‘રોટી વાલી અમ્મા’ ની મદદ માટે આવ્યા ઘણા લોકો સામે, કોઈએ ગિફ્ટ કર્યો ફોન, તો કોઈએ આપ્યા 10 હજાર.

લોકોએ મદદ કરીને બદલ્યું ‘રોટી વાલી અમ્મા’ નું નસીબ, ગિફ્ટમાં આપી આ બધી વસ્તુઓ. સોશિયલ મીડિયા ઉપર હાલના દિવસો માં ‘રોટી વાલી અમ્મા’ વાયરલ થઇ રહી છે. આ અમ્મા આગરાના રોડ ઉપર ખાવાનું વેચે અને અને માત્ર 20 રૂપિયામાં લોકોને પેટ ભરીને ભોજન આપે છે. આમ તો કોરોના વાયરસને કારણે તેની પાસે લોકો ખાવા નથી આવી રહ્યા. જેથી અમ્માની કમાણી નથી થઇ શક્તિ. અમ્માની મદદ કરવા માટે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર નાખવામાં આવ્યો છે. ત્યાર પછી ઘણા લોકો અમ્માની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી તેમની દુકાન ઉપર સારી ભીડ થવા લાગી ગઈ છે અને લોકો તેની પાસેથી ખાવાનું ખરીદી રહ્યા છે. એટલું જ નહિ જીલ્લાના નગર વિકાસ અભીકરણ (ડુડા) એ પણ અમ્માની મદદ કરી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેને 10 હજાર રૂપિયા આપ્યા. કહેવામાં આવે છે કે અમુક અધિકારીઓ અમ્મા પાસે આવ્યા અને તેમણે અમ્માનું તરત બેંક ખાતું ખોલાવીને એ રકમ તેમાં મોકલી દીધી.

અમ્માને આપ્યો સ્માર્ટ ફોન : ડુડા પછી યુરો સેફટી ગ્રુપ ઓફ કંપનીએ શુક્રવારે રોજર ફાઉન્ડેશનની મદદથી અમ્માની મદદ કરી અને તેમણે સ્ટવ, સીલીન્ડર અને ડીસ્પોજેબલ વાસણ સાથે આધુનિક વાહન આપવામાં આવ્યું. જેથી તે સરળતાથી પોતાનો સાંભળી શકે, એટલું જ નહિ કંપની તરફથી અમ્માને એક ફોન આપવામાં આવ્યો. જેથી તે ફોન દ્વારા પણ ખાવનનો ઓર્ડર લઇ શકે.

80 વર્ષની અમ્માનું નામ ભગવાન દેવી છે. તેના પતિનું મૃત્યુ થઇ ગયું છે. તેના દીકરા છે, પરંતુ તેમણે તેને ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા. ત્યાર પછી ભગવાન દેવીએ ખાવાનું વેચવાનું કામ શરુ કર્યું. પરંતુ લોકડાઉનને કારણે તેની પાસે કોઈ ગ્રાહક આવતા ન હતા. જેથી તે ઘણી દુઃખી હતી. ભગવાન દેવીના જણાવ્યા મુજબ જ્યાં સુધી હાથ પગ ચાલશે, તે કામ કરતી રહેશે. તે 15 વર્ષથી રોડના કિનારે ખાવાનું વેચી રહી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર બાબા કા ઢાબા ફેમસ થયો હતો. ત્યાર પછી લોકો એવા લોકોનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર નાખી રહ્યા છે. જેને મદદની જરૂર છે. આનંદની વાત એ છે કે લોકો આ વિડીયો જોઇને આગળ આવીને તેમની મદદ પણ કરી રહ્યા છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.