આ છે સૌથી પ્રાચીન શનિ મંદિર, રોમમાં ચોથી સદીથી પૂજાય રહ્યા છે શનિદેવ, ભારતની બહાર રોમન પરંપરામાં તેમને કૃષિના દેવતા માનવામાં આવ્યાં છે.

શનિને રોમમાં ચોથી સદીથી પૂજવામાં આવી રહ્યા છે, અને ભારતની બહાર આ સૌથી પ્રાચીન શનિ મંદિર છે, જાણો તેના વિષે

ગ્રીક દેવ ક્રોનાસ અને શનિ વચ્ચે ઘણી સમાનતાઓ.

દર વર્ષે 17 ડિસેમ્બરે શનિનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

આજે પણ મંદિરમાં હાજર છે શનિના પ્રતીકના 8 મુખ્ય સ્તંભો.

હાલમાં જ શનિ જયંતિ ગઈ. શનિ સૂર્યનો પુત્ર છે અને તે નવ ગ્રહોમાંનો એક છે. ભારતમાં તો શનિ મંદિરો છે જ, પરંતું સૌથી જૂની સંસ્કૃતિમાંથી એક રોમમાં પણ શનિની પૂજા કરવામાં આવે છે. રોમમાં આજે પણ ચોથી સદીનું શનિ મંદિર છે. અહીં તેમને કૃષિ દેવ માનવામાં આવે છે. દર વર્ષે 17 ડિસેમ્બરે શનિનો વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેને સટરનાલિઆ કહેવામાં આવે છે. મંદિરના મુખ્ય ભાગમાં તે સમયગાળાના 8 વિશાળ સ્તંભો છે.

શનિદેવને ભારતીય જ્યોતિષવિદ્યામાં ન્યાયાધીશ માનવામાં આવે છે. પ્રાચીન ઇતિહાસ એનસાઈક્લોપીડિયા અનુસાર, શનિને પ્રાચીન સમયમાં રોમન દેવ માનવામાં આવતા હતા. સેટર્નના ચિત્રોમાં તેમને કૃષિ દેવ તરીકે દર્શાવવામાં આવ્યા છે. રોમન કેલેન્ડરમાં તેમના નામનો શનિપૂર્તિ ઉત્સવ સૌથી મહત્વપૂર્ણ હતો. શનિની ઉજવણી અને નવા પાકના આગમન માટે તેમનો આભાર માનવાની પરંપરા ચોથી સદીથી છે. ઘણા ઐતિહાસિક પુસ્તકોમાં તેનો ઉલ્લેખ છે.

આજે પણ મંદિરના વિશાળ સ્તંભો આવેલા છે :

સૈટર્ન મંદિર રોમના રોમન ફોરમ (જાહેર ચર્ચાનું સ્થાન) ની ઉત્તરપશ્ચિમ દિશામાં આવેલું છે. આ ચોથી સદીનું મંદિર છે. આટલું જૂનું મંદિર હોવા છતાં અહીં હજી પણ વિશાળ સ્તંભો ઉભા છે. આ મંદિર શનિના માનમાં બનાવવામાં આવ્યું હતું. તે સમયે તે પ્રાચીન પંથનું પ્રતીક હતું. અહીં અનેક રાજવી કાર્યક્રમો યોજાયા હતા. ઇનસાઈકલોપીડિયા અનુસાર રોમના ઉત્તર-પશ્ચિમ ફોરમમાં આ મંદિર સ્થિત છે.

હવે મંદિરના અવશેષો બાકી છે :

આ મંદિર ઘણી સદીઓ જૂનું છે. હવે અહીં માત્ર અવશેષો જ બાકી છે. મંદિરના મુખ્ય ભાગમાં 8 સ્તંભો છે. આ થાંભલાઓની કિનારીઓને ઇજિપ્તની ગ્રેનાઇટમાંથી બનાવવામાં આવી હતી. તેમના સંબંધમાં ઇતિહાસના જુદા જુદા સંકેતો છે. મંદિરના ભાગો થેશિયન આરસથી બનાવવામાં આવ્યા હતા. પ્રાચીન કોતરણી અહીં જોઇ શકાય છે. આ મંદિરનું ઘણી વખત નવીનીકરણ કરવામાં આવ્યું છે. તે સમયગાળામાં, અહીં જુદા જુદા સમય પર જુદા જુદા શાસકો એ તેનું નિર્માણ કરાવ્યું હતુ.

ગ્રીક દેવતાઓ ક્રોનાસ અને શનિને એક જ માનવામાં આવતા હતા.

પ્રાચીન સમયમાં ગ્રીક દેવતા ક્રોનાસ અને રોમના દેવતા શનિ દેવને એક સમાન માનવામાં આવ્યાં હતાં. તે સમયે, ડિસેમ્બરમાં ક્રોનાસ અને શનિના સન્માનમાં વિશેષ ઉત્સવો ઉજવવામાં આવતા હતાં. લોકો એકબીજાને ગિફ્ટ આપતા હતા. આ તહેવારો ઘણા દિવસો સુધી ચાલતા હતા. આજે પણ રોમમાં 17 ડિસેમ્બરથી શનિનો વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે.

ગ્રીક અને રોમન વાર્તાઓ એકબીજા સાથે જોડાયેલી છે :

જૂના સમયની ગ્રીક અને રોમન વાર્તાઓ એકબીજા સાથે જોડાયેલા હતા. તેમની માન્યતાઓમાં દેવ-દેવીઓના નામ ભિન્ન છે, પરંતુ તેમાં ઘણી સમાનતાઓ હતી. કેટલાક ઇતિહાસકારો માને છે કે ગ્રીક ધર્મના પ્રભાવમાં વધારો થયો તે પહેલાં રોમન પૌરાણિક કથાઓમાં શનિનું અસ્તિત્વ હતું. રોમમાં બંને શનિ અથવા સેટર્નસ અને ગ્રીક દેવ ક્રોનાસ સમાન માનવામાં આવ્યાં હતાં.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.