ફિલ્મી દુનિયાની આણે જે હકીકત કીધી એ જાણી ને તમને બૉલીવુડ થી ઘીન્ન થઈ જશે, ડાયરેક્ટરે મારી સાથે..

ફિલ્મ એક્ટ્રેસ ના ઓડિશન દરમિયાન ડાયરેક્ટરે કર્યું એવું કામ કે… આ સુ બોલી ગઈ આ. ટીવીના વિવાદિત શો બિગ બોસ 14 માં રૂબીના દિલાઈક હાલના દિવસોમાં કન્ટેસ્ટંટ છે. તે હંમેશા પોતાની સુંદરતાના જલવા દેખાડતી રહે છે. આ સીઝનમાં તેમની સાથે તેમના પતિ અભિનવ શુક્લા પણ છે. ‘છોટી બહુ’, ‘શક્તિ અસ્તિત્વ કે એહસાહ કી’ જેવી સિરિયલમાં કામ કરી ચુકેલી રૂબીના ટીવીની ફેમસ એક્ટ્રેસ છે. તેમણે ટીવી સિરિયલમાં ઘણું કામ કર્યું છે. એટલું જ નહિ તેમની ફિલ્મોમાં પણ કામ કરવા ઇચ્છતી હતી. પણ તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, તેમણે ફિલ્મી દુનિયાનું ઘૃણાસ્પદ સત્ય જોયું ત્યારથી તેમને તે તરફ જણાનું મન નથી થયું.

હીન ભાવનાથી જોવામાં આવે છે ટીવી એક્ટર્સને : તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગભગ 6 વર્ષ પહેલા એક ડાયરેક્ટરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે બોલીવુડમાં કામ કરવા માંગતી હતી, પણ જયારે તે એક ઇન્ટરવ્યૂમાં ગઈ તો તેમણે ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો. રૂબીના જણાવે છે કે, ત્યાં ટીવી એક્ટર્સને ઘણી હીન ભાવનાથી જોવામાં આવે છે. તેમને જે સવાલ પુછવામાં આવે છે, તે ચકિત કરી દેનારા હોય છે.

રૂબીના જણાવે છે કે, મને પૂછવામાં આવ્યું કે તમે ટીવી એક્ટ્રેસ છો, તમે કયો શો કર્યો છે? મેં તો જોયો જ નથી. તે જણાવે છે કે, એટલું જ નહિ બેકગ્રાઉંડ સાથે જોડાયેલા ઘણા પ્રકારના સવાલ પૂછવામાં આવે છે. એટલું જ નહિ તેઓ એ પણ પૂછે છે કે, તમારી પાસે કાર છે? કઈ કાર ચલાવો છો? કઈ બ્રાન્ડના પગરખાં પહેરો છો? તે કહે છે કે આ બધા સવાલોથી માણસ પરેશાન થઈ જાય છે. પછી સ્ક્રીન ટેસ્ટની વાત કરીએ તો તે બધી વસ્તુઓથી મન વ્યથિત થઈ જાય છે.

ફરીથી નહિ કરી શકી ઇન્ટરવ્યૂ આપવાની હિંમત : રૂબીના કહે છે કે તેમણે એક ડાયરેક્ટરની ગેરવર્તણૂકનો પણ સામનો કરવો પડ્યો. હું તે ડાયરેક્ટરનું નામ નહિ લઉં, કારણ કે તે ફિલ્મી દુનિયામાં ઘણા પ્રખ્યાત છે. તેમણે પૂછ્યું કે તે પેલી ફિલ્મ જોઈ છે? જવાબમાં તે કહે છે કે, તે સમયે હું સ્કૂલમાં ભણતી હતી અને મારા ઘર પરિવારનું વાતાવરણ એવું ન હતું કે અમે એકલા ક્યારેય ફિલ્મો જોવા ગયા હોય.

પછી ડાયરેક્ટરે કહ્યું કે, તે હજી સુધી મારું કામ નથી જોયું, મને તારા ચહેરા પર પાદવાનું મન થાય છે. પછી તે હસવા લાગ્યા. તેમણે બેસવા માટે કહ્યું, પણ મારું મન અને મગજ સંપૂર્ણ રીતે હલી ગયું હતું. મન થઈ રહ્યું હતું કે અહીંથી ભાગી જાઉં. હું કોઈ રીતે ત્યાંથી બહાર નીકળી અને ફરીથી ઇન્ટરવ્યૂ આપવાની હિંમત ભેગી કરી શકી નહિ.

આ માહિતી હિન્દી નાવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.