફોલ્ટરોની યાદીમાં મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ મુખ્ય છે. જેની ઉપર 5,492 કરોડ રૂપિયાનું દેવું છે. ત્યાર બાદ બીજા નંબર ઉપર આરઈઆઈ એગ્રો લીમીટેડ 4,314 કરોડ રૂપિયાની લોન સાથે વિનમસ ડાયમંડ એંડ જ્વેલરી 4,076 કરોડ રૂપિયા દેવા સાથે રહેલી છે.

આરબીઆઈએ કહ્યું છે કે બેન્કોએ 50 વિલફુલ ડિફોલ્ટર્સ ઉપર બાકી 68,607 કરોડ રૂપિયા ખાતામાં નાખી દીધા છે. ત્યાર પછી 200 કરોડ રૂપિયાની યાદીમાં કાનપુર સ્થિત કંપની રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ છે, જો કે જાણીતી કોઠારી ગ્રુપની કંપની છે. જેની ઉપર 2850 કરોડ રૂપિયાનું દેવું છે.

આ ઉપરાંત પંજાબની કુડોસ કેમી (રૂ. 2,326 કરોડ), બાબા રામદેવ અને બાલકૃષ્ણની કંપની ગ્રુપ ઈન્દોર સ્થિત રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝ (રૂ. 2,212 કરોડ) અને ગ્વાલિયરની ઝૂમ ડેવલપર્સ પ્રા.લિ. (રૂ. 2,012 કરોડ) જેવી કંપનીઓના નામ પણ આ યાદીમાં શામેલ છે.

વાત જો 100 કરોડ રૂપિયાના સેગમેન્ટમાં આવતી કંપનીઓની કરીએ તો તેમાં 18 કંપનીઓના નામ છે. આ કંપનીઓમાં અમદાવાદ સ્થિત હરીશ આર. મહેતાની કંપની ફોરએવર પ્રીસીયસ જ્વેલરી એન્ડ ડાયમંડ્સ પ્રા.લિ. (રૂ. 1,962 કરોડ), ભાગેડુ દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાની બંધ પડેલી કંપની કિંગફિશર એરલાઇન્સ લિમિટેડ (રૂ. 1,943 કરોડ) સામેલ છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.