રિતિકા સાથે પહેલી મુલાકાત ઉપર યુવરાજે રોહિતને આપી હતી ધમકી : આ મારી બહેન છે અને એની તરફ જોતોય નહિ.

વન ડે મેચોમાં ૩ બેવડી સદી લગાવવા વાળા દુનિયાના એકમાત્ર બેટ્સમેન રોહિત શર્મા આ દિવસોમાં પોતાની બેટિંગથી ધમાલ મચાવી રહ્યા છે, અને તે ખેલાડીની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મો કહાનીથી ઓછી નથી. આજે રોહિત શર્મા પોતાનો ૩૨ મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આવો જાણીએ રોહિતના ઈન્ટરવ્યું વિષે જ્યાં તેમણે રીતિકા સાથે પહેલી મુલાકાતની ચર્ચા કરી છે. રોહિત શર્માએ એક મજાનું રહસ્ય યુટ્યુબ ઉપર ચાલી રહેલી વેબ સીરીઝ બ્રેકફાસ્ટ વિદ ચેમ્પિયન્સમાં ખોલ્યું હતું.

રોહિતને શોના હોસ્ટ ગૌરવ કપૂરને આ પળો વિષે જણાવ્યું જયારે તે પહેલી વખત પોતાની પત્ની રીતિકાને મળ્યા હતા. રોહિતે જણાવ્યું કે તે તેના દોસ્ત અને ક્રિકેટર યુવરાજ દ્વારા પહેલી વખત રીતિકાને મળ્યા હતા. પરંતુ તે દરમિયાન એક મજાની વાત એ થઇ હતી કે યુવીએ તેને રીતિકાને લઇને એક ડોઝ આપી દીધો હતો. જેમાં તેના મગજનો પારો ચડી ગયો હતો. તે દરમિયાન ઈરફાન પણ ત્યાં હાજર હતા.

રોહિતે જણાવ્યું કે તે એક સુટની બાબતમાં જેવો જ યુવરાજની પાસે પહોચ્યો અને તેને હાય કહ્યું, તો યુવી એ રીતિકા તરફ ઈશારો કરતા તેને કહ્યું કે આ મારી બહેન છે અને તેની તરફ જોતો પણ નહિ.

રોહિતે જણાવ્યું કે ત્યાર પછી તેનો પારો ચડી ગયો હતો અને તે આખા શૂટ દરમિયાન રીતિકાને લઇને ગુસ્સામાં રહ્યો. શૂટ પૂરું થયું તો શોના ડાયરેક્ટર એ જણાવ્યું કે માઈક બંધ હોવાને કારણે તેનો અવાજ રેકોર્ડ નથી થઇ શક્યો એટલા માટે શૂટ ફરીથી કરવો પડશે. રોહિત હજુ પણએ વિચારી રહ્યો હતો કે છેવટે તે છોકરી કોણ છે.

એટલા માં શોની વ્યવસ્થા જોઈ રહેલી રીતિકા રોહિત પાસે આવી અને તેને ઘણી વિનમ્રતા સાથે પૂછ્યું કે જો કોઈ વસ્તુની મદદ જોઈએ છે, તો તે તેને જણાવે સંકોચ ના કરે. રીતિકાના આવી રીતે રજુ થવા ઉપર રોહિતનો ગુસ્સો ઠંડો થયો અને મનમાં ને મનમાં તે હસવા લાગ્યો. ત્યાર પછી રોહિતના શો વગેરેનું કામ રીતિકા જોવા લાગી અને ધીમે ધીમે બન્નેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ૨૦૧૫ માં બન્ને એ લગ્ન કરી લીધા.

રોહિતની પત્ની રીતિકા હંમેશા ટીમ ઇન્ડિયા દરમિયાન સ્ટેડીયમમાં હાજર રહે છે અને પોતાના પતિને બેટિંગ કરતા જોઈ ઉપરવાળાને પ્રાર્થના કરતી રહે છે. તે દરેક શોટ ઉપર નજર જાળવી રાખે છે. તે દરમિયાન ઘણી વખત કેમેરા તેની ઉપર ફ્લેશ થઇ જ જાય છે. થોડા દિવસો પહેલા જયારે રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ બેવડી સદી લગાવી હતી ત્યારે રીતિકા પૂરો સમય ભગવાનને પ્રાર્થના કરતી રહી.

જો કે રોહિતની બેવડી સદી પૂરી થઇ તો તેમણે જે કર્યું, તેની રીતિકાને નહિ, દેશ આખાના ક્રિકેટ ફેંસના દિલોમાં ગલીગલી મચી ગઈ. તે દિવસે રોહિત શર્માના લગ્નની એનીવર્સરી પણ હતી, તેમણે બેવડી સદી જોડતા જ અનોખા અંદાઝમાં રીતિકા એ ફ્લાઈંગ કિસ આપીને ભેંટ આપી હતી.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વીડિઓ :